Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Fraud Case : ચીટર સ્વામી ગેંગના વી.પી સ્વામીની ધરપકડ

વડતાલ મંદિરના ચીટર સ્વામી ગેંગના મુખ્ય સુત્રધારની ધરપકડ સ્વામી વિજય પ્રકાશની CID ક્રાઇમે ગાંધીનગરથી કરી ધરપકડ રાજકોટના જમીન લે વેચના વેપારી સાથે આચરી હતી છેતરપિંડી વેપારી સાથે આચરી હતી 3 કરોડની છેતરપિંડી મામલામાં અગાઉ એક સ્વામી સહિત 4 લોકો...
fraud case   ચીટર સ્વામી ગેંગના વી પી સ્વામીની ધરપકડ
  • વડતાલ મંદિરના ચીટર સ્વામી ગેંગના મુખ્ય સુત્રધારની ધરપકડ
  • સ્વામી વિજય પ્રકાશની CID ક્રાઇમે ગાંધીનગરથી કરી ધરપકડ
  • રાજકોટના જમીન લે વેચના વેપારી સાથે આચરી હતી છેતરપિંડી
  • વેપારી સાથે આચરી હતી 3 કરોડની છેતરપિંડી
  • મામલામાં અગાઉ એક સ્વામી સહિત 4 લોકો પકડાયા છે
  • પોઇચા જેવું મંદિર બનાવવાનું કહી સ્વામીએ ઠગાઇ આચરી હતી

Fraud Case : વડતાલ તાબા મંદિરના ચીટર સ્વામી ગેંગના મુખ્ય સુત્રધાર જુનાગઢના ઝાલાણસરના સ્વામી વિજય પ્રકાશ ઉર્ફે વી પી સ્વામી ની સી આઈ ડી ક્રાઈમ ગાંધીનગર દ્વારા ધરપકડ કરાઇ છે. રાજકોટના જમીન લે વેચના વેપારી જસ્મીનભાઈ માઢક સાથે કરાયેલી 3 કરોડ ની છેતરપીંડીના કેસ(Fraud Case)માં ધરપકડ કરવામાં આવી છે. અગાઉ એક સ્વામી સહિત 4 આરોપીની ધરપકડ કરાઇ હતી. ચીટર ગેંગ દ્વારા પોઇચા જેવું મંદિર બનાવવાનું છે તેમ કહીને કરોડોની ઠગાઈ કરી હતી.

Advertisement

ઝાલણસરના સ્વામી વિજયપ્રકાશ ઉર્ફે વી.પી. સ્વામીની ધરપકડ

ઉલ્લેખનિય છે કે સ્વામિનારાયણ સંપ્રદાયનાં ચાર સ્વામી સહિતની ટોળકી સામે મંદિર અને ગૌશાળાની ખરીદી કરવાના નામે 3.4 કરોડની છેતરપીંડીની ફરિયાદ રાજકોટ પોલીસમાં નોંધવામાં આવી હતી. દરમિયાન આ ચકચારી કેસમાં મુખ્ય સુત્રધાર સમાન જૂનાગઢના ઝાલણસરના સ્વામી વિજયપ્રકાશ ઉર્ફે વી.પી. સ્વામીની સીઆઈડી ક્રાઈમ ગાંધીનગર દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો----Rajkot : કરોડો રૂપિયાની ઠગાઈ મામલે ફરાર 4 સ્વામીઓ પર કસાયો સકંજો, ફટકારાઈ આ નોટિસ!

પોઈચા જેવું મંદિર બનાવવાના નામે મોટુ વળતર મળશે તેવી લાલચ આપી

રાજકોટના જમીન લે વેચના વેપારીને પોઈચા જેવું મંદિર બનાવવાના નામે મોટુ વળતર મળશે તેવી લાલચ આપીને ચીટર ગેંગે ઠગાઇ કરી હતી.આ મામલે સ્વામિનારાયણ સંપ્રદાયનાં સાધુ વી.પી. સ્વામી (વિજય પ્રકાશ સ્વામી) જે.કે. સ્વામી (જયકૃષ્ણ) એમ.પી. સ્વામી સહિત લાલજી ઢોલા, સુરેસ, ભુપેન્દ્ર અને વિભસિંહ નામના શખ્સો વિરુધ્ધ રાજકોટનાં ભક્તિનગર પોલીસ મથકમાં 3.04 કરોડની છેતરપીંડીની ફરિયાદ નોંધાવામાં આવી હતી. ગુનો નોંધાયા બાદ રાજકોટ પોલીસે સ્વામીના સાગરિત લાલજી ઢોલાને સુરતથી ઝડપી લીધો હતો.

Advertisement

ચીટર સ્વામીની ધરપકડ

દરમિયાન મળી રહેલા સમાચાર મુજબ ચીટર ગેંગના મુખ્ય સુત્રધાર જુનાગઢના ઝાલાણસરના સ્વામી વિજય પ્રકાશ ઉર્ફે વી પી સ્વામી ની સી આઈ ડી ક્રાઈમ ગાંધીનગર દ્વારા ધરપકડ કરાઇ છે. સમગ્ર કેસની તપાસ સીઆઈડી ક્રાઈમ ગાંધીનગરને સોંપવામાં આવી હતી. ત્યારબાદ જે.કે. સ્વામીની પણ ધરપકડ કરાઇ હતી.વી.પીસ્વામીની ધરપકડ થયા બાદ આજે રાજકોટની કોર્ટમાં રીમાન્ડ માટે રજુ કરવામાં આવશે.

આ પણ વાંચો---Rajkot District Bank બની ખેડૂતોનો સહારો

Tags :
Advertisement

.