ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કિંમતો પર કાબૂ મેળવવા કેન્દ્રએ બનાવી રણનીતિ, લોકો પાસેથી વિચારો મંગાવાશે

ભીષણ ગરમી, ઓછું ઉત્પાદન અને વરસાદમાં મોડું થવાના કારણે દેશના કેટલાક ભાગોમાં ટામેટાંના છૂટક ભાવ હવે રૂ. 120 પ્રતિ કિલોએ પહોંચી ગયા છે. જથ્થાબંધ બજારોમાં તે 70 રૂપિયા પ્રતિ કિલો સુધી છે. ટામેટાંની સાથે સાથે કેટલાક શાકભાજીના ભાવમાં પણ ઝડપથી...
11:51 AM Jun 28, 2023 IST | Viral Joshi

ભીષણ ગરમી, ઓછું ઉત્પાદન અને વરસાદમાં મોડું થવાના કારણે દેશના કેટલાક ભાગોમાં ટામેટાંના છૂટક ભાવ હવે રૂ. 120 પ્રતિ કિલોએ પહોંચી ગયા છે. જથ્થાબંધ બજારોમાં તે 70 રૂપિયા પ્રતિ કિલો સુધી છે. ટામેટાંની સાથે સાથે કેટલાક શાકભાજીના ભાવમાં પણ ઝડપથી વધારો થયો છે.

સરકાર એક્શનમાં

ટામેટાંના આસમાને પહોંચી રહેલા ભાવને લઈને સરકાર પણ એક્શનમાં આવી ગઈ છે. ગ્રાહક બાબતોના સચિવ રોહિત કુમાર સિંહે કહ્યું છે કે, આ કિંમતો અસ્થાયી અને મૌસમી છે. ટૂંક સમયમાં ભાવ નીચે આવશે. કેટલાક વિસ્તારોમાં વરસાદને કારણે વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. તેથી ભાવમાં વધારો થયો છે.

'ટોમેટો ગ્રાન્ડ ચેલેન્જ' શરૂ કરાશે

આ વચ્ચે ટામેટાના ભાવમાં અચાનક વધ-ઘટનો સામનો કરવા માટે, ગ્રાહક બાબતોનું મંત્રાલય 'ટોમેટો ગ્રાન્ડ ચેલેન્જ' શરૂ કરશે. ટામેટાંના ઉત્પાદન, પ્રક્રિયા અને સંગ્રહને સુધારવા માટે નવા વિચારોને આમંત્રિત કરવામાં આવશે. ઉપભોક્તા બાબતોના સચિવે કહ્યું કે હવેથી પડકાર શરૂ થશે. નવા આઈડિયા સાથે પ્રોટોટાઈપ બનાવશે અને પછી તેને આગળ લઈ જશે.

શું છે ગ્રેટ ચેલેન્જ?

ટમેટાંની કિંમતોમાં અચાનક ઉતાર ચડવાને પહોંચીવળવા ઉપભોક્તા બાબતોના મંત્રાલયે 'ટમાટર ગ્રાંડ ચેલેન્જ' શરૂ કરશે. આ ગ્રાન્ડ ચેલેન્જમાં ટમેટાના ઉત્પાદન, પ્રક્રિયા અને સંગ્રહમાં સુધાર માટે નવા વિચારો મંગાવવામાં આવશે. આ અઠવાડિયે ટમાટર ગ્રાંડ ચેલેન્જ શરૂ કરવામાં આવશે. જેમાં ઈનોવેટિવ આઈડિયયા આમંત્રિત કરવામાં આવશે, પ્રોટોટાઈપ બનશે અને પછી આગળ વધારવામાં આવશે.

ડુંગળી માટે પણ કર્યો હતો આ આઈડિયા

રોહિત કુમાર સિંહે જણાવ્યું કે, અમે છેલ્લા એક વર્ષમાં ડુંગળી માટે કામ કર્યું. અમને ડુંગળી માટે લગભગ 600 આઈડિયા મળ્યા જેમાંથી 13 આઈડિયા પર હવે એક્સપર્ટના માર્ગદર્શન પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ટમેટાંના કેસમાં જો સારું સ્ટોરેજ અને પ્રક્રિયા હોય તો કિંમતોમાં અચાનક ઉછાળા કે ઘટાડાનો સામનો કરી શકાય છે. બફર સ્ટોકની જેમ, તેના માટે પણ સ્થિર મિકેનિઝ્મ હોવું જોઈએ. આના માટે બીજ સ્તર પર ઈનોવેશન, પ્રાઈમરી સ્ટોરેજ, કાપણી બાદ પાકની જાણકારી જરૂરી છે.

