ચંપાઈ સોરેને X બાયોમાંથી JMM નું નામ હટાવ્યું, હેમંતે કહ્યું- 'પૈસા એક એવી વસ્તુ છે...'
- ચંપાઈ સોરેન ભાજપમાં જોડાશે!
- CM હેમંત સોરેને મોટું આપ્યું નિવેદન
- ચંપાઈ સોરેને X બાયોમાંથી JMM નું નામ હટાવ્યું
ઝારખંડના ભૂતપૂર્વ CM ચંપાઈ સોરેનના ભાજપમાં જોડાવા અંગેની અટકળોએ JMM માં હલચલ મચાવી દીધી છે. ચંપાઈ સોરેન હાલ દિલ્હીમાં છે. માનવામાં આવે છે કે તેઓ અહીં ભાજપના નેતાઓને મળી શકે છે. જો કે, જ્યારે તેમને પોતે આ અંગે પૂછપરછ કરવામાં આવી તો તેમણે કહ્યું કે, તેઓ અંગત કામ માટે દિલ્હી આવ્યા છે. આ દરમિયાન વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ચંપાઈએ તેના એક્સ બાયોમાંથી JMM નું નામ હટાવી દીધું છે. હવે તેમની પ્રોફાઈલ પર માત્ર ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી લખવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં તેમના ભાજપમાં જોડાવાની અટકળોએ જોર પકડ્યું છે.
તે જ સમયે, હેમંત સોરેને થોડા ઈશારાઓમાં ચંપાઈ સોરેન પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, પૈસાના આધારે ઘર અને પાર્ટીમાં વિભાજન થઈ રહ્યું છે. એક વાતચીતમાં હેમંત સોરેને કહ્યું કે, સમાજને બાજુ પર રાખો, આ લોકો ઘર તોડવાનું અને પાર્ટીઓ તોડવાનું કામ કરે છે. દરરોજ, ક્યારેક તેઓ આ ધારાસભ્યને ખરીદે છે તો ક્યારેક તે ધારાસભ્યને ખરીદે છે. પૈસો એવી ચીજ છે કે નેતાઓ પણ અહીં-ત્યાં જાય છે. ભાજપ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, રાજ્યમાં ટૂંક સમયમાં ચૂંટણીનો ઘંટ વાગશે પરંતુ ચૂંટણી ક્યારે થશે તે જાણવાની ઘંટડી ભાજપ પાસે છે.
Champai Soren removes JMM's name from X bio. pic.twitter.com/dX7eEfEJVz
— Dhaval Bhanushali (@Dhaval_prembhai) August 18, 2024
આ પણ વાંચો : કોલકાતા રેપ-મર્ડર કેસ, Supreme Court એ સુઓમોટો લીધો, 20 ઓગસ્ટે થશે સુનાવણી
ધારાસભ્યએ ભાજપમાં જોડાવાની અટકળોને નકારી...
સૂત્રોનું માનીએ તો ચંપાઈ સોરેન 6 ધારાસભ્યો સાથે ભાજપમાં જોડાઈ શકે છે. જે છ ધારાસભ્યોના નામની ચર્ચા થઈ રહી છે તેમાં દશરથ ગગરાઈ, રામદાસ સોરેન, ચમરા લિન્ડા, લોબિન હેમ્બ્રોમ અને સમીર મોહંતીનો સમાવેશ થાય છે. જો કે દશરથ ગગરાઈ ભાજપમાં જોડાવાની અટકળોને ફગાવી દીધી છે. અગાઉ, ચંપાઈ સોરેનના નજીકના સહયોગીએ દાવો કર્યો હતો કે પૂર્વ મુખ્યમંત્રી રવિવારે કોલકાતાથી રાષ્ટ્રીય રાજધાની માટે રવાના થયા હતા. દિલ્હી પહોંચ્યા પછી તરત જ, ચંપાઈ સોરેને પત્રકારોને જણાવ્યું હતું કે તેઓ ભારતીય જનતા પાર્ટી (BJP)ના કોઈપણ નેતાને મળ્યા નથી અને રાષ્ટ્રીય રાજધાનીની 'વ્યક્તિગત' મુલાકાતે છે.
पाकुड़ ज़िले में झारखण्ड मुख्यमंत्री मंईयां सम्मान योजना (JMMSY) कार्यक्रम में बहनों को सम्मान राशि वितरित करने का परम सौभाग्य मिला। इस ऐतिहासिक योजना के शुभारंभ के अवसर पर राज्य की मेरी लाखों बहनों को हार्दिक बधाई, शुभकामनाएँ और जोहार। https://t.co/2OtgLyqj3L
— Hemant Soren (@HemantSorenJMM) August 18, 2024
આ પણ વાંચો : Delhi AIIMS ના ડૉક્ટરે આત્મહત્યા કરી, ચિઠ્ઠીમાં લખ્યું- મારી ઈચ્છાનું સન્માન કરો...
ચંપાઈ સોરેને અફવાઓ પર કહ્યું...
શુક્રવારે મીડિયાના કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચંપાઈ સોરેન ઝારખંડ વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાઈ શકે છે. પરંતુ સોરેને શનિવારે કહ્યું હતું કે તેમને અટકળો વિશે કોઈ જાણકારી નથી. જમશેદપુર જતા પહેલા તેણે પત્રકારોને કહ્યું હતું કે, હું આવી અટકળો અને સમાચારો વિશે કંઈ જાણતો નથી... હું જ્યાં છું ત્યાં છું. જ્યારે ભાજપના ધારાસભ્ય અને વિપક્ષના નેતા અમર બૌરીને સોરેનના ભાજપમાં જોડાવા અંગેની અટકળો વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, મારી પાસે કોઈ સત્તાવાર માહિતી નથી. મને મીડિયા દ્વારા જ માહિતી મળી રહી છે.
આ પણ વાંચો : UP Accident : બુલંદશહેરમાં ભયાનક માર્ગ અકસ્માત, 10 લોકોના મોત, અનેક ઘાયલ