Chardham Yatra : સઘન સુરક્ષા વચ્ચે ચારધામ યાત્રાનો આરંભ, ગંગોત્રી-યમુનોત્રી ધામના કપાટ ખુલ્યા
- CM પુષ્કરસિંહ ધામીએ ગંગોત્રી ધામમાં કરી પૂજા-અર્ચના
- 2 મેના રોજ કેદારનાથ, 4 મેએ બદ્રીનાથના કપાટ ખુલશે
- ચારધામ સ્થળોએ આતંકવાદ વિરોધી સ્ક્વોડ તૈનાત
Chardham Yatra : સઘન સુરક્ષા વચ્ચે આજથી ચારધામ યાત્રાનો આરંભ થયો છે. જેમાં ગંગોત્રી-યમુનોત્રી ધામના કપાટ ખુલ્યા, શ્રદ્ધાળુ ઉમટ્યા છે. CM પુષ્કરસિંહ ધામીએ ગંગોત્રી ધામમાં પૂજા-અર્ચના કરી છે. 2 મેના રોજ કેદારનાથ, 4 મેએ બદ્રીનાથના કપાટ ખુલશે. ચારધામ સ્થળોએ આતંકવાદ વિરોધી સ્ક્વોડ તૈનાત કરવામાં આવી છે. તેમજ 6 હજારથી વધુ પોલીસ જવાન બંદોબસ્તમાં તૈનાત કરાયા છે. અર્ધ સૈન્યદળોની 10 કંપની, 17 PAC કંપનીઓ તૈનાત છે. સાથે જ 15 સુપર ઝોનમાં 2 હજારથી વધુ CCTV, 63 પોસ્ટ છે.
સુરક્ષાના ભાગરૂપે 6 હજારથી વધુ પોલીસ જવાન તૈનાત
જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા વચ્ચે ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાનો પ્રારંભ થયો છે. વિધિ વિધાન સાથે ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ ખુલવાની સાથે યાત્રાનો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ પૂજા-અર્ચના કરી હતી. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ચારધામ યાત્રામાં સામેલ થયા છે. સુરક્ષાના ભાગરૂપે 6 હજારથી વધુ પોલીસ જવાન, અર્ધ સૈન્યદળોની 10 કંપની અને 17 PAC કંપનીઓ તૈનાત કરવામાં આવી છે.
2 હજારથી વધુ સીસીટીવી મારફતે પર્યટન સ્થળો પર નજર
આ ઉપરાંત 15 સુપર ઝોન બનાવીને 2 હજારથી વધુ સીસીટીવી મારફતે પર્યટન સ્થળો પર નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત ચારધામ સ્થળોએ આતંકવાદ વિરોધી સ્ક્વોડ તૈનાત કરવામાં આવ્યું છે. SDRFની 63 પોસ્ટ પણ બનાવવામાં આવી છે. 2 મેના રોજ કેદારનાથ અને 4 મેના રોજ બદ્રીનાથ ધામના કપાટ ખુલશે. આ વખતે શ્રદ્ધાળુઓનો આંકડો 60 લાખ સુધી પહોંચી શકે છે તેવો અંદાજ છે.
પહેલા દિવસે ઓફલાઇન રજિસ્ટ્રેશન માટે 1000નો સ્લોટ ફાળવવામાં આવ્યો
પહેલા દિવસે ઓફલાઇન રજિસ્ટ્રેશન માટે 1000નો સ્લોટ ફાળવવામાં આવ્યો છે. આજે 30 એપ્રીલના રોજ અક્ષય તૃતીયાથી યાત્રાનો આરંભ થયો છે. અને આજે ગંગોત્રી-યમુનોત્રી ધામના કપાટ પણ ખોલવામાં આવ્યા છે. જે બાદ બીજી મેના રોજ કેદારનાથ અને પછી ચાર મેના રોજ બદ્રીનાથના કપાટ ખોલવામાં આવશે. જાણકારી અનુસાર ચાર ધામની યાત્રા માટે આશરે 20 લાખથી વધુ શ્રદ્ધાળુઓ રજિસ્ટ્રેશન કરાવી ચુક્યા છે. આ ચાર ધામ યાત્રામાં હિમાલયી ક્ષેત્રના હિન્દુ ધાર્મિક પવિત્ર સ્થળો યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથનો સમાવેશ થાય છે. યાત્રાના શરૂઆતના પોઇન્ટ હરિદ્વારમાં પણ ઓફલાઇન રજિસ્ટ્રેશન કેન્દ્ર તૈયાર કરાયું છે જ્યાં 20 કાઉન્ટર તૈનાત છે. જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે બહુ જ જાણીતુ પર્યટન સ્થળ છે, એવામાં હાલ દેશના પર્યટન સ્થળોએ પણ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે ત્યારે ચારધામ યાત્રાના પર્યટન સ્થળોએ પણ સુરક્ષાની પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પણ વાંચો: 100 year Panchang : 5 વર્ષની મહેનત બાદ એક વર્ષનું નહિ પણ 100 વર્ષના પંચાંગનું નિર્માણ