Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Pune માં સોફા કમ બેડની અંદરથી મળી યુવતીની લાશ...!

પુણેના ફુરસુંગી વિસ્તારમાં કેબ ડ્રાઈવરની પત્નીની હત્યા સ્વપ્નાલી ઉમેશ પવારની લાશ સોફા-કમ-બેડની અંદરથી મળી આવી આ સોફા-કમ-બેડ પર પતિ ઉમેશ બે દિવસથી સૂતો હતો Pune Murder Case : પુણેના ફુરસુંગી વિસ્તારમાં કેબ ડ્રાઈવરની પત્નીની સોફા કમ બેડની અંદરથી લાશ...
pune માં સોફા કમ બેડની અંદરથી મળી યુવતીની લાશ
Advertisement
  • પુણેના ફુરસુંગી વિસ્તારમાં કેબ ડ્રાઈવરની પત્નીની હત્યા
  • સ્વપ્નાલી ઉમેશ પવારની લાશ સોફા-કમ-બેડની અંદરથી મળી આવી
  • આ સોફા-કમ-બેડ પર પતિ ઉમેશ બે દિવસથી સૂતો હતો

Pune Murder Case : પુણેના ફુરસુંગી વિસ્તારમાં કેબ ડ્રાઈવરની પત્નીની સોફા કમ બેડની અંદરથી લાશ (Pune Murder Case)મળી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 24 વર્ષની સ્વપ્નાલી ઉમેશ પવારની લાશ એ જ સોફા-કમ-બેડની અંદરથી મળી આવી હતી, જેના પર તેનો પતિ ઉમેશ બે દિવસથી સૂતો હતો. આ ઘટના પરિવાર અને પડોશીઓ માટે ઘેરા શોકનું કારણ બની છે.

પતિ બે દિવસથી પત્નીને શોધી રહ્યો હતો

7 નવેમ્બરની સવારે જ્યારે કેબ ડ્રાઈવર ઉમેશ તેની પત્ની સ્વપ્નાલીનો સંપર્ક કરી શક્યો ન હતો ત્યારે તેણે તેને ફોન કર્યો હતો. તે સમયે તેઓ બીડ ખાતે રાઈડ મુકવા ગયો હતો. પરંતુ બીજા દિવસે સવારથી જ સ્વપ્નાલીનો ફોન સ્વીચ ઓફ આવવા લાગ્યો અને તેને શોધવાના પ્રયાસો નિષ્ફળ ગયા. હતાશ થઈને ઉમેશે પૂનાના એક મિત્રને ઘરે જઈને તપાસ કરવા કહ્યું, પણ ત્યાં સ્વપ્નાલીનો કોઈ પત્તો લાગ્યો ન હતો.

Advertisement

ઘરે પરત ફર્યા બાદ સઘન શોધખોળ શરૂ કરી

પુણે પરત ફર્યા બાદ ઉમેશે સમગ્ર વિસ્તારમાં સ્વપ્નાલીને શોધવાનું શરૂ કર્યું. તે તેના મિત્રો અને સંબંધીઓના ઘરે પણ ગયો હતો, પરંતુ તેની પત્નીનો કોઈ પત્તો લાગ્યો ન હતો. બે દિવસની સતત શોધખોળ બાદ પણ કોઈ સુરાગ ન મળતાં તે બેચેન થઈ ગયો અને ઘરની દરેક વસ્તુની ફરી તપાસ કરવા લાગ્યો.

Advertisement

સોફામાંથી પત્નીની લાશ મળી

શનિવારે સવારે જ્યારે ઉમેશે જોયું કે તેની પત્નીની કેટલીક કિંમતી વસ્તુઓ ઘરમાંથી ગાયબ છે, ત્યારે તેણે સોફાની અંદરના સ્ટોરેજ બોક્સ ખોલીને જોયું. ત્યાં તેને તેની પત્ની સ્વપ્નાલીનો મૃતદેહ મળ્યો. લાશ સોફાની અંદર મુકેલી હતી. આ ઝટકો ઉમેશ માટે અત્યંત પીડાદાયક હતો, કારણ કે તે બે દિવસથી આ જ સોફા પર સૂતો હતો.

આ પણ વાંચો-----Actress Murder Mystery:અભિનેત્રીને પ્રેમમાં મળી મોતની સજા

પોલીસે હત્યાની તપાસ હાથ ધરી

ઘટનાની માહિતી મળતા જ પુણે પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસનું કહેવું છે કે સ્વપ્નાલીની ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી અને તેના ગળા પર નખના નિશાન પણ મળી આવ્યા છે. પોલીસને આશંકા છે કે આ કોઈ જાણીતા વ્યક્તિનો હાથ હોઈ શકે છે. કારણ કે ઘરમાં બળજબરીથી પ્રવેશવાના કોઈ ચિહ્નો નહોતા. ઘટના સમયે ઉમેશ પુણેમાં નહોતો, જેના કારણે પોલીસની શંકા અન્ય કોઈ વ્યક્તિ પર પડી છે.

સીસીટીવી ફૂટેજની પણ તપાસ

પોલીસે જણાવ્યું હતું કે સ્વપ્નાલીના પતિએ એક વ્યક્તિનો ઉલ્લેખ કર્યો છે જે ઘણીવાર તેમના ઘરે આવતો હતો અને ક્યારેક રાત્રે પણ રોકાતો હતો. પોલીસે તે વ્યક્તિના ઘરે પણ શોધખોળ કરી હતી, પરંતુ તે ત્યાં મળ્યો નહોતો. પોલીસ ડોગ સ્ક્વોડ અને ફિંગર પ્રિન્ટની મદદથી આ વ્યક્તિને શોધી રહી છે. વિસ્તારના સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે.

હત્યા અને ચોરીનો ગુનો નોંધાયો

ઉમેશની ફરિયાદના આધારે હત્યા અને ચોરીનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે આ વ્યક્તિ છેલ્લે સ્વપ્નાલીના ઘરે ગયો હતો અને ઘટના બાદ તેનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો. પોલીસ આ કેસને ઉકેલવા માટે ઝડપથી તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં કોઈ નિષ્કર્ષ પર પહોંચવાની આશા છે.

આ પણ વાંચો----દિલ્હીમાં Double Murder, કાકા-ભત્રીજાની ગોળી મારી હત્યા

Tags :
Advertisement

.

×