ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

નવસારી અને વલસાડમાં જળબંબાકાર, CM Bhupendra Patel એ બંને જિલ્લાના કલેક્ટર સાથે કરી વાત

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું તાંડવ નવસારી અને વલસાડમાં જળબંબાકારની સ્થિતિ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થિતિનો તાગ લીધો વલસાડ અને નવસારીનાં કલેક્ટર સાથે ટેલિફોનિક વાતચીત કરી ગુજરાતનાં વલસાડ (Valsad) અને નવસારીમાં (Navsari) મેઘરાજાએ જબરદસ્ત બેટિંગ કરી છે. જિલ્લામાં તમામ નદી, તળાવ, ડેમમાં...
04:38 PM Aug 05, 2024 IST | Vipul Sen
featuredImage featuredImage
  1. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું તાંડવ
  2. નવસારી અને વલસાડમાં જળબંબાકારની સ્થિતિ
  3. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થિતિનો તાગ લીધો
  4. વલસાડ અને નવસારીનાં કલેક્ટર સાથે ટેલિફોનિક વાતચીત કરી

ગુજરાતનાં વલસાડ (Valsad) અને નવસારીમાં (Navsari) મેઘરાજાએ જબરદસ્ત બેટિંગ કરી છે. જિલ્લામાં તમામ નદી, તળાવ, ડેમમાં નવા નીરની આવક થતાં છલોછલ થયા છે. જ્યારે અવરિત વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાતા કેટલાક ગામ સંપર્ક વિહોણા થયા છે. વલસાડ અને નવસારીમાં અતિભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ત્યારે રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) દક્ષિણ ગુજરાતનાં વલસાડ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિની માહિતી મેળવવા માટે બંને જિલ્લાનાં કલેક્ટરો સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી.

આ પણ વાંચો - Surat : માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, ત્રીજા માળેથી 7 વર્ષીય બાળક પટકાતા થયું મોત

વલસાડ અને નવસારીનાં કલેક્ટર સાથે કરી વાત

મુખ્યમંત્રી ભપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) નવસારી અને વલસાડ જિલ્લાનાં ગામોમાં આવેલા નીચાણવાળા વિસ્તારનાં લોકોને સલામત સ્થળે ખસેડવા તેમ જ વરસાદને કારણે ઊભી થયેલી પૂરની સ્થિતીનો તાગ મેળવ્યો હતો અને વરસાદનાં (Heavy Rains) કારણે વધુ જાનમાલનું નુકસાન ન થાય તેવી સતર્ક્તા અને તકેદારી સાથે યોગ્ય પ્રબંધન માટે પણ વલસાડ અને નવસારીનાં કલેક્ટરને સૂચનાઓ આપી હતી.

આ પણ વાંચો - Gandhinagar : ન. પા. વોર્ડ નંબર 3 નાં BJP ઉમેદવારને લઈ કોંગ્રેસનાં આકરા પ્રહાર

લોકોને સુરક્ષિત ખસેડવા મુખ્યમંત્રીએ આપ્યો આદેશ

જણાવી દઈએ કે, વરસાદ અને નવસારીમાં મેઘરાજાનું તાંડવ જોવા મળ્યું છે. વલસાડમાં ઓરંગા નદી કિનારાનાં તબાહીનાં દ્રશ્યો જોવા મળ્યા છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જો કે, હાલની વાત કરીએ તો ઔરંગા નદી ભયજનક સપાટીથી નીચે ઉતરી છે અને સાંજ સુધીના સંપૂર્ણ પરિસ્થિતિ થાળે પડે તેવી શકયતા છે. બીજી તરફ નવસારીની વાત કરીએ તો અંબિકા નદીમાં (Ambika River) પાણીનો ઘસમસતો પ્રવાહ યથાવત છે. જો કે, નદીની ભયજનક સપાટીમાં ઘટાડો જોવા મળ્યો છે. ઉપરાંત, ધમડાછાથી ગણદેવી જવાનો માર્ગ પણ પાણીમાં ગરક થવા પામ્યો હતો. સાથે જ અનેક લો લેવલ બ્રિજને નુકસાન થયું છે. ગણદેવી (Gandevi) તાલુકાનું ઘોલ ગામ સંપર્ક વિહોણું થયું હતું.

આ પણ વાંચો - બોર્ડની પૂરક પરીક્ષા બાદ MSU ની કોમર્સ ફેકલ્ટી માં એડમિશન શરૂ ન કરાતા વિરોધ

Tags :
Auranga RiverCM Bhupendra PatelDhamdachhaGandeviGujaratGujaratFirstGujarati NewsHeavy rainsNavsariSouth GujaratValsad