Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

CM Bhupendra Patel એ હવાઈ નિરિક્ષણ બાદ બેઠક યોજી, ઘેડ પંથકની સમસ્યાના ઉકેલ માટે સુચનો મંગાવ્યા

સૌરાષ્ટ્ર ઘણાં જિલ્લાઓમાં અતિવૃષ્ટિના કારણે જનજીવન પર માઠી અસર પડી છે. વરસાદની સ્થિતિનો તાગ મેળવવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા આજે હવાઈ નિરિક્ષણ કરવામાં આવ્યું હતું. જૂનાગઢ, ગીર સોમનાથ, વેરાવળ, માંગરોળ અને ઘેડ પંથકમાં પડેલા ભારે વરસાદે તારાજી સર્જી છે. અતિવૃષ્ટિની...
cm bhupendra patel એ હવાઈ નિરિક્ષણ બાદ બેઠક યોજી  ઘેડ પંથકની સમસ્યાના ઉકેલ માટે સુચનો મંગાવ્યા

સૌરાષ્ટ્ર ઘણાં જિલ્લાઓમાં અતિવૃષ્ટિના કારણે જનજીવન પર માઠી અસર પડી છે. વરસાદની સ્થિતિનો તાગ મેળવવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા આજે હવાઈ નિરિક્ષણ કરવામાં આવ્યું હતું. જૂનાગઢ, ગીર સોમનાથ, વેરાવળ, માંગરોળ અને ઘેડ પંથકમાં પડેલા ભારે વરસાદે તારાજી સર્જી છે. અતિવૃષ્ટિની સ્થિતિનો મુખ્યમંત્રીએ તાગ મેળવ્યો છે.

Advertisement

Aerial Inspection by CM Gujarat

હવાઈ નિરિક્ષણ બાદ બેઠક

મુખ્યમંત્રીએ આજે જૂનાગઢ અને ગીર સોમનાથના વેરાવળ, સોમનાથ, માંગરોળ, ઘેડ સહિતના વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરીને ભારે વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિનો ક્યાસ મેળવ્યો હતો અને હવાઈ નિરિક્ષણ બાદ મુખ્યમંત્રીએ જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે બેઠક કરી હતી.

Advertisement

CM Meeting in Junagadh

ઘેડમાં પાણીના નિરાકરણ માટે સુચનો મંગાવાયા

જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે મળેલી બેઠકમાં સરકારે ઘેડ પંથકમાં પાણીની સમસ્યા અંગે ચિંતા વ્યક્ત કરી આ સમસ્યાના નિરાકરણ માટે વહીવટી અધિકારીઓ પાસે સુચનો મંગાવવામાં આવ્યા હતા તેમાં તંત્રએ મુખ્યમંત્રી સમક્ષ સુચનો રજુ કર્યાં હતા. જે નીચે પ્રમાણે હતા...

Advertisement

  • ઘેડ વિસ્તારમાંથી પસાર થતી નદીઓ ઊંડી અને પહોળી કરવી
  • બામણસા અને બાલા ગામમાં ઓઝત નદીના પાળાઓ નદીઓની વહન શક્તિ મુજબ કરવા
  • નદી ઉપર આવેલા સ્ટ્રક્ચરોના ગાળા અપૂરતા હોય તેનું સમારકામ અને જાળવણી કરવી અને નવા બનાવવા
  • દરિયાકાંઠે આવેલા ટાઇડલ રેગ્યુલેટરની આઉટલેટ ક્ષમતા વધારવવા સૂચના

ઉલ્લેખનીય છે કે ઘેડ પંથકના ગામડાઓમાં વરસાદમાં પાણી ભરાવવાની સમસ્યા રહે છે અને તેના કાયમી નિરાકરણ માટે સરકાર આયોજન કરી રહી છે.

લેવાયા મહત્વના નિર્ણય

  • ઘેડ પંથકમાં જ્યાં નદીઓ સમુદ્રમાં મળે છે ત્યાં હાલના સાદા દરવાજા ને બદલે હાઇડ્રોલિક દરવાજા મુકવામાં આવશે
  • ખેડૂતો અને માલધારીઓને ઘાસચારો મળી રહે તે માટે વન વિભાગને અપાઈ સૂચના
  • આવતીકાલથી વન વિભાગ શરૂ કરશે ઘાસચારાનું વિતરણ
  • નદીઓના પાળા, પુલ, રસ્તા વગેરે જે કાંઈ પણ પાણીમાં ધોવાણ થયું હોય તેની મરામત વહેલી તકે શરૂ કરવામાં આવશે
  • તમામ રજૂઆતોને સાંભળીને મુખ્યમંત્રીએ પોઝીટીવ રહી સમસ્યા ના હલ માટેની ખાત્રી આપી

CM Bhupendra Patel conducted an aerial inspection

શું છે આગાહી

હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ તા. 21, 22 અને 23 ના રોજ સૌરાષ્ટ્ર-કચ્છમાં સાર્વત્રિક અને દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તો સૌરાષ્ટ્રના જૂનાગઢ, રાજકોટ, પોરબંદર જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં તથા ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. જણાવી દઈએ કે સમગ્ર ગુજરાતમાં 65% થી વધુ વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો : ગીરગઢડા તાલુકાનો દ્રોણેશ્વર ડેમ સીઝનમાં બીજી વાર ઓવરફ્લો થયો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.