Jharkhand: રાંચીમાં વિદ્યાર્થીઓથી ભરેલી બસને નડ્યો અકસ્માત, બસ ડ્રાઈવર પર લાગ્યો ગંભીર આરોપ
Ranchi Bus Accident, Jharkhand: ઝારખંડમાં એક દુઃખદ ઘટના બની છે. ઝારખંડ (Jharkhand)ની રાજધાની રાંચીમાં શનિવારે સવારે એક મોટી ઘટના બની છે. નોંધનીય છે કે, એક સ્કૂલ બસ વારે પલટી ગઈ હતી. આ મામલે પોલીસે વિગતો આપતા જણાવ્યું કે, બસમાં 30 બાળકો સવારે હતા. મંદારની સેન્ટ મારિયા સ્કૂલથી લગભગ 100 મીટર દૂર વળાંક પર બસ પલટી ગઈ હતી. આ અકસ્માતમાં 15 બાળકો ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે.
અકસ્માતમાં લગભગ 15 બાળકો ઘાયલ થયા
મંદાર પોલીસે સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીએ જણાવ્યું કે, આ અકસ્માતમાં લગભગ 15 બાળકો ઘાયલ થયા છે. અત્યારે તેમને મિશન હોસ્પિલટમાં સારવાર માટે ભર્તી કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, બસનો અકસ્માત થતા એક બાળકનો માથાના ભાગે ગંભીર ઈજા થઈ છે. તે બાળકનું અત્યારે સીટી સ્કેન કરાવવામાં આવી રહ્યું છે. પોલીસ અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે, અન્ય બાળકોની સ્થિતિ સારી અને સ્વસ્થ છે.
વાલીઓએ બસ ડ્રાઈવર પર લગાવ્યો આવો આરોપ
આ અકસ્માતને લઈને એક બાળકના માતા-પિતાએ આરોપ લગાવ્યો છે કે, બસ ફુલ ઝડપે જઈ રહી હતી અને બસનો ડ્રાઈવર ફોનમાં વાત કરી રહ્યો હતો. આ સાથે માતા પિતાએ વધુમાં જમાવ્યું કે, આજે બસ પોતાના રોજના સમય કરતા 45 મિનીટ મોડી હતી. આથી ડ્રાઈવર વધારે ઝડપથી બસ ચલાવી રહ્યો હતો. જ્યારે બસનો અકસ્માત થયો ત્યારે ડ્રાઈવર ફોન પર વાત કરી રહ્યો હતો.
Jharkhand | A school bus overturned in the Mandar CD block of the Ranchi Sadar subdivision. Several injuries reported. pic.twitter.com/BDUSocAA8w
— ANI (@ANI) April 27, 2024
બસનો ડ્રાઈવર ઘટના સ્થળેથી ભાગી ગયો
પોલીસે વધારે વિગતો આપતા જણાવ્યું હતું કે, બસનો ડ્રાઈવર ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. તેની શોધ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે, વિદ્યાર્થીના માતા-પિતાના આરોપોની પુષ્ટી કરવા સાથે બીજા કારણોની પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. મળતી વિગતો પ્રમાણે આ અકસ્માત સમયે બસમાં 30 બાળકો સવાર હતા. બસનો અકસ્માત થવાથી 15 બાળકો ઘાયલ થયા છે. જે બાળકોને પ્રથામિક સારવાર માટે હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવ્યા છે. જો કે, ડ્રાઈવર ફરાર છે તેની શોધ અત્યારે ચાલી રહી છે.