Champai Soren એ ભાજપમાં જોડાવવાનું કારણ જણાવ્યું, કહ્યું- 'અગાઉ મેં નિવૃત્તિ લેવાનું વિચાર્યું હતું પરંતુ...'
- BJP માં જોડાતા પહેલા ચંપાઈ સોરેનનું નિવેદન
- ચંપાઈ સોરેને ભાજપમાં જોડાવાનું કારણ જણાવ્યું
- જનતાના સમર્થનને કારણે રિટાયરમેન્ટનો નિર્ણય બદલ્યો
ઝારખંડના ભૂતપૂર્વ CM ચંપાઈ સોરેને (Champai Soren) પોતે ભાજપમાં જોડાવાની અટકળોની પુષ્ટિ કરી છે. આજે મીડિયાને સંબોધતા તેમણે કહ્યું કે તેઓ ભાજપમાં શા માટે જોડાશે? ચંપાઈ સોરેને (Champai Soren) કહ્યું કે જ્યારે હું 18 ઓગસ્ટે આવ્યો ત્યારે મેં મારી સ્થિતિ સ્પષ્ટ કરી દીધી હતી. ચંપાઈ સોરેને (Champai Soren) કહ્યું કે અગાઉ મેં વિચાર્યું હતું કે હું રાજકારણમાંથી નિવૃત્ત થઈશ અથવા નવું સંગઠન બનાવીશ પરંતુ સમયના અભાવે તેમ કરી શક્યો નહીં. ત્યારબાદ PM નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહમાં અમારો વિશ્વાસ વધ્યો અને પછી મેં ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો. તેમણે કહ્યું કે આ માટે જનતાએ પણ અમને સાથ આપ્યો છે.
ચંપાઈ સોરેન 30 ઓગસ્ટે ભાજપમાં જોડાશે...
ઝારખંડના પૂર્વ CM ચંપાઈ સોરેન (Champai Soren) 30 ઓગસ્ટે ભાજપમાં જોડાઈ શકે છે. સોમવારે રાત્રે તેઓ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા. આ દરમિયાન આસામના પૂર્વ CM અને ભાજપના ચૂંટણી પ્રભારી હિમંતા બિસ્વા સરમા પણ હાજર હતા. હિમંતા બિસ્વા સરમાએ પોતાના એક્સ હેન્ડલ પર પોસ્ટ કરીને આ માહિતી શેર કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ચંપાઈ સોરેન (Champai Soren) 30 ઓગસ્ટે રાંચીમાં ભાજપમાં જોડાશે.
#WATCH | Delhi: Former Jharkhand CM & JMM leader Champai Soren says, "When I had come on 18th August I had made my position clear...At first, I thought that I would retire from politics but then due to the public support, I decided not to...I have decided to join the BJP..."… pic.twitter.com/i4BD0KtOSV
— ANI (@ANI) August 27, 2024
આ પણ વાંચો : Haryana Election 2024 : દુષ્યંત ચૌટાલા-ચંદ્રશેખર આઝાદ વચ્ચે ગઠબંધન, કઈ પાર્ટીને કેટલી બેઠકો મળી?
CM ની ખુરશી પરથી હટાવવામાં આવ્યા હતા...
CM ની ખુરશી પરથી હટાવ્યા બાદ ચંપાઈ સોરેન (Champai Soren) સંપૂર્ણ રીતે ગુસ્સે થઈ ગયા હતા. તેઓએ બીજું કારણ આપીને બળવો શરૂ કર્યો. આથી તેણે ઈન્ટરનેટ મીડિયા પર બધુ જ સાર્વજનિક કરી દીધું, જેના પછી સમગ્ર ઝારખંડના રાજકારણમાં રાજકીય ઉથલપાથલ મચી ગઈ. જેનું પરિણામ એ આવ્યું કે તેમના દરેક કાર્યક્રમમાં તેમના લાખો સમર્થકો તેમની સાથે ઉભા જોવા મળ્યા.
આ પણ વાંચો : PM Modi એ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી, યુક્રેનની મુલાકાત અંગે થઇ ચર્ચા