ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

CBI : મુન્દ્રા પોર્ટના તત્કાલિન ડોક એક્ઝામિનર અને ખાનગી વ્યક્તિ 2 લાખની લાંચ લેતા ઝડપાયા 

સીબીઆઈ (CBI)એ મુન્દ્રા પોર્ટના તત્કાલિન ઈન્સ્પેક્ટર અને ડોક એક્ઝામિનર (હવે સુપ્રિન્ટેન્ડન્ટ ઑફ કસ્ટમ, જામનગર) અને એક ખાનગી વ્યક્તિને 2 લાખ રુપિયાની લાંચ લેતા ઝડપી પાડ્યા છે. લાંચ માગનારા તત્કાલિન ઇન્સ્પેક્ટર અને ડોક એક્ઝામિનર ( હાલ સુપ્રિન્ટેન્ડન્ટ ઑફ કસ્ટમ, જામનગર) નિતીન...
08:08 PM Sep 15, 2023 IST | Vipul Pandya
સીબીઆઈ (CBI)એ મુન્દ્રા પોર્ટના તત્કાલિન ઈન્સ્પેક્ટર અને ડોક એક્ઝામિનર (હવે સુપ્રિન્ટેન્ડન્ટ ઑફ કસ્ટમ, જામનગર) અને એક ખાનગી વ્યક્તિને 2 લાખ રુપિયાની લાંચ લેતા ઝડપી પાડ્યા છે. લાંચ માગનારા તત્કાલિન ઇન્સ્પેક્ટર અને ડોક એક્ઝામિનર ( હાલ સુપ્રિન્ટેન્ડન્ટ ઑફ કસ્ટમ, જામનગર) નિતીન શર્મા અને ખાનગી વ્યક્તિ શુભમ શર્માની વધુ તપાસ શરુ કરાઇ છે.
કન્ટેનર ક્લિયરન્સ માટે ફરિયાદી પાસેથી  રૂ. 7 લાખ રુપિયાની માગ કરી હતી
CBIએ ફરિયાદી પાસેથી મુન્દ્રા પોર્ટ (ગુજરાત) ખાતે પોસ્ટિંગ દરમિયાન કન્ટેનર ક્લિયરન્સ માટે ફરિયાદી પાસેથી  રૂ. 7 લાખ રુપિયાની માગ કરવાના આરોપ સાથે તત્કાલિન નિરીક્ષક અને ડોક એક્ઝામિનર, મુન્દ્રા પોર્ટ (ગુજરાત) સામે ગુનો નોંધ્યો હતો.. આરોપીએ ફરિયાદીને કથિત રીતે ધમકી આપી હતી કે જો તેની અયોગ્ય લાભની માંગ પૂરી કરવામાં નહીં આવે, તો તે તેને કસ્ટમ હાઉસ એજન્ટ તરીકે સરળતાથી કામ કરવા દેશે નહીં.
મકાનમાંથી રૂ. 9.50 લાખ રોકડા અને મહત્વના કેટલાક દસ્તાવેજો પણ મળી આવ્યા
આ મામલે ફરિયાદ થતાં  સીબીઆઈએ છટકું ગોઠવ્યું અને તત્કાલીન ઈન્સ્પેક્ટર અને ડોક એક્ઝામિનર, મુન્દ્રા પોર્ટ (હવે સુપ્રિટેન્ડેન્ટ ઑફ કસ્ટમ, જામનગર)ની સૂચના મુજબ ફરિયાદી પાસેથી રૂ. 2 લાખ લેતી વખતે ખાનગી વ્યક્તિને ઝડપી પાડ્યો હતો.  આરોપીઓના મુન્દ્રા અને જામનગ સહિતના ઘરની તલાશી લેવામાં આવી હતી, જેમાં મકાનમાંથી રૂ. 9.50 લાખ રોકડા અને મહત્વના કેટલાક દસ્તાવેજો પણ મળી આવ્યા હતા. પકડાયેલા બંને આરોપીઓને આજે અમદાવાદની સક્ષમ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
આ પણ વાંચો----છેલ્લા 7 દાયકાથી DMKની નીતિ સનાતન વિરોધી રહી છેઃ નિર્મલા સીતારમણ
Tags :
bribeCBIdock examinerMundra PortSuperintendent of Customs
Next Article