હવે CBI એ તપાસ માટે રાજ્ય સરકારની સંમતિ લેવી પડશે, Karnataka સરકારનો મોટો નિર્ણય...
- કર્ણાટક સરકારનો મોટો નિર્ણય, CBI ને આપેલી સંપતિ પાછી ખેંચી
- CBI ને તપાસ કરવા કર્ણાટકા સરકારની પરવાનગી લેવી પડશે
- MUDA કેસમાં CM સિદ્ધારમૈયાની તપાસ ચાલુ છે
કર્ણાટક સરકારે આજે એક મોટો નિર્ણય લેતા રાજ્યમાં તપાસ માટે CBI ને આપેલી સંમતિ પાછી ખેંચી લીધી છે. એટલે કે હવે જો CBI કર્ણાટક (Karnataka)માં કોઈ તપાસ કરશે તો તેણે પહેલા રાજ્ય સરકારની સંમતિ લેવી પડશે અને પછી તેણે તપાસ પ્રક્રિયામાં આગળ વધવા પડશે.
દુરુપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી હતી...
આજે કર્ણાટક કેબિનેટે આ નિર્ણય લીધો છે. આ નિર્ણય બાદ CBI કર્ણાટક (Karnataka)માં રાજ્ય સરકારની પરવાનગી વિના તપાસ નહીં કરી શકે. કેબિનેટના આ નિર્ણય બાદ મીડિયા સાથે વાત કરતા કાયદા મંત્રી એચકે પાટીલે કહ્યું કે, અમે રાજ્યમાં CBI તપાસ માટેની ખુલ્લી સંમતિ પાછી ખેંચી રહ્યા છીએ. CBI ના દુરુપયોગ અંગે પણ અમે ચિંતિત છીએ.
Karnataka Law Minister HK Patil says, "We are withdrawing open consent for CBI investigation in the state. We are expressing our concerns about the misuse of the CBI. In all the cases we have referred to the CBI, they have not filed charge sheets, leaving many cases pending. They… pic.twitter.com/ZsQnnBcirb
— ANI (@ANI) September 26, 2024
આ પણ વાંચો : Jharkhand CM હેમંત સોરેને RSS ની ઉંદરો સાથે કરી સરખામણી
MUDA કેસમાં CM સિદ્ધારમૈયાની તપાસ ચાલુ છે...
ગૃહમંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે MUDA ના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો નથી. ઉલ્લેખનીય છે કે MUDA કેસમાં કોર્ટના આદેશ બાદ CM સિદ્ધારમૈયા લોકાયુક્ત પોલીસ તપાસનો સામનો કરી રહ્યા છે. વિપક્ષી પાર્ટીઓ ભાજપ અને JDS તેમજ સિદ્ધારમૈયા વિરુદ્ધ કોર્ટમાં ગયેલા અરજદારોનું કહેવું છે કે જો સિદ્ધારમૈયા CM પદ પર ચાલુ રહેશે તો તપાસને અસર થઈ શકે છે, આવી સ્થિતિમાં CBI એ આ મામલાની તપાસ કરવી જોઈએ.
આ પણ વાંચો : 7 વર્ષના બાળકને શાળામાં બેગ ભૂલી જવાની મળી તાલિબાની સજા
CBI તપાસ ટાળવાનો પ્રયાસ...
CBI ને પરવાનગી વિના રાજ્યમાં પ્રવેશતા અટકાવવા પાછળનો ઈરાદો સ્પષ્ટપણે સમજી શકાય છે. સિદ્ધારમૈયાને ડર છે કે જો CBI તપાસ કરશે તો તેમની ધરપકડને નકારી શકાય નહીં, તેથી CBI તપાસ ટાળવા માટે CM એ આ નિર્ણય લીધો છે.
આ પણ વાંચો : Defamation Case : સંજય રાઉતને 15 દિવસની જેલની સજા