CBSE બોર્ડનું ધોરણ-12 નું પરિણામ જાહેર,આ વેબસાઇટ પર જોઇ શકાશે પરિણામ
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE Board) દ્વારા 2023ના ધોરણ12નું પરિણામ જાહેર થઇ ગયુ છે. બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યુ છે કે કોઈપણ માહિતી માટે વિદ્યાર્થીઓ સીબીએસઈની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લે. વિદ્યાર્થીઓ https://cbseresults.nic.in પર પરિણામ જોઈ શકાય છે.
તમને જણાવી દઈએ કે 11 મેના રોજ પરિણામ જાહેર થવાની માહિતી વાયરલ થઈ હતી, જેના પર બોર્ડ અધિકારીઓએ કહ્યું હતું કે પરિણામની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી. ત્યારે હવે CBSE 12માનું પરિણામ આજે 12 મેના રોજ જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ પર તેમનો રોલ નંબર દાખલ કરીને તેમનું પરિણામ ચકાસી શકે છે.
રાજ્ય મુજબનું પરિણામ કેવું રહ્યું ?
- ત્રિવેન્દ્રમ – 99.91 ટકા
- બેંગ્લોર – 98.64 ટકા
- ચેન્નાઈ – 97.40 ટકા
- દિલ્હી પશ્ચિમ – 93.24 ટકા
- ચંદીગઢ – 91.84 ટકા
- દિલ્હી પૂર્વ – 91.50 ટકા
- અજમેર – 89.27 ટકા
- પુણે – 87.28 ટકા
- પંચકુલા – 86.93 ટકા
- પટના – 85.47 ટકા
- ભુવનેશ્વર – 83.73 ટકા
- ગુવાહાટી – 83.73 ટકા
- ભોપાલ – 83.54 ટકા
- નોઈડા – 80.36 ટકા
- દેહરાદૂન – 80.26 ટકા
- પ્રયાગરાજ – 78.05 ટકા
પિન નંબર વગર પરિણામ ચેક કરી શકાતું નથી
બોર્ડે બુધવારે નોટિસ જાહેર કરીને કહ્યું કે 10માં અને 12માંની પરીક્ષા 2023નું પરિણામ જાહેર થશે. બોર્ડની પરીક્ષામાં હાજર થયેલા વિદ્યાર્થીઓ પરિણામ જાહેર થયા બાદ ડિજીલોકર પર માર્કશીટ ડાઉનલોડ કરી શકે છે. આ માટે દરેક વિદ્યાર્થીને બોર્ડ તરફથી 6 અંકનો પિન નંબર મોકલવામાં આવશે. પિન નંબર શાળાઓને મોકલવામાં આવશે, જે શાળાના વિદ્યાર્થીઓને ઉપલબ્ધ કરાવવામાં આવશે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને બોર્ડે ગયા વર્ષથી આ સિસ્ટમ શરૂ કરી છે.
આ પણ વાંચો- GOFIRST ની નાદારી બાદ SPICEJET પર કટોકટીનું સંકટ! એરલાઇન કંપનીએ અહેવાલને નકારી કાઢ્યા