ISKCON BRIDGE ACCIDENT: ઈસ્કોન બ્રિજ અકસ્માત મામલે CM Bhupendra Patel બોલાવી તત્કાલીન બેઠક
અમદાવાદ (ahmedabad) ઇસ્કોન બ્રિજ (iscon bridge) પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 9 જેટલા લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે.
અમદાવાદનાં ઈસ્કોન બ્રિજ પર અકસ્માત મામલે મુખ્યમંત્રી CM ભૂપેન્દ્ર પટેલે તાકીદની બેઠક બોલાવી છે. ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઈસ્કોન બ્રિજ અકસ્માત મામલે બેઠક બોલાવી છે. ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવી તથા ગૃહ વિભાગનાં અધિકારીઓ સાથે બેઠક કરશે. તેમજ અકસ્માત બાદ લેવાયેલા પગલા તેમજ પોલીસ કાર્યવાહી સહીની બાબતો પર સમીક્ષા થશે.
તથ્ય પ્રજ્ઞેશ પટેલે લોકો પર ફેરવી દીધી કારઃ હર્ષ સંઘવી
ઇસ્કોન બ્રિજના અકસ્માત મુદ્દે હર્ષ સંઘવીએ કહ્યું કે, ખુબ જ દુઃખની વાત છે કે, અમદાવાદના 17 વર્ષના યુવાન તથ્ય પટેલ પોતાના મોજશોખમાં મિત્રો સાથે ગાડીમાં રાહદારી માટે બનાવેલો રોડ રેસિંગટ્રેકની જેમ આ લોકો પર ગાડી ફેરવી 9 જેટલા લોકો મૃત્યું પામ્યા છે. તથ્ય પ્રજ્ઞેશભાઈ પટેલની સારવાર ચાલી રહી છે. ડોક્ટર મંજુરી આપશે એટલે તેને અરેસ્ટ કરવામાાં આવશે. તેના સિવાય તેના પિતા જેમનો ગુનાહિત ઈતિહાસ છે
અકસ્માતમાં 9 લોકોના મોત થયા
અમદાવાદના સરખેજ-ગાંધીનગર (SG) હાઈવે પર આવેલા ઈસ્કોન ફ્લાયઓવર પર રોડ અકસ્માત નિહાળતા લોકો એક જેગુઆરની અડફેટે આવી ગયા હતા. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય 13 લોકો ઘાયલ થયા છે. અકસ્માત જોવા આવેલા લોકોને જગુઆર કારે ટક્કર મારી હતી. જેમા બે પોલીસ કર્મચારીઓ સહિત 9 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ પણ થયા છે. ઘાયલોને સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
અકસ્માત બાદ તથ્ય પટેલ સામે ગુનો નોંધાયો
અકસ્માત બાદ તથ્ય પટેલ સામે ગુનો નોંધાયો છે. એસ.જી 2 ટ્રાફિક પોલીસના પીઆઇ વી.બી.દેસાઇ આ કેસમાં ખુદ ફરિયાદી બન્યા છે અને આરોપી સામે IPC 304 ,279. 337 338 mv act 177, 184 મુજબનો ગુનો નોંધાયો છે. પોલીસ ટૂંક સમયમાં જ આરોપી તથ્યની ધરપકડ કરશે. કલમો મુજબ આઇપીસી 304 સાપરાધ માનવ વધ અને 279 મુજબ બેજવાબદારીપૂર્વક વાહન ચલાવવું અને 184 મુજબ વાહન ઓવર સ્પીડે ચલાવવું તથા કલમ 337, 338 મુજબ લોકોના જીવન સાથે ચેડાં કરવાનો સમાવેશ થાય છે
આ પણ 'વાંચો - ઈસ્કોન બ્રીજ દુર્ઘટના બાદ AMC શહેરના બ્રીજ પર લગાવશે CCTV