Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Tapi : CM એ તાપીના સરહદી ગામે બાળકો સાથે મધ્યાહ્ન ભોજન કરી સાદગીનો પરિચય કરાવ્યો

રાજ્યના મુખ્યમંત્રીએ (CM) કોઈ ગામડામાં રાત્રિરોકાણ કર્યું હોય તેવું ઈતિહાસમાં પહેલીવાર બન્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે (CM Bhupendrda Patel) નર્મદા (Narmada) જિલ્લાના સાગબારા તાલુકાના રાજ્યના પ્રથમ સરહદી ગામ જાવલીની (Javli) ગામે રાત્રિ રોકાણ કર્યું હતું જે પછી તેઓ તાપીમાં ગયા...
09:05 AM Jul 07, 2023 IST | Viral Joshi

રાજ્યના મુખ્યમંત્રીએ (CM) કોઈ ગામડામાં રાત્રિરોકાણ કર્યું હોય તેવું ઈતિહાસમાં પહેલીવાર બન્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે (CM Bhupendrda Patel) નર્મદા (Narmada) જિલ્લાના સાગબારા તાલુકાના રાજ્યના પ્રથમ સરહદી ગામ જાવલીની (Javli) ગામે રાત્રિ રોકાણ કર્યું હતું જે પછી તેઓ તાપીમાં ગયા હતા. તાપીના (Tapi) છેવાડાનાં કુકરમુંડા અને નિઝરના ગામોમાં રાજ્યનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (Bhupendra Patel) મૂલાકાતે આવ્યાં હતાં.

ગામડાઓની મુલાકાત

કુકરમુંડાનાં બોર્ડર વિલેજ ગામોનાં ડાબરીઆંબા, મોરંબા, તોરંદા ગામે આંગણવાડી કેન્દ્ર સહિત પંચાયત ઘર ,દૂધ ડેરી અને પ્રાથમિક શાળાની મુલાકાત કરી ગ્રામજનો જોડે સંવાદ કર્યો હતો અને નિઝરના પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં બાળકો જોડે બપોરે માધ્યાહન ભોજન કર્યુ હતું.

 

સ્થાનિકો સાથે સંવાદ

તાપી (Tapi) જિલ્લામાં પ્રથમ વખત કોઈ મુખ્યમંત્રીએ બોર્ડર વિલેજ ગામોની મુલાકાત કરી હતી જેમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલએ નિઝર (Nizar) તાલુકાના ડાબરીઆંબા ગામે આંગણવાડી કેન્દ્રની મુલાકાત કરી ગામની પ્રાથમિક શાળામાં (Primary School) અભ્યાસ કરતાં બાળકોને મળી અભ્યાસ બાબતે ચર્ચા કરી હતી અને ડાબરીઆંબા ગામનાં ગ્રામપંચાયતના સરપંચ સહિત સભ્યો સરપંચ અને શાળામાં અભ્યાસ કરતાં બાળકોનાં વાલીઓ જોડે સંવાદ કર્યો હતો.

ITI ના વિદ્યાર્થીઓ સાથે સંવાદ

જે પછી મોરંબા ગામની દૂધ ડેરીની મુલાકાત કરી ગામનાં પશુપાલકો જોડે પશુપાલન બાબતે વિસ્તારમાં ચર્ચાઓ કરી હતી અને તોરંદા ગામે મુખ્યમંત્રીએ જિલ્લાનાં અધિકારીગણ જોડે નવનિર્મિત થયેલ અમૃત સરોવરની પણ મુલાકાત કરી હતી ત્યાર બાદ માર્ગ અને મકાન વિભાગના હસ્તક નિર્માણ થઇ રહેલ કુકરમુંડા ગામનાં ફૂલવાડી ગામે 6 કરોડના ખર્ચે ITI બિલ્ડિંગમાં નિર્માણ થઈ રહેલ સ્થાનની મુલાકાત લઈ ITI હેઠળ અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થીઓ જોડે ચર્ચાઓ કરી હતી.

