Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદમાં ચક્કાજામની સ્થિતિ, ભારે વરસાદે AMC ની ખોલી પોલ, Video

જો તમે અત્યારે અમદાવાદના રસ્તા પર નીકળશો તો તમારે 1 કિમી દૂર જવા માટે કલાકોનો સમય લાગી શકે તેવું માહોલ જોવા મળી રહ્યો છે. જીહા, હાલમાં અમદાવાદમાં ભારે વરસાદ પડી રહ્યો છે. અલગ-અલગ વિસ્તારોમાં વરસાદે શહેરીજનોની મુસિબતમાં પણ વધારો કર્યો...
અમદાવાદમાં ચક્કાજામની સ્થિતિ  ભારે વરસાદે amc ની ખોલી પોલ  video

જો તમે અત્યારે અમદાવાદના રસ્તા પર નીકળશો તો તમારે 1 કિમી દૂર જવા માટે કલાકોનો સમય લાગી શકે તેવું માહોલ જોવા મળી રહ્યો છે. જીહા, હાલમાં અમદાવાદમાં ભારે વરસાદ પડી રહ્યો છે. અલગ-અલગ વિસ્તારોમાં વરસાદે શહેરીજનોની મુસિબતમાં પણ વધારો કર્યો છે. સરખેજ હાઈવે પર મોટી સંખ્યામાં વાહનોના પૈડા ધીમા પડી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.

Advertisement

શહેરમાં વરસાદના કારણ ચક્કાજામની સ્થિતિ

અમદાવાદ શહેરમાં હાલમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. શહેરના એસજી હાઈવે, બોપલ, થલતેજ, ઈસ્કોન, પ્રહલાદનગર, માનસી સર્કલ, વસ્ત્રાપુર, સિંઘુભવન રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેરના પોશ એરિયામાં ભારે વરસાદના કારણે પાણી ભરાઇ ગયા છે. ધોધમાર વરસાદના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. એસજી હાઈવે પરના સર્વિસ રોડ પર પાણી ભરાયા છે. ધોધમાર વરસાદના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. શહેરના કારગીલ પેટ્રોલ પંપથી ચાણક્યપુરી જવાના રસ્તે વરસાદના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. લોકોને 1 કિમીનું અંતર કાપવામાં પણ અડધો કલાક જેટલો સમય લાગી રહ્યો છે. હવામાન વિભાગે આગામી ત્રણ કલાક ભારે વરસાજ પડશે તેવી આગાહી કરી હતી. હવામાન વિભાગની આગાહી વચ્ચે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં 2 કલાકના વરસાદમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના પ્રિમોન્સૂન પ્લાનની પોલ ખોલી ગઇ છે.

Advertisement

શહેરમાં ભારે વરસાદના કારણે ચાર અન્ડરપાસ બંધ

Advertisement

જણાવી દઇે કે, એસજી હાઇવે સહિતના અમદાવાદના વિસ્તારોમાં ટ્રાફિકની લાંબી લઈનો લાગી હતી. ટ્રાફિક વ્યવસ્થા ખોરવતા સાંજના સમયે નોકરી ધંધા પરથી ઘરે પરત ફરી રહેલા નગરજનો અટવાયા હતા. શહેરમાં ભારે વરસાદના કારણે ચાર અન્ડરપાસ બંધ કરવામાં આવ્યા છે. જેમા ઉસ્માનપુરા, પરિમલ ગાર્ડન, મકરબા, અખબાર નગર અન્ડર પાસમાં પાણી ભરાતા હાલમાં આ ચાર અન્ડરપાસ બંધ કરી દેવામાં આવ્યા છે. હજી પણ સાંજની તીવ્રતા મુજબ અતિ ભારે વરસાદ યથાવત રહે તેવી શક્યતા છે. સમગ્ર એસજી હાઇવે પર ભારે ટ્રાફિક જામ થયો છે.  એસજી હાઈ-વેના બંને તરફના સર્વિસ રોડ ઘૂંટણસમા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જેના કારણે સેંકડો વાહનો ખોટકાયા છે.

રાજ્યમાં 2 વરસાદી સિસ્ટમ સક્રિય

મહત્વનું છે કે, સવારથી જ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 2 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં સર્વત્ર સારો વરસાદ વરસી રહ્યો છે. શહેરી અને ગ્રામીણ વિસ્તારો જળબંબાકાર જોવા મળી રહ્યા છે. હવામાન ખાતાની આગાહી મુજબ હજું આગામી 4 દિવસ રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. મધ્યપ્રદેશમાં સર્જાયેલા લો પ્રેશરનાં કારણે ગુજરાતમાં સારા એવા પ્રમાણમાં વરસાદ પડ્યો છે.

આ પણ વાંચો - અમદાવાદ પાણી પાણી…! શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.