શા કારણે વધ્યા ભાવ?

તેમણે જણાવ્યું કે, દર વર્ષે આવા સમયે જ ટમેટાના ભાવમાં વધારો નોંધાય છે. વાસ્તવમાં ટામેટા ઝડપી ખરાબ થઈ જાય છે અને અચાનક વરસાદ તેના ટ્રાન્સપોર્ટેશન પર અસર કરે છે. ડિપાર્ટમેન્ટ ઓફ કન્ઝ્યુમર અફેર્સ પાસે ઉપલબ્ધ ડેટા મુજબ, 27 જૂને અખિલ ભારતીય સ્તરે ટામેટાની સરેરાશ કિંમત 46 રૂપિયા પ્રતિ કિલો હતી. ટમેટાંની મહત્તમ કિંમત પણ 122 રૂપિયા પ્રતિ કિલો નોંધાઈ છે. ટામેટાંની સાથે સાથે અન્ય કેટલાંક શાકભાજીના ભાવમાં પણ ઝડપથી વધારો થયો છે.

તમિલનાડુ સરકારે પગલા શરૂ કર્યાં

તમિલનાડુમાં સરકારે ટામેટાંના વધતા ભાવને કાબૂમાં લેવાનું શરૂ કરી દીધું છે. ટામેટાં અહીં ફાર્મ ફ્રેશ આઉટલેટ્સ (FFO) પર વેચવામાં આવશે. FFO માં ટામેટા 68 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાશે. FFO પર 60 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટા વેચવા માટે પણ પગલાં લેવામાં આવી રહ્યા છે. તમિલનાડુના સહકારી, ખાદ્ય અને ગ્રાહક સુરક્ષા વિભાગના મંત્રી પેરિયાકરુપ્પને જણાવ્યું કે, સરકારે ટામેટાંની કિંમતોને કાબૂ કરવા, ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને રાહત આપવા માટે આ પગલું ભર્યું છે.

નિયમિત સ્ટોક પર સીધી અરસ

દિલ્હી-NCR વિસ્તારમાં દૂધ અને ફળો અને શાકભાજી વેચતા મધર ડેરીના સ્ટોર પર પણ ટામેટાંની કિંમત બમણી થઈને લગભગ 80 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. મુખ્ય ઉત્પાદક વિસ્તારોમાં વરસાદને કારણે ટમેટાનો જે નિયમિત સ્ટોક આવે છે તેના પર સીધી અસર પડી છે. સરકારી આંકડાઓ પ્રમાણે વર્ષ 2022-23 માં ટમેટાંનું ઉત્પાદન 2.062 કરોડ ટન રહેવાનું અનુમાન છે જ્યારે તેના એક વર્ષ રહેલા આ 2.069 કરોડ ટન રહ્યું હતુ.

આ પણ વાંચો : ટામેટાના ભાવ તમારા ખિસ્સાને સળગાવવા તૈયાર, પ્રતિ કિલોનો ભાવ આંખમાં લાવી દેશે આસું

ક્યાં પહોંચ્યા ભાવ?

છેલ્લા કેટલાંક દિવસોમાં ટમેટાની કિંમતોમાં અનેક ગણો ભાવ વધારો નોંધાયો છે. દિલ્હીમાં જ ટમેટાં 80 થી 120 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યાં છે. માર્કેટમાં પણ ટમેટાંના ભાવોમાં ઉછાળો આવ્યો છે.

આ પણ વાંચો : શેરબજારે રચ્યો ઈતિહાસ, NIFTY એ બધા જૂના રેકોર્ડ તોડી નાખ્યા…!

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
IndiaTomatoTomato Grand ChallengeTomato Price
Next Article