Sambhal માં 46 વર્ષ જૂનું મંદિર મળતા CM Yogi ના ઈતિહાસ પર સવાલો ઉઠ્યા
- હિન્દુ સંગઠનોના લોકો પૂજા માટે Temple પહોંચ્યા હતા
- DM અને SP એ અહીં વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરી છે
- Temple ની આસપાસના અતિક્રમણને તોડવામાં આવશે
CM Yogi reaction on Sambhal temple : Uttar Pradesh ના Sambhal માં મુસ્લિમ બહુલ વિસ્તારમાં 46 વર્ષ જૂના Temple ની શોધ થયા બાદ રાજ્યના CM Yogi Adityanath નું નિવેદન સામે આવ્યું છે. CM Yogi એ આઝરોજ એક જનસભાને સંબોધતા જણાવ્યું હતું કે, શું પ્રશાસને રાતોરાત Sambhal માં આવું પ્રાચીન Temple બનાવ્યું? બજરંગબલીની આવી પ્રાચીન પ્રતિમા ત્યાં રાતોરાત મળી આવી છે? મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે 46 વર્ષ પહેલા Sambhal માં નરસંહાર કરનારા ગુનેગારોને આજ સુધી સજા કેમ નથી મળી? આની ચર્ચા કેમ નથી થતી?
હિન્દુ સંગઠનોના લોકો પૂજા માટે Temple પહોંચ્યા હતા
ઉલ્લેખનીય છે કે, Uttar Pradesh ના Sambhal માંથી ગઈકાલે એક પ્રાચીન Temple મળી આવ્યું હતું. તેમાંથી એક મુર્તિ અને એક કૂવો પણ મળી આવ્યો છે. ત્યારે આજરોજ આ Temple માં પૂજા કરવામાં આવી હતી. તે ઉપરાંત Temple બજરંગબલીની સ્થાપના પણ કરવામાં આવી હતી. હિન્દુ સંગઠનોના લોકો પૂજા માટે Temple પહોંચ્યા હતા. ધાર્મિક વિધિઓ અને મંત્રોચ્ચાર સાથે પૂજા પૂર્ણ થયા બાદ Temple માં આરતી કરવામાં આવી હતી.
આ પણ વાંચો: Maharashtra cabinet ની યાદી થઈ જાહેર, જાણો કોની પાસે કઈ સત્તા?
संभल में रातों-रात बना दिया गया वो प्राचीन शिव मंदिर? क्या रातों-रात वहां प्रकट हो गई थी बजरंगबली की प्राचीन मूर्ति? 46 साल पहले हुए संभल हिंदू नरसंहार के बारे में कोई बात क्यों नहीं करता?
योगी जी बिना किसी से डरे खुलकर हिंदुत्व की बात करते ऐसे ही नहीं लोगो के दिलो पर राज करते pic.twitter.com/o2DHU41PA9
— Tiger Raja Satire (@TigerRajaSinggh) December 15, 2024
DM અને SP એ અહીં વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરી છે
આ વિસ્તારમાં વીજ ચોરીના ચેકિંગ દરમિયાન એક Temple હોવાની માહિતી સામે આવી હતી. મસ્જિદો અને ઘરોમાં દરોડા દરમિયાન મોટા પાયે વીજળી ચોરીનો ખુલાસો થયો હતો. ગઈકાલે પોલીસે આશ્ચર્યચકિત થઈ ગઈ જ્યારે દીપા રાય વિસ્તારમાં ચેકિંગ દરમિયાન તેમને અચાનક એક Temple મળ્યું હતું. જે વર્ષ 1978 નું હોવાનું કહેવાય છે. આ Temple 46 વર્ષથી બંધ હતું અને SP સાંસદ જિયાઉરના ઘરથી 200 મીટર દૂર છે. Temple ની અંદર હનુમાનજી, શિવલિંગ અને નંદીની મૂર્તિ સ્થાપિત છે. હાલમાં DM અને SPએ અહીં વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરી છે.
Temple ની આસપાસના અતિક્રમણને તોડીવામાં આવશે
Sambhal ના સીઓ અનુજ ચૌધરીએ જણાવ્યું કે આ Temple ઘણા વર્ષોથી છે. 1978 માં જ્યારે રમખાણો થયા ત્યારે પણ Temple અહીં જ હતું. અહીં બધા જાણે છે કે રમખાણો પછી હિંદુઓ અહીંથી ચાલ્યા ગયા હતા. Temple ની માહિતી સામે આવ્યા બાદ ખોદકામ દરમિયાન અહીં એક કૂવો પણ મળી આવ્યો છે. DM સંભાલ રાજેન્દ્ર પાંસિયાએ જણાવ્યું હતું કે Temple ની નજીક એક પ્રાચીન કૂવો હોવા અંગે પણ માહિતી મળી હતી. આ કૂવો ખોદવામાં આવી રહ્યો છે. Temple ની આસપાસના વિસ્તારમાં થયેલા અતિક્રમણને પણ તોડી પાડવામાં આવશે.
આ પણ વાંચો: UP સરકારનો આવક વધારવાનો પ્રયાસ, દારૂની દુકાનોના સમયમાં વધારો