Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે આપી રાજ્યની 12 મહિલા ધારાસભ્યોને વિશેષ ભેટ

મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે (Chief Minister Bhupendra Pate) રાજ્યના મહિલા ધારાસભ્યો (MLA)ને વિશેષ ભેટ આપી છે. મુખ્યમંત્રીએ રાજ્યની મહિલા ધારાસભ્યોને રોડ રસ્તાના કામ માટે વધારાની સવા કરોડ રુપિયાની ગ્રાન્ટ ફાળવી છે. મુખ્યમંત્રીની આ નવી પહેલના કારણે  મહિલા ધારાસભ્યો તેમના મતવિસ્તારમાં વધારાના...
મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે આપી રાજ્યની 12 મહિલા ધારાસભ્યોને વિશેષ ભેટ
મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે (Chief Minister Bhupendra Pate) રાજ્યના મહિલા ધારાસભ્યો (MLA)ને વિશેષ ભેટ આપી છે. મુખ્યમંત્રીએ રાજ્યની મહિલા ધારાસભ્યોને રોડ રસ્તાના કામ માટે વધારાની સવા કરોડ રુપિયાની ગ્રાન્ટ ફાળવી છે. મુખ્યમંત્રીની આ નવી પહેલના કારણે  મહિલા ધારાસભ્યો તેમના મતવિસ્તારમાં વધારાના વિકાસના કામો કરી શકશે
સવા કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્‍ટ 
મહિલા ધારાસભ્યોને તેમના મત વિસ્તારમા આ વર્ષે રોડ-રસ્તાના કામો માટે સવા કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્‍ટ ફાળવાશે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્‍દ્ર પટેલે રાજ્યનાં મહિલા ધારાસભ્યોને લોકહિતનાં કામો માટે મળતી નિયમિત ગ્રાન્‍ટમાં ૨૦૨૩-૨૪નાં વર્ષ માટે સવા કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્‍ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે.
12 મહિલા ધારાસભ્યોને મળી ભેટ 
ગુજરાત વિધાનસભામાં વિધાયક તરીકે જન પ્રતિનિધિત્વ કરતા ૧૨ મહિલા ધારાસભ્યોને પ્રત્યેકને તેમના વિસ્તારોમાં રોડ-રસ્તાનાં વિવિધ કામો માટે વધારાના સવા કરોડ રૂપિયાની ગ્રાન્‍ટ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્‍દ્ર પટેલના આ મહિલા જનપ્રતિનિધિ હિતલક્ષી નિર્ણયની ફળશ્રુતિએ મળશે.
મહિલા ધારાસભ્યોએ કરેલી રજૂઆતનો સકારાત્મક પ્રતિસાદ
મુખ્યમંત્રીશ્રી સમક્ષ આ અંગે રાજ્યના મહિલા ધારાસભ્યોએ કરેલી રજૂઆતનો સકારાત્મક પ્રતિસાદ આપતાં તેમણે આ નિર્ણય કર્યો છે. વધારાની ગ્રાન્ટ મળવાના કારણે મહિલા ધારાસભ્યો પોતાના મતવિસ્તારમાં લોકો માટે વિકાસના વધુ કામો કરી શકશે.
Advertisement
Tags :
Advertisement

.