Naxalites Arrested : Chhattisgarh માં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, 19 નક્સલવાદીઓ ઝડપાયા...
- Chhattisgarh ના સુકમામાં સુરક્ષા દળોનું ઓપરેશન
- 3 પુરસ્કૃત નક્સલવાદી કમાન્ડરો સહિત કુલ 19 નક્સલવાદીઓની ધરપકડ
- 27 ઓક્ટોબરે 14 નક્સલવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી
છત્તીસગઢ (Chhattisgarh)ના નક્સલ પ્રભાવિત સુકમા જિલ્લામાં સુરક્ષા દળોએ 3 પુરસ્કૃત નક્સલવાદી (Naxalites) કમાન્ડરો સહિત કુલ 19 નક્સલવાદી (Naxalites)ઓની ધરપકડ (Naxalites Arrested) કરી છે. આ વિશે માહિતી આપતા પોલીસ અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું હતું કે સુકમા જિલ્લાના ભેજજી અને જગરગુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુરક્ષા દળો દ્વારા 19 નક્સલવાદી (Naxalites)ઓની ધરપકડ (Naxalites Arrested) કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે આ 3 નક્સલવાદી કમાન્ડરોમાંથી દરેકને 1 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું અને તેમની ઓળખ 25 વર્ષીય બરસે હડમા, 20 વર્ષીય બરસે નાગેશ અને 18 વર્ષીય હેમલા જીતુ તરીકે કરવામાં આવી છે.
ભંડારપાદર ગામના જંગલોમાં કરી ધરપકડ...
અધિકારીઓએ જણાવ્યું કે, 27 ઓક્ટોબરના રોજ ભેજજી પોલીસ સ્ટેશન વિસ્તારના ગોમપદ અને ભંડારપાદર ગામોની વચ્ચેના જંગલમાં નક્સલવાદી (Naxalites)ઓની હાજરી અંગેના ઇનપુટ મળ્યા બાદ , જિલ્લા દળ અને CRPF ની સંયુક્ત ટીમને ઓપરેશન માટે મોકલવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે, બાદમાં પોલીસે ભંડારપાદર ગામના જંગલોને ઘેરી લીધા અને 5 નક્સલીઓની ધરપકડ (Naxalites Arrested) કરી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ધરપકડ (Naxalites Arrested) કરાયેલા નક્સલવાદીઓ પર આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં ઇલેક્ટ્રિશિયન પોડિયામ જોગાની હત્યા કરવાનો અને સપ્ટેમ્બરમાં પોલીસ બાતમીદારના આરોપમાં તે જ ગામના ઓયામી પાંડુની હત્યામાં સામેલ હોવાનો આરોપ છે. અધિકારીઓએ જણાવ્યું કે, આ 3 નક્સલવાદીઓમાંથી તેમની સામે 2022 માં 2 પોલીસકર્મીઓની હત્યાનો પણ આરોપ છે.
Chhattisgarh police arrested 19 Naxalites in Sukma, including 3 with rewards on head. pic.twitter.com/zQkryaz61F
— Avinash K S🇮🇳 (@AvinashKS14) October 29, 2024
આ પણ વાંચો : Delhi-હરિયાણા સહિત આ રાજ્યોમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ, શું તમારા શહેરનું નામ લીસ્ટમાં નથી?
27 ઓક્ટોબરે 14 નક્સલવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી...
અધિકારીઓએ જણાવ્યું હતું કે, અન્ય એક ઘટનામાં 27 ઓક્ટોબરના રોજ જગરગુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નક્સલવાદી પ્રવૃત્તિ વિશે ઇનપુટ મળ્યા પછી, એક સંયુક્ત ટીમે ઘેરાબંધી કરી અને 14 નક્સલવાદીઓની ધરપકડ (Naxalites Arrested) કરી. તેમણે માહિતી આપી હતી કે સુરક્ષા દળોએ ધરપકડ (Naxalites Arrested) કરાયેલા નક્સલવાદીઓ પાસેથી ગનપાઉડર, વિસ્ફોટકો અને અન્ય વસ્તુઓ જપ્ત કરી છે.
આ પણ વાંચો : Jammu and Kashmir : Udhampur માં બ્રેક ફેલ થતાં મિની બસ ખાડામાં પડી, 30 લોકો ઘાયલ
લેન્ડમાઈન નાખવાનો પ્રયાસ...
અધિકારીઓએ જણાવ્યું કે, જ્યારે નક્સલવાદીઓની પૂછપરછ કરવામાં આવી ત્યારે ખબર પડી કે તેઓ સુરક્ષા દળોને નુકસાન પહોંચાડવા માટે રસ્તામાં લેન્ડમાઈન નાખવા જઈ રહ્યા હતા. તેમણે કહ્યું કે, પોલીસે બુધવારે તમામ નક્સલવાદીઓને સ્થાનિક કોર્ટમાં રજૂ કર્યા જ્યાંથી તેમને જેલમાં મોકલવામાં આવ્યા. અધિકારીઓએ જણાવ્યું કે, નક્સલવાદી (Naxalites)ઓને પકડવા માટે સમગ્ર વિસ્તારમાં સતત વિશેષ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો : Rajasthan માં બસનો ભયંકર અકસ્માત, 12 લોકોના મોત, અનેક લોકો ઘાયલ