Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કર્ણાટકમાં કોંગ્રેસ કિંગ, BJP,JDSની ઓફિસમાં સન્નાટો

કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023 માં દાવ પર લાગેલી 224 બેઠકો માટે પ્રારંભિક વલણો શરૂ થઈ ગયા છે. હાલ કોંગ્રેસ આગળ છે. આ સાથે જ ભારતીય જનતા પાર્ટીએ પણ અડધી સદી ફટકારી છે. દક્ષિણ ભારતીય રાજ્યમાં 224 વિધાનસભા બેઠકો માટે મતદાનનો...
09:37 AM May 13, 2023 IST | Vipul Pandya
કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023 માં દાવ પર લાગેલી 224 બેઠકો માટે પ્રારંભિક વલણો શરૂ થઈ ગયા છે. હાલ કોંગ્રેસ આગળ છે. આ સાથે જ ભારતીય જનતા પાર્ટીએ પણ અડધી સદી ફટકારી છે. દક્ષિણ ભારતીય રાજ્યમાં 224 વિધાનસભા બેઠકો માટે મતદાનનો રાઉન્ડ 10 મેના રોજ સમાપ્ત થયા પછી, શનિવારે સવારે 36 કેન્દ્રો પર મત ગણતરી શરૂ થઈ ગઈ છે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને રાજ્યમાં બહુમતીનો દાવો કરી રહ્યા છે.  પ્રાદેશિક પક્ષ જનતા દળ સેક્યુલરે થોડો સમય રાહ જોવાનો નિર્ણય કર્યો છે.
કોંગ્રેસ 118 સીટો પર આગળ
કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023 માટે તમામ 224 બેઠકો માટે વલણો આવી રહ્યા છે.  સવારે 9.30 વાગે મળેલી માહિતી મુજબ  અત્યાર સુધી કોંગ્રેસ 118 સીટો પર આગળ છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી 84 બેઠકો સાથે બીજા સ્થાને યથાવત છે. જ્યારે જનતા દળ સેક્યુલર 23 સીટો પર આગળ છે.  રાજ્યમાં બહુમતી મેળવવા માટે પાર્ટીને 113 બેઠકો જીતવી જરૂરી છે અને કોંગ્રેસ હાલ બહુમતી આંકડાની નજીક જઇ રહી છે.

આ પણ વાંચો--કર્ણાટકમાં કિંગ કોણ? થોડી વારમાં નક્કી થશે ઉમેદવારોનું ભાવિ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
BJPCongressJDSKarnataka assembly elections
Next Article