BSNL લાવી રહ્યું છે D2D ટેક્નોલોજી, સિમ અને નેટવર્ક વગર થશે કોલિંગ!
- BSNL એ ગયા મહિને નવા સ્લોગનનું અનાવરણ કર્યું
- ટુંક સમયમાં મોબાઈલ નેટવર્ક વગર પણ કોલ શરૂ થશે
- સરકારી ટેલિકોમ કંપનીએ 7 નવી સેવાઓ પણ શરૂ કરી
- જેમાં D2D સેવાનો સમાવેશ કરવામાં આવ્યો છે
BSNL: BSNL એ ગયા મહિને તેના નવા લોગો અને સ્લોગનનું અનાવરણ કર્યું છે. સરકારી ટેલિકોમ કંપનીએ તેની 7 નવી સેવાઓ પણ શરૂ કરી છે, જેમાં સ્પામ ફ્રી નેટવર્ક, ATS કિઓસ્ક અને D2D સેવાનો સમાવેશ થાય છે. ભારત સંચાર નિગમ લિમિટેડે હાલમાં ટ્રાયલ ધોરણે D2D એટલે કે ડાયરેક્ટ-ટુ-ડિવાઈસ સેવા રજૂ કરી છે. આમાં કોઈપણ સિમ કાર્ડ અને મોબાઈલ નેટવર્ક વગર પણ કોલ કરી શકાય છે.
D2D ટેકનોલોજી શું છે?
BSNLની આ સેવા સેટેલાઇટ દ્વારા સ્માર્ટફોન, સ્માર્ટવોચ અને અન્ય ગેજેટ્સ જેવા મોબાઇલ ઉપકરણોને જોડે છે. તેને કોઈ ટેરેસ્ટ્રીયલ મોબાઈલ નેટવર્કની જરૂર નથી. BSNL એ D2D સેવા માટે Viasat સાથે ભાગીદારી કરી છે. તેનું સફળ ટ્રાયલ પણ થોડા દિવસો પહેલા જ પૂર્ણ થયું છે. યુઝર્સ સીમ કાર્ડ વગર મોબાઈલ ડિવાઈસથી સીધા જ ઓડિયો-વિડિયો કોલ કરી શકશે.
I also like what they're doing in the D2D space (partnership with Skylo + just tested with BSNL in India + founded MSS Association for standards-based NTN); as well as data relay (RTSR + RTE + InCommand for NASA CSP with partners $RKLB and Loft) pic.twitter.com/oLtpz8IQfJ
— Tran (@trypto_tran) November 1, 2024
સ્માર્ટફોનનો ઉપયોગ કરીને ફોન કોલ કર્યો હતો
ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ દરમિયાન હાથ ધરવામાં આવેલા આ ટ્રાયલમાં, BSNL એ 36,000 કિલોમીટરના અંતરે સેટેલાઈટ નેટવર્ક દ્વારા એન્ડ્રોઈડ સ્માર્ટફોનનો ઉપયોગ કરીને ફોન કોલ કર્યો હતો. BSNLની આ સુવિધાનો લાભ ખાસ કરીને ઈમરજન્સી કે કોઈપણ કુદરતી આફત વખતે લઈ શકાય છે. D2D ટેક્નોલોજીનો ઉપયોગ કરીને, કટોકટીની મદદ લઈ શકાય છે અને તે ફસાયેલા લોકોને બચાવવામાં મદદ કરશે.
આ પણ વાંચો -Maruti eVX પર આધારિત હશે કંપનીની નવી ઇલેક્ટ્રોનિક કાર! જણો ક્યારે થશે લોન્ચ?
Jio, Airtel પણ રેસમાં છે
BSNL ઉપરાંત રિલાયન્સ જિયો, એરટેલ અને વોડાફોન-આઈડિયા પણ સેટેલાઇટ કનેક્ટિવિટી સર્વિસ પર કામ કરી રહી છે. તે જ સમયે, એલન મસ્કની કંપની સ્ટારલિંક અને એમેઝોને પણ ભારતમાં સેટેલાઇટ સેવા આપવા માટે અરજી કરી છે. હાલમાં આ બંને કંપનીઓને ટેલિકોમ્યુનિકેશન વિભાગ એટલે કે DoT તરફથી મંજૂરી મળી નથી.
આ પણ વાંચો -Instagram Down:ઇન્સ્ટાગ્રામ ફરી ડાઉન, લાખો યુઝર્સ થયા પરેશાન
સ્પેક્ટ્રમ ફાળવણીની પ્રક્રિયા પૂર્ણ થશે
સરકાર હાલમાં સેટેલાઇટ કનેક્ટિવિટી માટે સ્પેક્ટ્રમ ફાળવણીની પ્રક્રિયાની તૈયારી કરી રહી છે. ટેલિકોમ્યુનિકેશન વિભાગે તેની કિંમત અને ફાળવણી અંગે ઉદ્યોગના હિતધારકો પાસેથી સૂચનો માંગ્યા છે. પ્રતિસાદ મળ્યા પછી, સ્પેક્ટ્રમ ફાળવણીની પ્રક્રિયા પૂર્ણ થશે, ત્યારબાદ BSNL, Airtel, Jio અને અન્ય ખેલાડીઓ તેમની સેટેલાઇટ સેવાઓ શરૂ કરી શકશે.