Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભારતમાં ચાર વર્ષના બાળકમાં મળ્યો Bird Flu નો કેસ, WHO એ કરી પુષ્ટિ...

ભારતમાં એક બર્ડ ફ્લૂ (Bird Flu)નો કેસ નોંધાયો છે . વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ મંગળવારે જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં ચાર વર્ષના બાળકમાં H9N2 વાયરસના કારણે બર્ડ ફ્લૂ (Bird Flu)થી માનવ ચેપનો કેસ મળી આવ્યો છે. WHO એ જણાવ્યું...
ભારતમાં ચાર વર્ષના બાળકમાં મળ્યો bird flu નો કેસ  who એ કરી પુષ્ટિ
Advertisement

ભારતમાં એક બર્ડ ફ્લૂ (Bird Flu)નો કેસ નોંધાયો છે . વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ મંગળવારે જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં ચાર વર્ષના બાળકમાં H9N2 વાયરસના કારણે બર્ડ ફ્લૂ (Bird Flu)થી માનવ ચેપનો કેસ મળી આવ્યો છે. WHO એ જણાવ્યું હતું કે દર્દીને સતત ગંભીર શ્વાસોશ્વાસની સમસ્યાઓ, ખૂબ તાવ અને પેટમાં ખેંચાણને કારણે ફેબ્રુઆરીમાં સ્થાનિક હોસ્પિટલમાં ICU માં દાખલ કરવામાં આવ્યો હતો અને ત્રણ મહિના પછી નિદાન અને સારવાર પછી તેને રજા આપવામાં આવી હતી.

ભારતમાં H9N2 બર્ડ ફ્લૂનો બીજો કેસ...

એજન્સીએ જણાવ્યું હતું કે દર્દીના ઘરની અંદર અને તેની આસપાસ મરઘાં પાલન જેવા અનેક પોલ્ટ્રી ફાર્મ આવેલા છે. તેના પરિવારમાં અથવા અન્ય લોકોમાં શ્વસન સંબંધી બીમારીના લક્ષણો બતાવનાર કોઈ વ્યક્તિ પણ નહતો. WHO એ જણાવ્યું હતું કે રિપોર્ટિંગ સમયે રસીકરણની સ્થિતિ અને એન્ટિવાયરલ સારવારની વિગતો ઉપલબ્ધ નથી. એજન્સીએ કહ્યું કે ભારતમાં H9N2 બર્ડ ફ્લૂ (Bird Flu)નો આ બીજો માનવ ચેપ છે, જેનો પ્રથમ કેસ 2019 માં નોંધાયો હતો.

Advertisement

H9N2 વાયરસ સામાન્ય રીતે હળવી બીમારીનું કારણ બને છે. યુએન એજન્સીએ જણાવ્યું હતું કે વધુ છૂટાછવાયા માનવ ચેપના કેસ આવી શકે છે કારણ કે વાયરસ વિવિધ પ્રદેશોમાં મરઘાંમાં ફરતા સૌથી પ્રચલિત એવિયન ઈન્ફલ્યુએન્ઝા વાયરસ છે. આ મામલે ભારતીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

Advertisement

આ પણ વાંચો : UP Road Accident : ઝૂંપડાની બહાર સૂતો હતો પરિવાર, કાળ બનીને આવ્યો ટ્રક, 8 લોકોના મોત…

આ પણ વાંચો : Jammu and Kashmir : માહિતી આપનારને 20 લાખના ઇનામની જાહેરાત

આ પણ વાંચો : Lok Sabha Speaker : સાઉથની સુષ્મા સ્વરાજ ગણાતા આ મહિલા…..

Tags :
Advertisement

Related News

featured-img
Top News

Pakistan : છેલ્લા 48 કલાકમાં 57 હુમલા, BLA અને TTP એ 100 થી વધુ લોકોના મોતનો દાવો કર્યો

featured-img
Top News

Rashifal 17 માર્ચ 2025 : સોમવારે ચિત્રા નક્ષત્રમાં ધ્રુવ યોગ રચાતા આ રાશિના લોકોને સંપત્તિની દ્રષ્ટિએ જબરદસ્ત લાભ થશે

featured-img
સ્પોર્ટ્સ

Shocking News : ક્રિકેટના ઈતિહાસનો ચોંકાવનારો રેકોર્ડ! 1 બોલ પર બન્યા હતા 286 રન

featured-img
અમદાવાદ

Ahmedabad: એરપોર્ટ પાસે આવેલી તંદુર પેલેસ હોટલના રૂમમાંથી મળી યુવતીની લાશ

featured-img
રાષ્ટ્રીય

એશિયાની સૌથી લાંબી Hyperloop નું રેલવે મંત્રીએ કર્યું નિરીક્ષણ,જુઓ video

featured-img
રાષ્ટ્રીય

શું તમને મોતનો ડર લાગે છે? PM મોદીએ આપ્યો મજેદાર જવાબ

×

Live Tv

Trending News

.

×