Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પેશાબ કાંડના પીડિતના CM એ ધોયા પગ, કહ્યું, તમે ભગવાન સમાન છો..!

મધ્યપ્રદેશમાં એક આદિવાસીનું અપમાન કરવાના મુદ્દે રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ બેકફૂટ પર જોવા મળ્યા હતા. પરંતુ ગુરુવારે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે  પેશાબ કાંડના પીડિતને મળીને  તેનું સન્માન કર્યું હતું. આ રીતે મુખ્યમંત્રીએ ડેમેજ કન્ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો હતો. મુખ્યમંત્રીએ...
પેશાબ કાંડના પીડિતના cm એ ધોયા પગ  કહ્યું  તમે ભગવાન સમાન છો
મધ્યપ્રદેશમાં એક આદિવાસીનું અપમાન કરવાના મુદ્દે રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ બેકફૂટ પર જોવા મળ્યા હતા. પરંતુ ગુરુવારે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે  પેશાબ કાંડના પીડિતને મળીને  તેનું સન્માન કર્યું હતું. આ રીતે મુખ્યમંત્રીએ ડેમેજ કન્ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો હતો.
મુખ્યમંત્રીએ પોતાના હાથે પેશાબ કાંડના પીડિત શખ્સના પગ ધોયા
મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના નિવાસસ્થાને પીડિતને બોલાવાયો હતો જે વીડિયો સામે આવ્યો છે તેમાં જોવા મળી રહ્યું છે કે સીએમ પોતે આદિવાસી વ્યક્તિ સાથે આવાસની અંદર આવ્યા હતા. ત્યાં એક ખુરશી રાખવામાં આવી હતી અને મુખ્યમંત્રીએ તેમને આ ખુરશી પર બેસાડ્યા હતા. સીએમ પોતે તેમની સામેની ખુરશી પર બેઠા ન હતા પરંતુ નાના ટેબલ પર બેઠા હતા. આ પછી થાળી મંગાવવામાં આવી અને ત્યારબાદ મુખ્યમંત્રીએ પોતાના હાથે પેશાબ કાંડના પીડિત શખ્સના પગ ધોયા હતા. આ પછી, સીએમએ ઉભા થઈને પીડિતાના કપાળ પર તિલક લગાવ્યું અને પછી તેને હાર પહેરાવીને સન્માન કર્યું. ત્યારબાદ મુખ્યમંત્રીએ તેમને શાલ અર્પણ કરી હતી.

Advertisement

હું તમારી માફી માંગુ છું. લોકો મારા માટે ભગવાન જેવા છે
આદિવાસી વ્યક્તિને ભગવાન ગણેશની પ્રતિમા પણ આપવામાં આવી છે. આ પછી સીએમ આદિવાસી પીડિતની પાસે બીજી ખુરશી પર બેઠા અને તેને પોતાના હાથે ખવડાવ્યું. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે આ પછી બંને વચ્ચે થોડીવાર વાતચીત થઈ હતી. આ મીટિંગ દરમિયાન સીએમ શિવરાજ સિંહે પીડિત આદિવાસી વ્યક્તિને કહ્યું કે વીડિયો જોઈને તે દુઃખી છે. હું તમારી માફી માંગુ છું. લોકો મારા માટે ભગવાન જેવા છે.
આરોપી સામે કાર્યવાહી કરવામાં આવી છે
આ કેસમાં આરોપી પ્રવેશ શુક્લા પોલીસ દ્વારા અગાઉ જ ધરપકડ કરવામાં આવી હતી. પ્રવેશ શુક્લાનો એક વીડિયો સામે આવ્યો હતો.  મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું કે  આરોપી સામે કાર્યવાહી કરવામાં આવી છે. તે પકડાઈ ગયો છે. તેના પર બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી છે. મુખ્યમંત્રી પીડિતાને મળ્યા છે અને આ તેનું બીજું માનવીય પાસું છે.
આરોપી પર એનએસએ લગાવવામાં આવ્યો
જણાવી દઈએ કે મધ્યપ્રદેશના રીવા જિલ્લામાંથી એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક યુવક બીજા યુવક પર પેશાબ કરતો જોવા મળ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું હતું કે પ્રવેશ શુક્લા આરોપી ધારાસભ્ય કેદાર શુક્લાનો પ્રતિનિધિ છે. પરંતુ પાછળથી પ્રવેશ શુક્લા અંગે ધારાસભ્ય કેદાર શુક્લાએ કહ્યું હતું કે આરોપી તેમનો પ્રતિનિધિ નથી. આ વીડિયો સામે આવ્યા બાદ હોબાળો થયો હતો. આ વીડિયોને લઈને રાજ્ય સરકારે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરી છે. આરોપી પર એનએસએ લગાવવામાં આવ્યો છે. આ ઉપરાંત આરોપીના ઘર પર પણ બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી છે.
કોંગ્રેસના મધ્યપ્રદેશ સરકાર પર સતત પ્રહારો
આ મામલે કોંગ્રેસ પાર્ટી મધ્યપ્રદેશ સરકાર પર સતત પ્રહારો કરી રહી છે. આ અત્યંત ગંભીર ઘટના પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મધ્યપ્રદેશમાં ભાજપના નેતાના અમાનવીય ગુનાએ આદિવાસીઓ અને દલિતો પ્રત્યે ભગવા પાર્ટીની નફરતનું સાચું ચરિત્ર છતું કર્યું છે. પરંતુ હવે શિવરાજ સિંહ ચૌહાણે પીડિત આદિવાસીઓનું સન્માન કરીને વિરોધને જડબાતોડ જવાબ આપ્યો છે. સીએમ શિવરાજના આ પગલાને ડેમેજ કંટ્રોલ તરીકે પણ જોવામાં આવી રહ્યું છે.
Tags :
Advertisement

.