ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આજથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના

આજથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના રાજ્યમાં 4 દિવસ અતિભારે વરસાદની આગાહી  આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદ પડશે  આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ  જૂનાગઢ,ગીરસોમનાથ દ્વારકામાં પડશે વરસાદ પોરબંદર, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી આવતીકાલે ઉત્તર અને મધ્ય...
08:45 AM Jul 08, 2023 IST | Vipul Pandya
આજથી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ (very heavy rain) ની આગાહી કરવામાં આવી છે. આગામી 4 દિવસ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે તેવી સંભાવના છે.
ચોમાસાની ધમાકેદાર શરુઆત
રાજ્યમાં ચોમાસાની ધમાકેદાર શરુઆત થઇ ચુકી છે. વૂીતેલા દિવસોમાં રાજ્યમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો હતો અને હવે વરસાદનો બીજો રાઉન્ડ શરુ થયો છે. રાજ્યમાં ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ પડી રહ્યો છે. શુક્રવારે પણ રાજ્યના અનેક સ્થળે વરસાદ નોંધાયો હતો. અમદાવાદમાં શુક્રવારે સાંજે કડાકા ભડાકા સાથે ભારે વરસાદ ખાબકતાં શહેર પાણી-પાણી થઇ ગયું હતું.
આજે રાજ્યમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા
હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. 4 દિવસ રાજ્યમાં મેઘાની જમાવટ રહેશે. આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદ પડશે અને તેના કારણે  આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. ખાસ કરીને  જૂનાગઢ,ગીરસોમનાથ દ્વારકામાં  વરસાદ પડશે જ્યારે  પોરબંદર, અમરેલી, ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરાઇ છે.

અમદાવાદમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
અમદાવાદમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઇ છે. આજે દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડશે. આવતીકાલે રવિવારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડશે.
આ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ
આજે જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, પોરબંદર, અમરેલી, મોરબી, દ્વારકા, બોટાદ, ભાવનગર, જામનગર, કચ્છ સુરત અને નવસારી તથા વલસાડ અને આણંદ તથા વડોદરામાં ભારે વરસાદ પડશે જ્યારે આવતીકાલે 9 જુલાઇએ કચ્છ, પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણામાં ધોધમાર વરસાદ પડશે. 10 જુલાએ કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં ભારે વરસાદ પડશે અને 11 જુલાઇએ બનાસકાંઠા તથા પાટણ જિલ્લામાં ભારે વરસાદ પડશે.
આ પણ વાંચો---7 કલાકની જહેમતના અંતે કેરાળા GIDC ની કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગ કાબૂમાં આવી
Next Article