બાળકો સાથે મધ્યાહ્ન ભોજન લીધુ

નિઝર તાલુકાના બોર્ડર વિલેજના ગામોની મુલાકાતે પધારેલા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે તેમના ઝંઝાવાતી પ્રવાસ દરમિયાન નિઝર તાલુકાના રૂમકી તળાવ પ્રાથમિક શાળાની મુલાકાત લઇ બાળકો સાથે મધ્યાહન ભોજન માણી ને પોતે રાજ્યનાં CM છે પણ પોતે એક કોમન મેન છે તેવી પોતાના સાદગી ભર્યાં સ્વભાવ દાખવ્યો હતો.

રાજયનાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલએ તેમના પ્રવાસ દમિયાન નીચે પ્રમાણે વિગત મુજબ રહ્યો હતો.

તોરંદા ગામ ખાતેના અમૃત સરોવરની મુલાકાત

રાજયનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના અંતરિયાળ અને મહારાષ્ટ્ર (Maharashtra) રાજ્યને અડીને આવેલા સરહદી ગામ 'તોરંદા'ની મુલાકાત લઈ અહીં સુજલામ સુફલામ યોજના હેઠળ નિર્માણ પામેલા અમૃત્ત સરોવરને નિહાળ્યું હતું.

ડાબરીઆંબા અને મોરંબાની દુધ મંડળીઓની મુલાકાત

તાપી જિલ્લો એકંદરે પશુપાલન અને ખેતી ઉપર નભતો જિલ્લો હોઇ, મુખ્યમંત્રીએ ખાસ દુધ મંડળીઓને મળવાની ભાવના વ્યક્ત કરી હતી. જેને અનુલક્ષીને કુકરમુંડા તાલુકાના ડાબરીઆંબા અને મોરંબા ગામ સ્થિત દુધ મંડળીની તેમણે મુલાકાત લીધી હતી.

નિર્માણાધિન ITI ની મુલાકાત

યુવાનો દેશનું ભવિષ્ય છે. યુવાનોને રોજગારીની પુરતી તકો મળે તે માટે રાજ્ય સરકાર પ્રતિબધ્ધ છે. જેથી રાજ્યના તમામ જિલ્લાઓમાં વિવિધ અધ્યતન કોલેજોના માધ્યમ થકી યુવાઓને ભણવા અને કારકિર્દી બનાવવાની સમાન તક મળે તે માટે પ્રયાસ હાથ ધરાયા છે. જેના ભાગરૂપે કુકરમુંડા તાલુકા ખાતે ફૂલવાડી ગામે આઇ.ટી.આઇ.ના મકાનના બાંધકામ મુખ્યમંત્રીએ મુલાકાત લઈ આઇ.ટી.આઇ માં અભ્યાસ કરતાં વિધાર્થીઓ જોડે સંવાદ કર્યો હતો.

બાળકો સાથે મધ્યાહન ભોજન

તાપી જિલ્લાના છેવાડાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા કુકરમુંડા અને નિઝર તાલુકાના બોર્ડર વિલેજના ગામોની મુલાકાતે પધારેલા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે તેમના ઝંઝાવાતી પ્રવાસ દરમિયાન નિઝર તાલુકાના રૂમકી તળાવ પ્રાથમિક શાળાની મુલાકાત લઇ બાળકો સાથે મધ્યાહન ભોજન માણ્યું હતું.

અહેવાલ : અક્ષય ભદાણે, તાપી

આ પણ વાંચો : CM BHUPENDRA PATEL બાળકો સાથે માંડી ગોઠડી, વિદ્યાર્થીઓને જીવન જીવવાના પાઠ ભણાવ્યા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
CM Bhupendra PatelCM Village VisitCM Visit TapiGujarati NewsRumki Talav VillageTapi
Next Article