Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

CM એકનાથ શિંદેનો ઉદ્ધવ ઠાકરેને ખુલ્લો પડકાર, કહ્યું- મારી સાથે લડવાની તાકાત રાખો...

Mahrashtra માં એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે પર કર્યા પ્રહાર મારા પુત્રને નિશાન ન બનાવો, મારી સાથે સ્પર્ધા કરો - શિંદે CM એકનાથ શિંદેએ થાણેમાં એક કાર્યક્રમને સંબોધિત કરી મહારાષ્ટ્ર (Mahrashtra)ના CM એકનાથ શિંદેએ રવિવારે શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરેને...
cm એકનાથ શિંદેનો ઉદ્ધવ ઠાકરેને ખુલ્લો પડકાર  કહ્યું  મારી સાથે લડવાની તાકાત રાખો
  1. Mahrashtra માં એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે પર કર્યા પ્રહાર
  2. મારા પુત્રને નિશાન ન બનાવો, મારી સાથે સ્પર્ધા કરો - શિંદે
  3. CM એકનાથ શિંદેએ થાણેમાં એક કાર્યક્રમને સંબોધિત કરી

મહારાષ્ટ્ર (Mahrashtra)ના CM એકનાથ શિંદેએ રવિવારે શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરેને ખુલ્લો પડકાર ફેંક્યો અને કહ્યું કે તમે મારા પુત્રને નિશાન ન બનાવો, જો તમારે સ્પર્ધા કરવી હોય તો આવો અને મારી સાથે સ્પર્ધા કરો. શિવસેના (શિંદે જૂથ)ના વડા એકનાથ શિંદે રવિવારે થાણેમાં એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેણે આ વાતો કહી. શિંદે તેમના પુત્ર શ્રીકાંત શિંદે વિરુદ્ધ ઠાકરેની કેટલીક ટિપ્પણીઓનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જેઓ કલ્યાણ લોકસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે.

Advertisement

CM શિંદેએ ઉદ્ધવને ખુલ્લો પડકાર આપ્યો...

CM શિંદેએ કહ્યું, તમે કોઈના પુત્રની ટીકા કેમ કરી રહ્યા છો? જો સ્પર્ધા કરવી હોય તો આવો અને તેના પિતા સાથે હરીફાઈ કરો, હું તેને માત્ર પડકાર આપું છું. તેમણે ટોણો મારતા કહ્યું કે તેઓ (ઉદ્ધવ ઠાકરે) તેમના કામના પ્રતિસાદથી અંદરથી તૂટી ગયા છે અને તેથી જ તેઓ આવી ટિપ્પણીઓ કરી રહ્યા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે તેઓ તેમના પર લાગેલા આરોપોનો જવાબ તેમના કામથી આપશે.

આ પણ વાંચો : Mohammad Muizu ભારત આવતા જ પલટી ગયા, વાંચો શું કહ્યું

Advertisement

CM શિંદેએ ઉદ્ધવ સરકાર પર કર્યા પ્રહાર...

અગાઉની ઉદ્ધવ સરકાર પર નિશાન સાધતા CM શિંદેએ કહ્યું હતું કે, મહાવિકાસ આઘાડીના અઢી વર્ષ અને અમારા દોઢ વર્ષને જુઓ, દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. જ્યારે મહાયુતિ સરકાર આવી ત્યારે લોકોના કલ્યાણની કાળજી લેવામાં આવી નથી તેથી જ અમારી સરકાર સૌની પ્રિય સરકાર બની ગઈ છે.

Advertisement

આ પણ વાંચો : UP ના રાયબરેલીમાં મોટી દુર્ઘટના થતા અટકી, રેલ્વે ટ્રેક પર મળી આવી આ વસ્તુ...

ઉદ્ધવ ઠાકરેએ શું કહ્યું?

ગયા શનિવારે ઉદ્ધવ ઠાકરેએ શિંદે જૂથના નેતાઓને ખુલ્લો પડકાર ફેંક્યો હતો અને કહ્યું હતું કે જે નેતાઓ તેમને છોડી ગયા છે તેઓ તેમની પાર્ટીમાં પાછા ફરશે નહીં. પાર્ટીમાં કોઈ દેશદ્રોહીને પ્રવેશ આપવામાં આવશે નહીં. ઠાકરેએ કહ્યું કે રાજ્યની જનતા ભાજપ અને શિવસેનાને વિધાનસભા ચૂંટણીમાં તેમનું સ્થાન બતાવશે. દોઢ મહિનામાં આ દેશદ્રોહીઓ અમારી પાસે નોકરી માટે આવશે કારણ કે તેઓ બેરોજગાર થઈ જશે. હું ચૂંટણી પછી કોઈ દેશદ્રોહીને નોકરી આપવાનો નથી.

આ પણ વાંચો : ક્રિકેટના મેદાન પર ઉતર્યા CM Yogi,બેટિંગના કૌશલ્યથી ચોંકાવ્યા, જુઓ video

Tags :
Advertisement

.