Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

CM અરવિંદ કેજરીવાલની આજે પૂછપરછ કરશે CBI

આમ આદમી પાર્ટીના વડા અને રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આજે સીબીઆઇ પૂછપરછ કરશે. સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ દારૂ કૌભાંડ કેસમાં સમન્સ જાહેર કર્યું છે અને સવારે 11 વાગ્યે સીએમ કેજરીવાલને પૂછપરછ માટે બોલાવ્યા છે. આ દરમિયાન દિલ્હી પોલીસ અને...
cm અરવિંદ કેજરીવાલની આજે પૂછપરછ કરશે cbi

આમ આદમી પાર્ટીના વડા અને રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આજે સીબીઆઇ પૂછપરછ કરશે. સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ દારૂ કૌભાંડ કેસમાં સમન્સ જાહેર કર્યું છે અને સવારે 11 વાગ્યે સીએમ કેજરીવાલને પૂછપરછ માટે બોલાવ્યા છે. આ દરમિયાન દિલ્હી પોલીસ અને અર્ધલશ્કરી દળના 1000થી વધુ જવાનો સીબીઆઈ હેડક્વાર્ટરની બહાર તૈનાત રહેશે જેથી કરીને કોઈપણ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરી શકાય.

Advertisement

Advertisement

મળતી માહિતી મુજબ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને દિલ્હી સરકારમાં પાર્ટીના તમામ વરિષ્ઠ મંત્રીઓ, લોકસભા અને રાજ્યસભાના સાંસદો પણ દિલ્હીના મુખ્યમંત્રીની સાથે સીબીઆઈ હેડક્વાર્ટર જશે. ઉલ્લેખનીય છે કે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા જેલમાં છે. તેને કોર્ટમાંથી જામીન મળી શક્યા નથી.

શનિવારે પ્રેસ કોન્ફરન્સમાં દિલ્હીના સીએમએ કહ્યું હતું કે દારૂનું કોઈ કૌભાંડ નથી. કેન્દ્રીય તપાસ એજન્સી અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાને કસ્ટડીમાં ટોર્ચર કરીને અને કોર્ટમાં ખોટા પુરાવા રજૂ કરીને તેમને ફસાવી રહી છે. થોડા દિવસ પહેલા EDએ કોર્ટને કહ્યું હતું કે મનીષ સિસોદિયાએ 10 ફોન નષ્ટ કર્યા છે. હવે એજન્સીએ એક રિપોર્ટ જાહેર કર્યો છે જેમાં લખ્યું છે કે ED દ્વારા 5 ફોન જપ્ત કરવામાં આવ્યા છે. સીએમએ કહ્યું કે હવે તેઓ કોર્ટમાં ખોટા પુરાવા રજૂ કરવા બદલ ED વિરુદ્ધ કેસ દાખલ કરશે.

Advertisement

આ મામલે રાજનીતિ પણ થઈ રહી છે. ભાજપ-કોંગ્રેસ AAP નેતાઓ પર આકરા પ્રહારો કરી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીએ કહ્યું હતું કે 'શરૂઆતથી જ આમ આદમી પાર્ટીના નેતાઓ ભ્રષ્ટાચારના મામલામાં સંડોવાયેલા છે. સીએમ કેજરીવાલ આમાં સંપૂર્ણ રીતે માસ્ટર માઈન્ડની ભૂમિકા ભજવી રહ્યા હતા, તેથી તેમની ધરપકડ થવી જોઈએ. બીજી તરફ બીજેપી સાંસદ મનોજ તિવારીએ કહ્યું, 'અરવિંદ કેજરીવાલ જી, કાલે તમારી પૂછપરછ થશે. CBIએ સમન્સ પાઠવ્યું છે. પણ મારી પાસે એક સૂચન છે કે એવા ઘણા નેતાઓની મોટી ફાઈલો હતી જેમના ભ્રષ્ટાચારના કાગળો લઈને તમે ફરતા હતા. તમારે આવતીકાલે તે ફાઇલો લઇને જવું જોઇએ.

આપણ  વાંચો- દિલ્હીના CM અને AAPના સાંસદને 23 મેના રોજ હાજર રહેવા કોર્ટનું ફરમાન

Tags :
Advertisement

.