Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

CM ની કર્મચારીઓને ટકોર...આ મારુ કામ નથી એવું કહેતો થાય ત્યાંથી તકલીફ ચાલુ થાય છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના સેક્ટર 26માં તૈયાર કરાયેલા નવા સ્પીપા સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્મચારીઓ અને અધિકારીઓને સંબોધન કર્યું રાજ્યના કર્મચારીઓએ ઇનિશ્યેટીવ લેવો જોઇએ આપણે સારા પુસ્તકો તો વાંચીએ છીએ પણ તેની સારી વાત અનુસરતા નથી સરકાર...
cm ની કર્મચારીઓને ટકોર   આ મારુ કામ નથી એવું કહેતો થાય ત્યાંથી તકલીફ ચાલુ થાય છે
Advertisement
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના સેક્ટર 26માં તૈયાર કરાયેલા નવા સ્પીપા સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્મચારીઓ અને અધિકારીઓને સંબોધન કર્યું
  • રાજ્યના કર્મચારીઓએ ઇનિશ્યેટીવ લેવો જોઇએ
  • આપણે સારા પુસ્તકો તો વાંચીએ છીએ પણ તેની સારી વાત અનુસરતા નથી
  • સરકાર એક પણ ડિપાર્ટમેન્ટની અવગણના ના કરી શકે

Chief Minister Bhupendra Patel : સ્પીપાના નવા સેન્ટર અને બિલ્ડીંગનું આજે લોકાર્પણ કરાયું હતું. સ્પીપાનું નવુ સેન્ટર ગાંધીનગરના સેક્ટર 26માં તૈયાર કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel) સ્પીપા સેન્ટરનું ઉદ્ઘાટન કરતા સરકારી કર્મચારીઓને માર્મિક ટકોર કરી હતી કે સરકાર એક પણ ડિપાર્ટમેન્ટની અવગણના ના કરી શકે છતાં કેટલાક કર્મચારી કે અધિકારી એવું વિચારે છે કે મને ક્યાં આ ડિપાર્ટમેન્ટમાં મુકી દીધો અને બીજા કર્મચારી પણ એવી રીતે જુવે છે કે આને સજા પડી છે. તેમણે એમ પણ કહ્યું કે મગજથી વિચારી ના લેશો કે આ સારુ અને આ ખરાબ.

ગાંધીનગરના સેક્ટર 26માં તૈયાર કરાયેલા નવા સ્પીપા સેન્ટરનું ઉદ્ઘાટન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરના સેક્ટર 26માં તૈયાર કરાયેલા નવા સ્પીપા સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે સ્પીપા અમદાવાદની નવી ઓફિસ અને હોસ્ટેલનું પણ ઇ-લોકાર્પણ કર્યું હતું. આ નવી બિલ્ડીંગથી સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતા ઉમેદવારોને મદદ મળશે.

Advertisement

આ પણ વાંચો---Kutch: CM ભૂપેન્દ્ર પટેલ કચ્છવાસીઓને આપશે117 કરોડના વિકાસકાર્યોની ભેટ

Advertisement

રાજ્યના કર્મચારીઓએ ઇનિશ્યેટીવ લેવો જોઇએ

આ પ્રસંગે રાજ્ય સરકારના કર્મચારીઓ અને અધિકારીઓને મુખ્યમંત્રીએ સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે રાજ્યના કર્મચારીઓએ ઇનિશ્યેટીવ લેવો જોઇએ. આ મારુ કામ નથી એવું કહેતો થાય ત્યાંથી તકલીફ ચાલુ થાય છે. તેમણે કહ્યું કે હમણાં એક શિક્ષકની બદલી થઇ ત્યારે આખુ ગામ રડતું હતું. આવી કામગિરી કરવી જોઇએ.

