Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

CharDham Yatra : હવે નહીં કેપ્ચર કરી શકો ચારધામ યાત્રાના સુંદર દ્રશ્યો!

શું તમે ચાર ધામ યાત્રા (CharDham Yatra) માં ગયા છો તો તેની સાથે જોડાયેલી એક મોટી માહિતી આ સમયે સામે આવી રહી છે. જણાવી દઇએ કે, સરકારે ચારેય ધામોમાં મંદિર પરિસરમાં મોબાઈલ ફોન (Mobile Phone) લઈ જવા પર પ્રતિબંધ મૂક્યો...
chardham yatra   હવે નહીં કેપ્ચર કરી શકો ચારધામ યાત્રાના સુંદર દ્રશ્યો

શું તમે ચાર ધામ યાત્રા (CharDham Yatra) માં ગયા છો તો તેની સાથે જોડાયેલી એક મોટી માહિતી આ સમયે સામે આવી રહી છે. જણાવી દઇએ કે, સરકારે ચારેય ધામોમાં મંદિર પરિસરમાં મોબાઈલ ફોન (Mobile Phone) લઈ જવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે હવે કેદારનાથ (Kedarnath), બદ્રીનાથ (Badrinath), ગંગોત્રી (Gangotri) અને યમુનોત્રી ધામ (Yamunotri Dham) ના મંદિરોમાં ભક્તો મોબાઈલ ફોન (Mobile Phone) લઈ જઈ શકશે નહીં. એટલું જ નહીં મંદિરની 200 મીટરની રેન્જમાં મોબાઈલ ફોન લઈ જવા પર પણ ચારેય ધામોમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઉત્તરાખંડના મુખ્ય સચિવ રાધા રતુરીએ ગુરુવારે આ આદેશ જારી કર્યો હતો.

Advertisement

વીડિયોગ્રાફી કરવા પર પ્રતિબંધ

જો તમે પણ ચારધામ યાત્રા પર જવાના છો અથવા તો ત્યાં પહોંચી ગયા છો, તો તમને જણાવી દઈએ કે હવે તમે ચારધામ યાત્રા દરમિયાન જોવા મળેલા સુંદર નજારાને તમારા ફોનમાં કેપ્ચર કરી શકશો નહીં. વાસ્તવમાં ચાર ધામની મુલાકાતે આવતા ભક્તો પર મંદિર પરિસરમાં મોબાઈલ ફોન લઈ જવા પર કડક પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ઉત્તરાખંડ સરકારે ચારેય ધામોમાં મંદિર પરિસરના 50 મીટરની અંદર વીડિયોગ્રાફી કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. ચાર ધામ યાત્રા દરમિયાન ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના મુખ્ય સચિવ રાધા રાતુરીએ અધિકારીઓને ચારેય ધામોમાં મંદિર પરિસરની 50 મીટરની ત્રિજ્યામાં સોશિયલ મીડિયા માટે વીડિયો અને રીલ બનાવવા પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે. આ અંગે તેમણે જણાવ્યું હતું કે કેટલાક યાત્રિકો દ્વારા મંદિર પરિસરમાં વીડિયો અને રીલ બનાવવામાં આવી રહી છે અને તેને જોવા માટે એક જગ્યાએ ભીડ એકઠી થાય છે, જેના કારણે ભક્તોને દર્શન કરવામાં અસુવિધાનો સામનો કરવો પડે છે.

નિયમોનું પાલન નહીં થાય તો કાર્યવાહી

ઉત્તરાખંડના મુખ્ય સચિવ રાધા રતુરીએ ચારધામ યાત્રા દરમિયાન મોબાઈલ ફોન પર પ્રતિબંધ મૂકવાની માર્ગદર્શિકા જારી કરતી વખતે કહ્યું કે, જો નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે ઋષિકેશમાં ચારધામ યાત્રા પર જતા વાહનો માટે પણ મહત્વપૂર્ણ માહિતી શેર કરવામાં આવી છે. વાસ્તવમાં, ગઢવાલ કમિશનરે સૂચના જારી કરી છે કે ભદ્રકાલી ચેકપોસ્ટ પર સ્લોટ મુજબ જ વાહનોને આગળ વધવાની મંજૂરી આપવામાં આવશે. આ અંગે વાહનવ્યવહાર વિભાગ દ્વારા પણ વાહનોની તપાસ કરવામાં આવી રહી છે.

Advertisement

ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓનો ધસારો

દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાખંડની ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે. મળતી માહિતી મુજબ, અત્યાર સુધીમાં 3.37 લાખ શ્રદ્ધાળુઓ ચારધામના દર્શન કરી ચુક્યા છે. તેમાંથી અત્યાર સુધીમાં કેદારનાથમાં 1.55 લાખ, બદ્રીનાથમાં 45,637, ગંગોત્રીમાં 66 હજાર અને યમુનોત્રીમાં 70 હજાર શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે.

આ પણ વાંચો - Char Dham Yatra: ન ભોજન- ન પાણી, રસ્તા પર રાત વિતાવવા પર મજબૂર બન્યા શ્રદ્ધાળુ

Advertisement

આ પણ વાંચો - સિંગાપોર અને હોંગકોંગ બાદ હવે નેપાળે MDH અને EVEREST મસાલા પર મુક્યો પ્રતિબંધ

Tags :
Advertisement

.