Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Haryana માં કોંગ્રેસની બલ્લે બલ્લે તો J&K માં પણ NC નો સપાટો

હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં 90 બેઠકો માટે મતગણતરી શરૂઆતના વલણોમાં કોંગ્રેસ આગળ કોંગ્રેસ 59 બેઠકો પર આગળ જમ્મુ કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ આગળ Haryana : હરિયાણા (Haryana) વિધાનસભા ચૂંટણીમાં 90 બેઠકો માટે મતગણતરી ચાલી રહી છે. શરૂઆતના વલણોમાં કોંગ્રેસ...
haryana માં કોંગ્રેસની બલ્લે બલ્લે તો j k માં પણ nc નો સપાટો
  • હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં 90 બેઠકો માટે મતગણતરી
  • શરૂઆતના વલણોમાં કોંગ્રેસ આગળ
  • કોંગ્રેસ 59 બેઠકો પર આગળ
  • જમ્મુ કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ આગળ

Haryana : હરિયાણા (Haryana) વિધાનસભા ચૂંટણીમાં 90 બેઠકો માટે મતગણતરી ચાલી રહી છે. શરૂઆતના વલણોમાં કોંગ્રેસ આગળ જોવા મળી રહી છે. હરિયાણાની ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જબરદસ્ત ટક્કર છે. અત્યારે હરિયાણામાં કોંગ્રેસ સત્તા મેળવે તેવું વલણો જોતા લાગી રહ્યું છે. હવે જોવાનું એ રહે છે કે હરિયાણામાં ભાજપ હેટ્રિક કરશે કે કોંગ્રેસ વાપસી કરશે. હરિયાણામાં કોંગ્રેસ સત્તાની નજીક તો જમ્મુ કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ આગળ જોવા મળી રહી છે.

Advertisement

મોટાભાગના એક્ઝિટ પોલમાં કોંગ્રેસને હરિયાણામાં બહુમતી હતી

જો કે, મોટાભાગના એક્ઝિટ પોલમાં કોંગ્રેસને હરિયાણામાં બહુમતી મળી રહી છે. આવી સ્થિતિમાં એક્ઝિટ પોલના અંદાજથી ઉત્સાહિત વિપક્ષી પાર્ટી કોંગ્રેસ પણ 10 વર્ષ બાદ સત્તામાં પરત ફરવાની આશા રાખી રહી છે. 5 ઓક્ટોબરે યોજાયેલી હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં 67.90 ટકા મતદાન થયું હતું. આ વખતે હરિયાણામાં કોંગ્રેસનું સારુ પ્રદર્શન જોવા મળતાં દિલ્હી હેડક્વાર્ટર પર કોંગ્રેસના કાર્યકરોએ મીઠાઇ વહેંચી જીતની ઉજવણી કરી હતી.

આ પણ વાંચો---Haryana Election : દીપેન્દ્ર હુડ્ડાએ કર્યો દાવો, કહ્યું- કોની સરકાર બનશે...!

Advertisement

કોંગ્રેસ 59 બેઠકો પર આગળ

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે કુલ 79 સીટો માટે ટ્રેન્ડ પ્રાપ્ત થયો છે. કોંગ્રેસ 51 બેઠકો પર આગળ છે જ્યારે ભાજપ 14 બેઠકો પર આગળ છે. અન્ય પક્ષો ત્રણ બેઠકો પર આગળ છે.

Advertisement

જમ્મુ કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ આગળ

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી ચાલુ છે. પ્રારંભિક વલણોમાં ભાજપ અને કોંગ્રેસ ગઠબંધન વચ્ચે ગળાકાપ સ્પર્ધા જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં કુલ 70 સીટો માટે ટ્રેન્ડ આવી ગયો છે. નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ ગઠબંધન 36 બેઠકો પર આગળ છે જ્યારે ભાજપ 26 બેઠકો પર આગળ છે જ્યારે અન્ય પક્ષો 6 બેઠકો પર આગળ છે.

આ પણ વાંચો---Results : જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં જનતાનો 'હીરો' કોણ..?

Tags :
Advertisement

.