Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

શું છે BRICS? કેટલું શક્તિશાળી છે આ સંગઠન? ભારત માટે આ સમિટ કેટલી મહત્વની છે, જાણો

BRICS 2023: દક્ષિણ આફ્રીકાના જ્હોન્સબર્ગમાં આજથી બ્રિક્સ સમિટ શરૂ થવા જઈ રહી છે. 2019 બાદથી આ પહેલીવાર છે જ્યારે બ્રીક્સની પહેલીવાર ઓફલાઈન મિટિંગ થશે. 22 થી 24 ઓગસ્ટ સુધી યોજાનારી સમિટમમાં કરન્સી કારોબાર કરવા પર પણ વાતચીત થશે. રશિયાના રાષ્ટ્રપતિ...
09:57 AM Aug 22, 2023 IST | Viral Joshi

BRICS 2023: દક્ષિણ આફ્રીકાના જ્હોન્સબર્ગમાં આજથી બ્રિક્સ સમિટ શરૂ થવા જઈ રહી છે. 2019 બાદથી આ પહેલીવાર છે જ્યારે બ્રીક્સની પહેલીવાર ઓફલાઈન મિટિંગ થશે. 22 થી 24 ઓગસ્ટ સુધી યોજાનારી સમિટમમાં કરન્સી કારોબાર કરવા પર પણ વાતચીત થશે.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આ સમિટમાં આવવાનો ઈનકાર કરી ચુક્યા છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ તેમાં સામેલ થશે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમાં ભાગ લેવા માટે મંગળવારે સવારે જ્હોન્સબર્ગ માટે રવાના થયાં છે. જોકે હજુ સુધી તે સ્પષ્ટ નથી થયું કે શું બ્રિક્સ સમિટથી ઈતર વડાપ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે વાતચીત થશે કે નહી? વડાપ્રધાન મોદી અને શી જિનપિંગની છેલ્લી મુલાકાત નવેમ્બરમાં G20 બેઠક દરમિયાન થઈ હતી.

BRICS નો અર્થ શું છે?

BRICS દુનિયાની પાંચ સૌથી ઝડપી અર્થવ્યવસ્થાનું ગૃપ છે. બ્રીક્સનું દરેક અક્ષર એક દેશનું પ્રતિનિધિત્વ કરે છે. જેમાં B=બ્રાઝિલ, R=રશિયા, I=ન્ડિયા, C=ચીન સાઉથ S=આફ્રિકા છે. વર્ષ 2001માં ગોલ્ડમેન સૈક્સના અર્થશાસ્ત્રી જિમ ઓનિલ એક રિસર્ચ પેપરમાં BRIC શબ્દનો ઉપયોગ કર્યો હતો. BRIC માં બ્રાઝિલ, રશિયા, ઈન્ડિયા અને ચીન હતા.

વર્ષ 2006 માં પહેલીવાર બ્રિક દેશોની બેઠક મળી. તે જ વર્ષે સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દરમિયાન આ ચારેય દેશોના વિદેશ મંત્કરીઓની મિટિંગ થઈ તો આ સમુહને BRIC નામ અપાયું. બ્રિક દેશોની પહેલી શિખર સ્તરની બેઠક 2009માં રશિયાના યેકાટેરિંગબર્ગમાં થઈ હતી. તે બાદ 2010માં બ્રાઝિલના બ્રાસિલિયામાં બીજી શિખર બેઠક થઈ. તે જ વર્ષે તેમાં સાઉથ આફ્રિકા પણ સામેલ થયું હતું ત્યારે BRIC માંથી BRICS બની ગયુ.

5 ઉભરતી અર્થવ્યવસ્થા

BRICS હેડક્વાર્ટર ચીનના શંઘાઈમાં આવેલું છે. તેની સમિટ દર વર્ષે થાય છે. આ સમિટમાં દરેક પાંચ દેશોના રાષ્ટ્રપ્રમુખો સામેલ થાય છે. તેની મેજબાની દર વર્ષે એક-એકવાર મળે છે. હાલ સાઉથ આફ્રિકા પાસે મેજબાની કરી રહ્યું છે. આગલા વર્ષે કોઈ અન્ય દેશ હશે. બ્રિક્સમાં જે પાંચ દેશો સામેલ છે તે બધી જ ઉભરતી અર્થવ્યવસ્થા છે તેની દુનિયાની GDP 31.5%ની ભાગીદારી છે. બ્રિક્સના પાંચ દેશોમાં દુનિયાની 41%થી વધારે વસ્તી રહે છે. વૈશ્વિક કારોબરમાં તેમનો 16% હિસ્સો છે. આ બધા દેશ G20નો હિસ્સો છે. જાણકારોનું માનવું છે કે, 2050 સુધી આ દેશો ગ્લોબલ ઈકોનોમિમાં હાવિ થઈ જશે.

આ પણ વાંચો : PM મોદી દ.આફ્રિકા જવા માટે રવાના, 15મા BRICS શિખર સંમેલનમાં લેશે ભાગ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
BrazilBRICS 2023China and South AfricaGloble PoliticsIndiaNarendra Modirussia
Next Article