Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

British મંત્રીનું પ્લેન રશિયાની સીમા નજીક ઉડી રહ્યું હતું, અચાનક સિગ્નલ જામ થઈ ગયું અને પછી...

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે પશ્ચિમી દેશો અને રશિયા વચ્ચેના સંબંધો ચરમસીમાએ બગડી ગયા છે. પશ્ચિમી દેશો રશિયા સામે યુક્રેનને સતત સૈન્ય અને આર્થિક મદદ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં વધુ એક મોટી ઘટના સામે આવી છે. બ્રિટિશ (British) સંરક્ષણ સચિવ ગ્રાન્ટ...
british મંત્રીનું પ્લેન રશિયાની સીમા નજીક ઉડી રહ્યું હતું  અચાનક સિગ્નલ જામ થઈ ગયું અને પછી

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે પશ્ચિમી દેશો અને રશિયા વચ્ચેના સંબંધો ચરમસીમાએ બગડી ગયા છે. પશ્ચિમી દેશો રશિયા સામે યુક્રેનને સતત સૈન્ય અને આર્થિક મદદ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં વધુ એક મોટી ઘટના સામે આવી છે. બ્રિટિશ (British) સંરક્ષણ સચિવ ગ્રાન્ટ શૅપ્સને લઈ જતું વિમાન રશિયન પ્રદેશની નજીક ઉડતી વખતે તેનો સેટેલાઇટ સિગ્નલ જામ થઈ ગયો હતો, બ્રિટિશ (British) સરકારે ગુરુવારે જણાવ્યું હતું.

Advertisement

કાલિનિનગ્રાડ નજીકની ઘટના

બ્રિટિશ (British) સરકારે માહિતી આપી છે કે રક્ષા સચિવ ગ્રાન્ટ શેપ્સના અધિકારીઓ અને પત્રકારોને લઈને રોયલ એરફોર્સ જેટ પોલેન્ડથી યુકે માટે ઉડાન ભરી હતી. જો કે, જેમ જેમ પ્લેન કેલિનિનગ્રાડ નજીક પહોંચ્યું તેમ, પ્લેનને ટેકઓફ દરમિયાન આ વિસ્તારમાં અસ્થાયી જીપીએસ જામિંગનો અનુભવ થયો.

પ્રત્યક્ષદર્શીઓએ શું કહ્યું?

પોલેન્ડથી યુકે જઈ રહેલા પ્લેનમાં ટાઈમ્સ ઓફ લંડનનો રિપોર્ટર પણ સવાર હતો. તેમણે આ ઘટના અંગે માહિતી આપી છે. રિપોર્ટરે અહેવાલ આપ્યો કે મોબાઈલ ફોન લગભગ 30 મિનિટ સુધી ઈન્ટરનેટ સાથે કનેક્ટ થઈ શક્યા નથી અને એરક્રાફ્ટને તેનું સ્થાન નક્કી કરવા માટે વૈકલ્પિક પદ્ધતિઓનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી.

Advertisement

જાણો કેલિનિનગ્રાડ વિશે ખાસ વાતો

કાલિનિનગ્રાડ એ રશિયાનો એક પ્રદેશ છે જે મુખ્ય ભૂમિથી અલગ છે અને અન્ય પશ્ચિમી દેશોથી ઘેરાયેલો છે. તે બાલ્ટિક સમુદ્રના દક્ષિણ કિનારે લિથુઆનિયા અને પોલેન્ડ વચ્ચે સ્થિત છે. કાલિનિનગ્રાડ 223 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે અને અહીં લગભગ 1 મિલિયન લોકો રહે છે. રશિયા માટે કેલિનિનગ્રાડ લશ્કરી દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

આ પણ વાંચો : Vatican City: માત્ર 800 લોકોનો દેશ છે ખુબ જ અજીબ, અહીં બાળકોનો જન્મ જ નથી થતો

Advertisement

આ પણ વાંચો : CAA : અમેરિકામાં હિન્દુ સંગઠને CAA ના અમલ પર ખુશી વ્યક્ત કરી, કહ્યું- ‘પ્રતીક્ષા પૂરી થઈ’

આ પણ વાંચો : Viral Video : United airlines flightનું લોસ એન્જલસમાં ઈમરજન્સી લેન્ડિંગ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.