ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ દેશની બેંકના સામાન્ય ક્લાર્કે Politiciansની ઉંઘ હરામ કરી દીધી....

ઇટાલીની સૌથી મોટી બેંક, બેંકા ઇન્ટેસા સેનપાઓલોના ક્લાર્કે દેશના રાજકારણીઓના બેંક ખાતાની વિગતો સ્કેન કરી બેંકના ક્લાર્ક વિન્સેન્ઝો કોવિએલોએ ઇટાલીના રાજકારણમાં હલચલ મચાવી વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીનું નામ પણ સામેલ ઘણા રાજનેતાઓ આ માહિતીથી ટેંશનમાં Politicians : ઇટાલીની સૌથી મોટી...
12:21 PM Oct 15, 2024 IST | Vipul Pandya
Banca Intesa Sanpaolo pc google

Politicians : ઇટાલીની સૌથી મોટી બેંક, બેંકા ઇન્ટેસા સેનપાઓલોમાં કામ કરતા 52 વર્ષીય ક્લાર્ક વિન્સેન્ઝો કોવિએલોએ ઇટાલીના રાજકારણમાં હલચલ મચાવી દીધી છે. તેમણે દેશના દરેક નાના-મોટા રાજકારણીઓ (Politicians) ના બેંક ખાતાની વિગતો સ્કેન કરી છે. જેમાં વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીનું નામ પણ સામેલ છે. અલજઝીરાના અહેવાલ મુજબ ઘણા રાજનેતાઓ આ માહિતીથી ટેંશનમાં છે. હવે તેમને ડર છે કે જો દુનિયાને આ વાતની જાણ થશે તો તેમનું શું થશે? જોકે, બેંક ક્લાર્ક વિન્સેન્ઝો કોવિયેલોએ કહ્યું છે કે તેમણે ક્યાંય કોઈની માહિતી લખી રાખી નથી.

તે જુએ છે કે દરેક મંત્રીના ખાતામાં કેટલા પૈસા છે. પૈસા ક્યાંથી આવ્યા અને ક્યાં મોકલવામાં આવ્યા?

વિન્સેન્ઝો કોવિયેલોએ કહ્યું કે તેઓ તેમના કામથી કંટાળી ગયા હતા, તેથી પોતાનું મનોરંજન કરવા માટે તેઓ મોટા નેતાઓની બેંકની વિગતો મેળવતા હતા. આ કરવામાં તેને આનંદ થયો. તે ફેબ્રુઆરી 2022 થી આ કરી રહ્યો છે. અત્યાર સુધીમાં તેણે 6,976 લોકોની બેંક વિગતો જોઈ છે. તે જુએ છે કે દરેક મંત્રીના ખાતામાં કેટલા પૈસા છે. પૈસા ક્યાંથી આવ્યા અને ક્યાં મોકલવામાં આવ્યા?

આ પણ વાંચો----હવે લોરેન્સ બિશ્નોઇની Canada Controversy માં એન્ટ્રી...

પીએમ જ્યોર્જિયા મેલોનીએ વિપક્ષ પર આરોપ લગાવ્યો

બેંક વિગતો સાથે જોડાયેલ મામલાના ખુલાસા બાદ પીએમ જ્યોર્જિયા મેલોનીએ તેને મોટો મુદ્દો બનાવી દીધો છે. તેમણે વિપક્ષી પાર્ટી પર આરોપો લગાવ્યા છે અને કહ્યું છે કે તેઓ તેમને પદ પરથી હટાવવા માટે આવું કરી રહ્યા છે. કોવિયેલો (બેંક કારકુન) આમાં માત્ર એક પ્યાદુ છે.

આ મોટા નેતાઓની પણ માહિતી સામેલ

મેલોની સિવાય, જે મોટા નેતાઓની બેંક વિગતો જોવામાં આવી છે, તેમાં તેમની બહેન એરિયાના, ઇટલીના પાર્ટી બ્રધર્સના સચિવાલય સંયોજક અને પીએમના ભૂતપૂર્વ સહાયક એન્ડ્રીયા ગિયામ્બ્રુનોના નામ પણ સામેલ છે. આ સિવાય રક્ષા મંત્રી ગિડો ક્રોસેટ્ટો, પર્યટન મંત્રી ડેનિએલા સેન્ટાન્ચે, યુરોપીયન મામલાના મંત્રી રાફેલ ફિટ્ટો અને સેનેટ પ્રમુખ ઈગ્નાઝિયો લા રુસા પણ આ યાદીમાં સામેલ છે.

આ પણ વાંચો----Entertainment: ઇટલીમાં લુંટ બાદ દિવ્યાંકા-વિવેકની 'ઘર વાપસી

Tags :
Banca Intesa Sanpaolobank account detailsItalyItaly Bank Clerk Found Detail Of Politicianpoliticians bank account details politiciansPrime Minister Georgia Maloney
Next Article