ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

CM ભૂપેન્દ્ર પટેલનું મોટું પગલું, ચિંતન શિબિરમાં બાદ કરી A.I ટાસ્કફોર્સની રચના

રાજ્ય સરકારે AI ટાસ્કફોર્સની કરી રચના રાજ્યની યોજનાઓના અમલીકરણમાં કરાશે AIનો ઉપયોગ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગમાં ટાસ્ક ફોર્સની રચના અન્ય 10 સભ્યોની ટાસ્ક ફોર્સમાં 5 સભ્યો વિષય નિષ્ણાત રહેશે CM Bhupendra Patel :મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે (CM Bhupendra Patel)ટેકનોલોજી ડ્રીવન...
09:35 PM Dec 16, 2024 IST | Hiren Dave
featuredImage featuredImage
CM Bhupendra Patel

CM Bhupendra Patel :મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે (CM Bhupendra Patel)ટેકનોલોજી ડ્રીવન ગવર્નન્સ અને સામાજિક આર્થિક વિકાસમાં ગુજરાતને અગ્રેસર રાખવાના વિઝનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સમુચિત ઉપયોગ કરવાની જાહેરાત રાજ્ય સરકારની તાજેતરની વાર્ષિક ચિંતન શિબિરમાં સોમનાથ ખાતે કરી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતે ‘જે કહેવું તે કરવું’ની કાર્યસંસ્કૃતિ વિકસાવી છે તેનું તાદશ્ય ઉદાહરણ મુખ્યમંત્રીની તાજેતરની જ આ જાહેરાતને પગલે રાજ્ય સરકારે A.I. ટાસ્કફોર્સની રચનાથી પૂરું પાડ્યું છે. નાગરિકોને યોજનાઓ, સેવા-સુવિધાઓનો લાભ અસરકારક રીતે અને ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ સાથે ઝડપથી મળી રહે તે માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નો વિનિયોગ એ હાલના સમયની માંગ છે.

 

A.I. ટાસ્કફોર્સની રચના

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે આ દિશામાં આગળ વધતા ગિફ્ટ સિટીમાં આર્ટીફિશ્યલ ઈન્ટેલિજન્સ સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના માટે તાજેતરમાં માઈક્રોસોફ્ટ સાથે MOU કરેલા છે. આ સેન્ટરમાં મશીન લર્નિંગ, કોગ્નિટિવ સર્વિસીસ અને બોટ સર્વિસ જેવી મુખ્ય ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આ ટેક્નોલોજીઓ વિવિધ ક્ષેત્રોના પાયલોટ પ્રોજેક્ટ્સ, સફળ પાયલોટ પ્રોજેક્ટ્સનું રોલઆઉટ અને વિવિધ તાલીમ કાર્યક્રમો યોજશે.

આ પણ  વાંચો -Gujarat સરકારના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 7 ટકા વધ્યું

A.I.નો ઉપયોગ વિવિધ  ક્ષેત્રોમાં કરાશે

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સેન્ટર નાગરિકોને અસરકારક, સમયબદ્ધ સેવા પહોંચાડવા, મૂળભૂત સ્તરે નવીનતાને પ્રોત્સાહન આપીને અને ઉત્પાદન, હેલ્થકેર અને શિક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં ટેક્નોલોજીકલ પ્રગતિને વેગ આપી સરકાર અને ઉદ્યોગ એમ બંને માટે વિસ્તૃત સાથ સહકાર પ્રદાન કરશે. રાજ્ય સરકારની સોમનાથ ખાતે યોજાયેલી ચિંતન શિબીરમાં મુખ્યમંત્રીએ સુશાસનની વ્યાપકતાથી સોશિયલ ચેલેન્જીસના ઉપાયો માટે A.I.નો હોલીસ્ટિક એપ્રોચ સાથે વ્યૂહાત્મક ટેકનોલોજી તરીકે ઉપયોગ કરીને નિર્ણય પ્રક્રિયામાં ગતિ અને પારદર્શીતા લાવવા સાથે સેચ્યુરેશન એપ્રોચ પાર પાડવામાં A.Iનો ઉપયોગ ઉપકારક બને તેવી આપેલી પ્રેરણાને પગલે હવે આ A.I. ટાસ્કફોર્સની રચના કરી છે.

આ પણ  વાંચો -Surat :કાપોદ્રા વિસ્તામાં યુવકને યુવતીઓને છેડતી કરવી ભારે પડી

ટાસ્કફોર્સના સભ્યોમાં વરિષ્ઠ તજજ્ઞોનો સમાવેશ કરવામાં આવ્યો

રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના અગ્રસચિવ આ ટાસ્ફોર્સના અધ્યક્ષ તરીકે તેમજ સભ્યસચિવ તરીકે ICT અને ઈ-ગવર્નન્સના નાયબ નિયામક સેવાઓ આપશે. પ્રારંભિક તબક્કે એક વર્ષના સમયગાળા માટે રચાયેલા આ ટાસ્કફોર્સની વાર્ષિક સમીક્ષા કરીને તેના સ્કોપ ઓફ વર્ક અને ફંક્શનીંગ વધુ સમય માટે લંબાવવા સાથે યોગ્ય સુધારાઓ પણ કરાશે. આ ટાસ્કફોર્સના સભ્યોમાં ICT અને ઈ-ગવર્નન્સના ડિરેક્ટર, IIT ગાંધીનગરના ડિરેક્ટર અને IIITના ડિરેક્ટર ઉપરાંત ઇન્ડિયા A.I. મિશનના વરિષ્ઠ તજજ્ઞ તેમજ NIC, C-DAC, NVIDIA તથા ISPRITના વરિષ્ઠ તજજ્ઞોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

 

રાજ્ય સરકારે રચેલી આ A.I. ટાસ્કફોર્સના સ્કોપ ઓફ વર્કમાં જે બાબતો આવરી લેવામાં આવી છે તેમાં

 

Tags :
A.I TaskforceA.I Taskforce FormationCM Bhupendra PatelGUJARATI firstGujarati NewsHiren daveSomnath Chintan CampTechnology Driven Governance to Gujarat