Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Junagadh સિવિલના ઓર્થોપેડિક ડૉક્ટર કેતન પરમાર સામે દુષ્કર્મની ફરિયાદ

Junagadh: સુરતમાં ફરી એકવાર દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. મળતી વિગતો પ્રમાણે સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડીક ડોક્ટર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. વિગતે વાત કરવામાં આવે તો ડૉ.કેતન પરમાર (dr. Ketan Parmar) સામે 21 વર્ષીય યુવતીએ દુષ્કર્મની ફરીયાદ નોંધાવી છે. એવી વિગતો...
10:57 AM Jun 24, 2024 IST | VIMAL PRAJAPATI
Junagadh civil orthopedic doctor Ketan Parmar

Junagadh: સુરતમાં ફરી એકવાર દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. મળતી વિગતો પ્રમાણે સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડીક ડોક્ટર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. વિગતે વાત કરવામાં આવે તો ડૉ.કેતન પરમાર (dr. Ketan Parmar) સામે 21 વર્ષીય યુવતીએ દુષ્કર્મની ફરીયાદ નોંધાવી છે. એવી વિગતો સામે આવી રહીં છે કે, યુવતી શહેરના જાંજરડા રોડ પર આવેલી એક ખાનગી હોસ્પિટલમાં ઈનટરશીપ કરતી હતી. ડૉ. કેતન પરમાર પણ ખાનગી હોસ્પીટલમાં ઓપરેશન કરવા જતો હતો.

યુવતી સાથે બળજબરી પૂર્વક દુષ્કર્મ પણ આચર્યું

ફરિયાદ પ્રમાણે વાત કરવામાં આવે તો, ડૉ. કેતન પરમારે ભોગ બનનાર યુવતીનો મોબાઇલ નંબર મેળવી વાતચીત શરૂ કરી અને પ્રેમજાળમાં ફસાવી હતી. એટલું જ નહીં પરંતુ અનેક વાર યુવતીને કારમાં બળજબરી પૂર્વક લઈ જઈ દુષ્કર્મ પણ ગુજાર્યુ હતું. જેથી અત્યારે પોલીસે ડૉ. કેતન પરમાર (dr. Ketan Parmar) સામે દુષ્કર્મ અને ધાકધમકીનો ગુનો દાખલ કરીને ફરિયાદ નોંધી છે.

ડૉ. કેતન પરમાર સામે દુષ્કર્મ અને ધાકધમકીની ફરિયાદ

નોંધનીય છે કે, એક ડૉક્ટર દ્વારા આવુ અધમ કૃત્ય કરવામાં આવતા તબીબ જગતમાં ચકચાર મચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, તબીબો માટે આ ખુબ જ શરમની વાત છે. એક યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવીને તેની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આયરવું એ કાયદેસરનો ગુનો છે. નોંધનીય છે કે, કોઈ પણ મહિલા સાથે તેની મરજી વિરૂદ્ધ તેની સાથે શરીર સંબંધ બાંધવો તે ગુનો છે અને તે દુષ્કર્મ કહેવાય છે. જેથી અત્યારે પોલીસે તબીબ ડૉ. કેતન પરમાર સામે દુષ્કર્મ અને ધાકધમકીની ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

આ પણ વાંચો: Rain: રાજ્યમાં થયો સર્વત્ર વરસાદ, અમદાવાદ, રાજકોટ અને જામનગર સહિત અનેક જિલ્લામાં મેઘ મહેરબાન

આ પણ વાંચો: Gondal: વરસાદનો છાંટો પડ્યો ‘ને વીજળી ગુલ, લોકો PGVCL ની લાપરવાહીથી ત્રસ્ત

આ પણ વાંચો: Daman થયું શર્મનાક! મર્યાદાને નેવે મુકી દરિયા કિનારે યુવક અને યુવતીએ ખુલ્લેઆમ કરી બીભત્સ હરકતો

Tags :
Gujarati NewsJunagadh civil dr. Ketan ParmarJunagadh civil hospitalJunagadh civil orthopedic doctorJunagadh civil orthopedic doctor Ketan ParmarJunagadh NewsLatest Gujarati Newsorthopedic doctor Ketan ParmarVimal Prajapati
Next Article