Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Jet Airways ના પૂર્વ પ્રમોટર નરેશ ગોયલ સહિતના લોકોને ત્યાં CBIના દરોડા

કેન્દ્રીત તપાસ એજન્સી (CBI)એ આજે 538 કરોડના બેંક કૌભાંડ કેસમાં કાર્યવાહી શરૂ કરી ઘણા સ્થળોએ દરોડા પાડ્યા છે. આ કેસમાં જેટ એરવેઝના પૂર્વ પ્રમોટ નરેશ ગોયલના ઘરે પણ દરોડો પાડવામાં આવ્યો છે. સીબીઆઈ સૂત્રોના જણઆવ્યા અનુસાર જેટ એરવેઝના ઘણા પૂર્વ...
08:00 PM May 05, 2023 IST | Hiren Dave

કેન્દ્રીત તપાસ એજન્સી (CBI)એ આજે 538 કરોડના બેંક કૌભાંડ કેસમાં કાર્યવાહી શરૂ કરી ઘણા સ્થળોએ દરોડા પાડ્યા છે. આ કેસમાં જેટ એરવેઝના પૂર્વ પ્રમોટ નરેશ ગોયલના ઘરે પણ દરોડો પાડવામાં આવ્યો છે. સીબીઆઈ સૂત્રોના જણઆવ્યા અનુસાર જેટ એરવેઝના ઘણા પૂર્વ ડિરેક્ટર્સો સહિત અન્ય આરોપીઓને ત્યાં દરોડા પાડવામાં આવી રહ્યા છે.

બેંક કૌભાંડ મામલે દરોડા
સૂત્રોના જણાવ્યા અનુસાર જેટ એરવેઝના દિલ્હી અને મુંબઈમાં આવેલા પરિસરો, એરવેઝના પૂર્વ અધિકારીઓ અને નરેશ ગોયલના ત્યાં દરોડા શરૂ થઈ ગયા છે. ઉલ્લેખનિય છે કે, અગાઉ બેંક કૌભાંડને લઈને કેસ કરવામાં આવ્યો હતો.

જેટ એરવેઝ દ્વારા રૂ.538 કરોડની લોન લેવાઈ હતી
સીબીઆઈએ આ દરોડામાં નરેશ ગોયલ અને તેમની પત્ની અનીતા ઉપરાંત પૂર્વ એરલાઈન નિદેશક ગૌરાંગ આનંદ શેટ્ટીના રહેઠાણો અને ઓફિસમાં દરોડા પાડ્યા છે. જેટ એરવેઝ દ્વારા કેનેરા બેંકમાંથી લગભગ 538 કરોડ રૂપિયાની લોન લેવામાં આવી હતી. આ મામલે કેટલાક સરકારી કર્મચારી અને અન્ય લોકો વિરુદ્ધ પણ કાર્યવાહી થવાની સંભાવના છે.

તાજેતરમાં જ SCએ જેટ એરવેઝના નવા માલિકે આપ્યો હતો ઝટકો
જાન્યુઆરીમાં સુપ્રીમ કોર્ટે નાણાંકીય સંકટ સામે લડી રહેલી જેટ એરવેઝના નવા માલિક જાલાન-ફ્રિટ્સ કર્સોડિયમને ઝટકો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ (NCLAT)ના આદેશને માન્ય રાખ્યો હતો. NCLATએ એરલાઈન્સને પૂર્વ કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડ અને ગ્રેજ્યુઈટીની બાકી રકમન ચૂકવણી કરવાનો આદેશ કર્યો હતો, જેને સુપ્રીમ કોર્ટે માન્ય રાખ્યો હતો. ચીફ જસ્ટિસ (CJI) ડી.વાય.ચંદ્રચુડ, જસ્ટિસ પી.એસ.નરસિમ્હા અને જસ્ટિસ જે.બી.પારડીવાલાની બેન્ચે કહ્યું કે, એરલાઈન્સ સામે જે પણ પગલાં ભરવામાં આવશે, તેને ખબર પડશે કે મજૂરી ચુકવવાની બાકી છે. વેતન વગર શ્રમની બાકી રકમને હંમેશા પ્રાથમિકતા અપાય છે. ક્યારેક તો તેને અંતિમ સ્વરૂપ આપવું જોઈએ. માફ કરજો, અમે દખલ નહીં કરીએ.

 

ઉલ્લેખનિય છે કે, એક વખતની ભારતની સૌથી મોટી ખાનગી કેરિયર, જેટે એપ્રિલ-2019માં રોકડ સમાપ્ત થયા બપાદ ઉડાન ભરવાનું બંધ કરી દીધું હતું અને લગભગ 180 અબજ રૂપિયા (2 બિલિયન ડોલર) મામલે લેણદારો દ્વારા તેને નાદારી કોર્ટમાં લઈ જવાઈ હતી.

Tags :
Bank-Fraud-CaseCBIJet-AirwaysNaresh-Goyal
Next Article