Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચીનની અવળચંડાઇ, 26/11 ના આરોપીને વૈશ્વિક આતંકવાદી જાહેર થતા અટકાવ્યો

આતંકવાદને લઈને પાડોશી દેશ ચીનનો અસલી ચહેરો ફરી એકવાર સામે આવ્યો છે. ચીને આતંકવાદી સાજિદ મીરને વૈશ્વિક આતંકવાદીઓની યાદીમાં સામેલ કરવા પર રોક લગાવી દીધી છે. ભારત અને અમેરિકાએ મીરને આ યાદીમાં મૂકવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ ચીને તેને વીટો...
ચીનની અવળચંડાઇ  26 11 ના આરોપીને વૈશ્વિક આતંકવાદી જાહેર થતા અટકાવ્યો

આતંકવાદને લઈને પાડોશી દેશ ચીનનો અસલી ચહેરો ફરી એકવાર સામે આવ્યો છે. ચીને આતંકવાદી સાજિદ મીરને વૈશ્વિક આતંકવાદીઓની યાદીમાં સામેલ કરવા પર રોક લગાવી દીધી છે. ભારત અને અમેરિકાએ મીરને આ યાદીમાં મૂકવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ ચીને તેને વીટો કરી દીધો છે. સાજિદ મીર મુંબઈમાં 26/11ના હુમલામાં વોન્ટેડ છે અને તે લશ્કરનો ખતરનાક આતંકવાદી છે.

Advertisement

સાજિદ મીર લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી છે

માહિતી અનુસાર, ચીને મંગળવારે પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાના આતંકવાદી સાજિદ મીરને સંયુક્ત રાષ્ટ્રમાં વૈશ્વિક આતંકવાદી તરીકે નામાંકિત કરવાના ભારત અને અમેરિકાના પ્રસ્તાવને અવરોધિત કરી દીધો છે. બેઇજિંગે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની 1267 અલ કાયદા પ્રતિબંધ સમિતિ હેઠળ મીરને વૈશ્વિક આતંકવાદી તરીકે બ્લેકલિસ્ટ કર્યો છે અને યુએસ દ્વારા રજૂ કરાયેલ અને ભારત દ્વારા સહ-નિયુક્ત કરાયેલ સંપત્તિ ફ્રીઝ, મુસાફરી પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

Advertisement

26/11 હુમલામાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદી

Advertisement

ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જાણવા મળ્યું હતું કે, ચીને સંયુક્ત રાષ્ટ્રમાં મીરને નામાંકિત કરવાના પ્રસ્તાવને રોકી દીધો હતો. બેઇજિંગે હવે આ પ્રસ્તાવ પર રોક લગાવી દીધી છે. મીર ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓમાંનો એક છે અને 26/11ના મુંબઈ આતંકી હુમલામાં તેની ભૂમિકા બદલ યુએસ દ્વારા તેના માથા પર USD 5 મિલિયનનું ઇનામ છે.

પાકિસ્તાને ગયા વર્ષે 2008 ના મુંબઈ આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડ સાજિદ મીરની ધરપકડ કરી હતી. સાજિદ મીરને લાહોરની આતંકવાદ વિરોધી અદાલતે 15 વર્ષની સજા સંભળાવી હતી. એક વરિષ્ઠ વકીલે જણાવ્યું હતું કે જૂનની શરૂઆતમાં લાહોરની આતંકવાદ વિરોધી અદાલતે પ્રતિબંધિત લશ્કર-એ-તૈયબાના આતંકવાદી સાજિદ મીરને 15 વર્ષની જેલની સજા સંભળાવી છે. ન્યૂઝ એજન્સી અનુસાર, આ સજા ટેરર ​​ફંડિંગ કેસમાં આપવામાં આવી છે. સાજિદ મીર FBI ના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓની યાદીમાં સામેલ છે. પાકિસ્તાન હંમેશા સાજિદ મીરના અસ્તિત્વને નકારતું આવ્યું છે. પાકિસ્તાન સરકારે દાવો પણ કર્યો હતો કે તેમનું મૃત્યુ થયું છે.

પાકિસ્તાને મોતનો દાવો કર્યો હતો

તમને જણાવી દઈએ કે, ડિસેમ્બર 2021 માં પાકિસ્તાનના અધિકારીઓએ દાવો કર્યો હતો કે સાજિદ મીરનું મૃત્યુ થયું છે, પરંતુ અમેરિકા સહિત પશ્ચિમી દેશોએ પાકિસ્તાન પર શંકા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાને સાજિદ મીરના મૃત્યુના પુરાવા રજૂ કરવા જોઈએ. ત્યાર બાદ પાકિસ્તાને અચાનક 21 એપ્રિલ 2022 ના રોજ સાજિદ મીરની ધરપકડ કરવાનો દાવો કર્યો હતો અને 16 મે 2022 ના રોજ તેને સજા ફટકારવામાં આવી હતી અને તેને લાહોરની કોટ લખપત જેલમાં મોકલવામાં આવ્યો હતો.

એ પણ નોંધનીય છે કે આ પહેલીવાર નથી જ્યારે ચીને આ મામલે વીટો લગાવીને ભારત અને અમેરિકાના પ્રસ્તાવને અટકાવ્યો હોય. આ પહેલા પણ સપ્ટેમ્બર 2022 માં ભારત અને ચીન સંયુક્ત રાષ્ટ્રમાં સામસામે આવી ચુક્યા છે. ત્યારે પણ મુદ્દો લશ્કર-એ-તૈયબાના આતંકવાદી સાજિદ મીરને બ્લેકલિસ્ટ કરવાનો હતો. જે 2008 ના મુંબઈ હુમલાના મુખ્ય આરોપીઓમાંનો એક હતો. હકીકતમાં, અમેરિકા સંયુક્ત રાષ્ટ્રમાં સાજિદ મીરને 'આંતરરાષ્ટ્રીય આતંકવાદી' જાહેર કરવાનો પ્રસ્તાવ લાવ્યો હતો અને ભારતે પણ આ પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું.

આ પણ વાંચો : વિશ્વની નજર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસ પર, જાણો તેમના તમામ કાર્યક્રમો વિશે

Tags :
Advertisement

.