Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

હરણી બોટ દુર્ઘટના મામલે 18 સામે ગુનો દાખલ, જાણો કઈ કલમમાં કેટલી સજાની જોગવાઈ 

જાણો કઈ કલમ અંતર્ગત કેટલી સજાની જોગવાઈ :  વડોદરામાં ગઇકાલે હરણી તળાવમાં થયેલ દર્દનાક દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષિકાના મોત નિપજ્યાં હતા. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના એ ગુજરાત જ નહીં સમગ્ર ભારતને હવમચાવી દીધું છે. આ કરુણ ઘટનાએ આખા રાજ્યને...
09:23 AM Jan 19, 2024 IST | Harsh Bhatt

જાણો કઈ કલમ અંતર્ગત કેટલી સજાની જોગવાઈ :  વડોદરામાં ગઇકાલે હરણી તળાવમાં થયેલ દર્દનાક દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષિકાના મોત નિપજ્યાં હતા. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના એ ગુજરાત જ નહીં સમગ્ર ભારતને હવમચાવી દીધું છે. આ કરુણ ઘટનાએ આખા રાજ્યને હચમચાવી દીધું છે. ઉલ્લેખનીય છે કે, બનાવની કરુણતાને પગલે CM ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયા હતા. જ્યા કડક કાર્યવાહીના નિર્દેશ કર્યા હતાં

કઈ કલમ અંતર્ગત કેટલી સજાની જોગવાઈ 

પોલીસને હરણી લેક ઝોનના ઘટના પાસેના સીસીટીવી ફૂટેજ પણ મળ્યા હતા. જેથી પોલીસ અત્યારે સીસીટીવી ફુટેજના આધારે વધુ તપાસ કરી રહી છે. અત્યારે 18 આરોપીઓ સામે IPCની કલમ 304, 308 અને 337,338 અને 114 હેઠળ ગુનો દાખલ કરાયો છે.  જાણો કઈ કલમમાં કરાઇ છે કેટલી સજાની જોગવાઈ....

IPCની કલમ 304 - હત્યા ન ગણાય તેવા ગુનામાં મનુષ્યવધ માટે સજા. આ ગુનામાં 10 વર્ષથી આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ છે.

IPCની કલમ 308 - ગુનાહિત મનુષ્ય વધ કરવાની કોશિશ જેમાં સાત વર્ષ ની સજાની જોગવાઈ છે.

IPCની કલમ 337 – પોતાની ભુલથી બીજા લોકોના જીવ જોખમમાં મૂકવા. આ કલમ હેઠળ વધુમાં વધુ 6 મહિનાની સજાની જોગવાઈ છે.

IPCની કલમ 338 - કોઈ ભયજનક પ્રવૃત્તિ કરીને બીજાના જીવને જોખમમાં મુકવો. આ કલમ હેઠળ 2 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે.

IPCની કલમ 114 - ગુનાના સમયે વ્યક્તિની હાજરી હોવી.

મેસર્સ કોટીયા પ્રોજેકટના આ સંચાલકો વિરૂદ્ધ ગુનો દાખલ થયો

01. બીનીત કોટીયા (ઉ.વ.૩૨ રહે.૧૦, નિલકંઠ બંગલોજ, તક્ષ કોમ્પલેક્ષ વાસના રોડ વડોદરા)
02. હિતેષ કોટીયા (ઉ.વ.૫૫ રહે. ૧૦,નિલકંઠ બંગલોજ, તક્ષ કોમ્પલેક્ષ વાસના રોડ વડોદરા)
03. ગોપાલદાસ શાહ (ઉ.વ.૫૮ રહે.પી/૩ વૈકુઠ ફલેટ વી.આઇ.પી.રોડ કારેલીબાગ વડોદરા)
04. વત્સલ શાહ (ઉ.વ.૨૫ રહે એન/૨૦ પાર્વતીનગર સોસાયટી સ્વામીનારાયણ નગર -૪ સામે હરણી રોડ વડોદરા શહેર)
05. દિપેન શાહ (ઉ.વ.૨૪ રહે.૬૪,પુનિતનગર જી.આઇ.બી.કોલોની,જુના પાદરા રોડ વડોદરા)
06. ધર્મીલ શાહ (ઉ.વ.૨૭ રહે. ૬૪, પુનિતનગર જી.આઇ.બી.કોલોની,જુના પાદરા રોડ વડોદરા)
07. રશ્મિકાંત સી. પ્રજાપતિ (ઉ.વ.૪૬ રહે.૩૮,કર્મવીરવિલા સંતરામ ડેરી રોડ વડોદરા)
08. જતીનકુમાર હરીલાલ દોશી (ઉ.વ.૬૪ રહે.૪,અયોધ્યાપુરી સોસાયટી ભાદરવા ચોકડી સાવલી વડોદરા )
09. નેહા ડી.દોશી (ઉ.વ.૩૦ રહે.૪,અયોધ્યાપુરી સોસાયટી ભાદરવા ચોકડી સાવલી વડોદરા)
10. તેજલ આશિષકુમાર દોશી (ઉ.વ.૪૬ રહે. ૨૪, વ્રજવિહાર સોસાયટી એરપોર્ટ, હરણી રોડ વડોદરા )
11. ભીમસિંગ કુડિયારામ યાદવ (ઉ.વ.૩૬ રહે.બી/૧૪ વલ્લભ ટાઉનશિપ લખુલેશનગરઆજવારોડ વડોદરા)
12. વૈદપ્રકાશ યાદવ (ઉ.વ.૫૦ રહે.એ/૩ વલ્લભ ટાઉનશિપ લખુલેશનગર, આજવારોડ વડોદરા)
13. ધર્મીન ભટાણી (ઉ.વ.૩૪ રહે.૩૪,અંબે સોસાયટી સનસાઇન હોસ્પિટલ,દિવાળીપુરા વડોદરા)
14. નુતનબેન પી.શાહ (ઉ.વ.૪૮ રહે.એન/૨૦, પાર્વતીનગર, સ્વામીનારાયણ નગર- ૪,હરણી રોડ વડોદરા)
15. વૈશાખીબેન પી.શાહ (ઉ.વ.૨૨ પાર્વતીનગર, સ્વામીનારાયણ નગર-૪,હરણી રોડ વડોદરા)
16. મેનેજર હરણી લેકઝોન શાંતિલાલ સોલંકી તથા (૧૭)બોટ ઓપરેટર નયન ગોહિલ
17. બોટ ઓપરેટર અંકિત નામનો માણસ

આ પણ વાંચો -- New Sunrise School : હરણી તળાવ દૂર્ઘટના, જાણો કોણ છે સનરાઈઝ સ્કૂલનો માલિક ?

 

 

Tags :
boatCrimeFIRGujarat PoliceHARNI KANDHARNI LAKEIPCnew sunrise schoolstudents deathVadodaravadodara police
Next Article