આપણે સારા પુસ્તકો તો વાંચીએ છીએ પણ તેની સારી વાત અનુસરતા નથી

મુખ્યમંત્રીએ કહ્યું કે આપણે સારા પુસ્તકો તો વાંચીએ છીએ પણ તેની સારી વાત અનુસરતા નથી. સરકારી કર્મચારી બન્યા છીએ તો કામગિરી તો કરવાની જ છે અને હવે કર્મચારીએ કર્મયોગી બનવાની જરુર છે. કર્મચારી અને લોકપ્રતિનિધીઓએ સાથે મળીને કામ કરવાનું છે. તમારા વગર તો અમને ચાલશે જ નહીં. આખરે સહી તો તમારી જ કરવાની છે ને તેમ તેમણે કહ્યું હતું. હાલમાં વાવાઝોડુ આવ્યું ત્યારે જનતાના પ્રતિનીધી અને અધિકારીઓએ એક થઇને કામ કર્યું હતું. અને વાવાઝોડામાં કોઇને તકલીફ પડી ન હતી.

આ પણ વાંચો---CM Bhupendra Patel અને ગૃહ રાજ્યમંત્રી Harsh Sanghvi એ Vadodaraમાં શેલ્ટર હોમની મુલાકાત લીધી

તમે ગઇ કાલે આવેલું પરિણામ જુવો

મુખ્યમંત્રીએ કહ્યું કે નરેન્દ્ર મોદી 23 વર્ષ સુધી સતત વહિવટી ક્ષેત્રમાં રહ્યા હતા અને પ્રજાની કામગિરી સિવાય એમની પાસે બીજી કોઇ જ વાત ન હતી. તમે ગઇ કાલે આવેલું પરિણામ જુવો. બધા કહેતા હતા કે આમ થઇ જશે, તેમ થઇ જશે પણ પરિણામ શું આવ્યું.

સરકાર એક પણ ડિપાર્ટમેન્ટની અવગણના ના કરી શકે

તેમણે સરકારી કર્મચારીઓને માર્મિક ટકોર કરી હતી કે સરકાર એક પણ ડિપાર્ટમેન્ટની અવગણના ના કરી શકે છતાં કેટલાક કર્મચારી કે અધિકારી એવું વિચારે છે કે મને ક્યાં આ ડિપાર્ટમેન્ટમાં મુકી દીધો અને બીજા કર્મચારી પણ એવી રીતે જુવે છે કે આને સજા પડી છે. તેમણે એમ પણ કહ્યું કે મગજથી વિચારી ના લેશો કે આ સારુ અને આ ખરાબ.

તમે કામગિરી માત્ર જવાબદારી પુરતી ના જશો

આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્ય સચિવ રાજકુમારે પણ કર્મચારીઓને ટકોર કરી હતી કે કાગળ ટેબલ પર આવ્યો અને આપણા ટેબલથી આગળ જતો રહે એ પ્રકારે કામ કરીએ તો એ સેવા ભાવ ના કહેવાય. તેવી કામગિરીમાં રાજ્ય સરકારનો હેતુ પૂર્ણ થતો નથી. તમે કામગિરી માત્ર જવાબદારી પુરતી ના જશો. આ રાજ્ય મારુ છે અને અરજદાર અને તેના પરિવારને સમજો, તેની તકલીફમાં મદદ કરો.

આ પણ વાંચો---Godhra: CM Bhupendra Patel એ આરોગ્યમ Cancer Hospital નું લોકાર્પણ કર્યુ

Tags :
Advertisement

Related News

featured-img
રાજકોટ

Gujarat પોલીસે જાતીય શોષણના સાક્ષીની હત્યા કરનાર આસારામ સાથે જોડાયેલા શૂટરની ધરપકડ કરી

featured-img
રાષ્ટ્રીય

PM મોદીએ અમદાવાદી સ્કૂટર ચાલકને કર્યો યાદ, કહ્યું જાડી ચામડીના થવું જોઇએ

featured-img
રાષ્ટ્રીય

રાહુલ ગાંધીને મોટી રાહત, માનહાનિના કેસમાં મળ્યા જામીન, સાવરકર સાથે સંબંધિત છે મામલો

featured-img
આંતરરાષ્ટ્રીય

સીરિયામાં ભોજન માટે મચી ભાગદોડ, અનેક લોકોનાં મોત અનેક ઘાયલ

featured-img
અમદાવાદ

Ahmedabad: શહેરમાં HMPV વાયરસનો વધુ એક કેસ નોંધાયો, તંત્ર એલર્ટ થયુ

featured-img
ગાંધીનગર

Gandhinagar: મકાનની દીવાલ ધરાશાયી થતા 2 ના મોત, એકની હાલત ગંભીર; 7 લોકો કરી રહ્યાં હતા કામ

Trending News

.

×