Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

CM ભૂપેન્દ્ર પટેલ 27 અને 28 મેએ દિલ્હીના પ્રવાસે, નવી સંસદ ભવનના લોકાર્પણ પ્રસંગે આપશે હાજરી

ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ આવતીકાલથી બેદિવસના દિલ્હીના પ્રવાસે જવાના છે. તેઓ 27 અને 28 મેના રોજ દિલ્હીમાં નીતિ અતોગની બેઠકમાં ભાગ લેશે. તે સિવાય 28 મેના રોજ નવા સંસદ ભવનાના ઉદ્ઘાટન થવાનું છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવા સંસદ ભવનના...
cm ભૂપેન્દ્ર પટેલ 27 અને 28 મેએ દિલ્હીના પ્રવાસે  નવી સંસદ ભવનના લોકાર્પણ પ્રસંગે આપશે હાજરી

ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ આવતીકાલથી બેદિવસના દિલ્હીના પ્રવાસે જવાના છે. તેઓ 27 અને 28 મેના રોજ દિલ્હીમાં નીતિ અતોગની બેઠકમાં ભાગ લેશે. તે સિવાય 28 મેના રોજ નવા સંસદ ભવનાના ઉદ્ઘાટન થવાનું છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવા સંસદ ભવનના ઉદઘાટનમાં ઉપસ્થિત રહેશે. અને તે બાદ મુખ્યમંત્રી 29 મે સોમવારના દિવસે ગાંધીનગરમાં મુખ્યમંત્રી કાર્યાલય ખાતે આવનાર મુલાકાતીઓને રાબેતા મુજબ મળશે.

Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. આ પ્રસંગે 75 રૂપિયાનો નવો સિક્કો પણ બહાર પાડવામાં આવશે, જેમાં ઘણી વિશેષતાઓ હશે. નાણા મંત્રાલયે નવા સિક્કા બનાવવા અંગે નોટિફિકેશન બહાર પાડ્યું છે.

આ સિક્કો ભારત સરકારની કોલકાતા ટંકશાળમાં બનાવવામાં આવી રહ્યો છે. નવા સંસદભવનના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન પીએમ મોદી દ્વારા તેનું લોકાર્પણ કરવામાં આવશે. નાણા મંત્રાલયે કહ્યું છે કે આ સિક્કાને ફર્સ્ટ શેડ્યૂલના નિયમોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવશે.

Advertisement

નવી સંસદમાં ઘૂસણખોરોને રોકવા માટે નક્કર વ્યવસ્થા કરવામાં આવી છે. થર્મલ ઈમેજિંગ સિસ્ટમ કોઈપણ ઘુસણખોરને શોધવામાં મદદરૂપ સાબિત થશે. આ ઉપરાંત કોઈપણ દુર્ઘટનાને પહોંચી વળવા માટે મજબૂત ફાયર એલાર્મ સિસ્ટમ હશે. આગને કારણે નુકસાન ન થાય તે માટે ફાયર સપ્રેશન સિસ્ટમ આપવામાં આવી છે.

આ પણ વાંચો : જો તમે સમોસા ખાવાના શોખીન છો તો તમારા માટે ખૂબ જરૂરી છે આ જાણવું…

Advertisement

Tags :
Advertisement

.