Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ખેડૂતોને મોદી સરકારની મોટી ભેટ, વાંચો, અહેવાલ

કેન્દ્ર સરકારે (Central government) સીઝન 2024-25 માટે ઘઉંના લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં 150 રૂપિયાનો વધારો કરીને 2,275 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવાની જાહેરાત કરી છે. મુખ્ય ઘઉં ઉત્પાદક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પહેલા સરકારે આ પગલું ભર્યું છે. 2014માં સત્તામાં આવ્યા બાદ...
05:40 PM Oct 18, 2023 IST | Vipul Pandya

કેન્દ્ર સરકારે (Central government) સીઝન 2024-25 માટે ઘઉંના લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં 150 રૂપિયાનો વધારો કરીને 2,275 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવાની જાહેરાત કરી છે. મુખ્ય ઘઉં ઉત્પાદક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પહેલા સરકારે આ પગલું ભર્યું છે. 2014માં સત્તામાં આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર દ્વારા કરવામાં આવેલ MSPમાં આ સૌથી મોટો વધારો છે.

કેબિનેટની બેઠકમાં નિર્ણય

ઘઉંના MSPમાં વધારો કરવાનો નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ (CCEA)ની બેઠકમાં લેવામાં આવ્યો હતો. માર્કેટિંગ સીઝન 2023-24 (એપ્રિલ-માર્ચ) માટે ઘઉંનો લઘુત્તમ ટેકાના ભાવ રૂ. 2,125 પ્રતિ ક્વિન્ટલ છે. માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે CCEAની બેઠક બાદ કહ્યું કે કેબિનેટે 2024-25 સત્ર માટે તમામ રવી પાકોની MSP વધારવાની મંજૂરી આપી છે.

MSPમાં પ્રતિ ક્વિન્ટલ 150 રૂપિયાનો વધારો

તેમણે કહ્યું, “કમીશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટ્સ એન્ડ પ્રાઈસ (CACP)ની ભલામણના આધારે, અમે છ રવિ પાકોની MSP વધારી છે. ઘઉંના MSPમાં પ્રતિ ક્વિન્ટલ 150 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે." કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે 2024-25ની માર્કેટિંગ સીઝન માટે ઘઉંના ટેકાના ભાવને વધારીને 2275 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવ્યો છે, જે 2023-24માં 2,125 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો.

મુખ્ય રવિ પાક

ઘઉં એ મુખ્ય રવિ (શિયાળું) પાક છે, જેની વાવણી ઓક્ટોબરમાં શરૂ થાય છે, જ્યારે લણણી એપ્રિલમાં થાય છે. MSP એ ખેડૂતોના હિતોના રક્ષણ માટે સુનિશ્ચિત થયેલો લઘુત્તમ દર છે, જેની નીચે સરકારી પ્રાપ્તિ એજન્સીઓ દ્વારા અનાજની ખરીદી કરવામાં આવતી નથી.

આ પણ વાંચો----UTTAR PRADESH : આઝમ ખાન અને તેમના પરિવારની કોર્ટમાં જ ધરપકડ, જાણો સમગ્ર મામલો

Tags :
Central governmentminimum support priceModi governmentNarendra Modiwheat
Next Article