Cillian Murphy એ પરિવારની યાદમાં ખરીદ્યું 105 વર્ષ જૂનું થિયેટર
- ઉનાળાના વેકેશનમાં અહીંયા આવીને ફિલ્મો નિહાળતા
- Cillian Murphy એ તેને રિનોવેટ કરવાનો નિર્ણય લીધો
- Cillian Murphy ના હાથ હેઠળ ફીનિક્સ સિનેમાને ચલાવાશે
Cillian Murphy Buy Phoenix Cinema : Peaky Blinders અને Oppenheimer માં જોવા મળતા દિગ્ગજ બ્રિટિશ અભિનેતા Cillian Murphy અને તેમની પત્ની યવોન મૈકગિલિસે તાજેતરમાં એક થિયેટર ખરીદ્યું છે. જોકે અભિનેતા Cillian Murphy માટે આ થિયેટર ખુબ જ મૂલ્યવાન છે. ત્યારે આ થિયેટર આયરલેન્ડના ડિંગલમાં કાઉન્ટી કેરી શહેરમાં આવેલું છે. તે ઉપરાંત આ થિયેટરનું નામ ફીનિક્સ સિનેમા છે. આ Phoenix Cinema 100 વર્ષ કરતા પણ વધારે વર્ષ જૂનું છે. જોકે થિયેટરને સિનેમાહોલ ઉપરાંત તેને ડાંસ હોલ તરીકે પણ ઓળખવામાં આવે છે.
ઉનાળાના વેકેશનમાં અહીંયા આવીને ફિલ્મો નિહાળતા
જોકે ફીનિક્સ સિનેમા કાઉન્ટી કેરીમાં આવેલું એકમાત્ર એવું થિયેટર છે, જે 100 વર્ષોથી સિનેમા ચાહકોને સિનેમારસ પીરસી રહ્યું છે. જોકે Cillian Murphy અને તેની પત્નીએ વર્ષ 2025 માં આ Phoenix Cinema ને રિનોવેટ કરવાનું નક્કી કર્યું છે. Cillian Murphy એ આ થિયેટર વિશે જણાવ્યું છે કે, બાળપણમાં મારા પિતા મને આ થિયેટરમાં ફિલ્મ બતાવવા માટે લાવતા હતા. જોકે મોટાભાગે અમે ઉનાળાના વેકેશનમાં અહીંયા આવીને ફિલ્મો નિહાળતા હતા. જોકે આ Phoenix Cinema એટલું જૂનું છે કે, જ્યારે મારા પિતા યુવાન હતા, ત્યારે પણ તેઓ આ થિયેટરમાં ફિલ્મ જોવા માટે આવતા હતા.
આ પણ વાંચો: કરણ અર્જુન કે પુષ્પા! કોણ રહ્યું આગળ? જાણો બોક્સ ઓફિસ કલેક્શનનો અહેવાલ
View this post on Instagram
Cillian Murphy એ તેને રિનોવેટ કરવાનો નિર્ણય લીધો
Cillian Murphy એ આ થિયેટરની વધુ વિશેષતાઓ જણાવી કે, મને મારા પિતા આ થિયેટરમાં જે રીતે ફિલ્મ બતાવવા માટે લાવતા હતા, તેવી જ રીતે હું પણ મારા બાળકોને અનેકવાર ફિલ્મો બતાવવા માટે લાવ્યો હતો. અમે સારી રીતે જાણીએ છીએ કે, ડિંગલ સિનેમાનો અર્થ શું થાય છે. જોકે Phoenix Cinema આશરે 105 વર્ષ જૂનું છે. આ Phoenix Cinema ને જિમી અને જોની હૌલિહાન ભાઈઓ દ્વારા બનાવવામાં આવ્યું હતું. તે ઉપરાંત Phoenix Cinema માં બેવાર આગજનની જેવી ઘટના પણ બની હતી. જે બાદ ફીનિક્સ સિનેમાનું ફરીથી નિર્માણ કરવામાં આવ્યું હતું.
View this post on Instagram
Cillian Murphy ના હાથ હેઠળ ફીનિક્સ સિનેમાને ચલાવાશે
વર્ષ 1950 માં Phoenix Cinema જોન મૂરે ખરીદ્યું હતું અને તેણે તેમાં કોન્સર્ટ હોલ અને ડાન્સ હોલ બનાવ્યો હતો. વર્ષ 1978 માં ફિનિક્સ સિનેમાને માઈકલ ઓ'સુલિવને ખરીદ્યું અને કોવિડ-19 ના આગમન સુધી તેને ચલાવ્યું હતં. જોકે લોકડાઉને કારણે Phoenix Cinema ને તાળા મારવા પડ્યા હતા. જે પછી તાજેતરમાં Cillian Murphy એ આ Phoenix Cinema ને ખરીદ્યું છે. તો આગામી દિવસોમાં Cillian Murphy ના હાથ હેઠળ ફીનિક્સ સિનેમાને ચલાવવામાં આવશે. જોકે તે પહેલા Cillian Murphy એ તેને રિનોવેટ કરવાનો નિર્ણય લીધો છે.
આ પણ વાંચો: Film Aandhi :સેલ્યુલોઇડ પર કંડારાયેલ કવિતા-3