Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

BRICS Summit 2023 : PM મોદી બ્રિક્સ સમ્મેલનમાં થશે સામેલ, ભારત માટે શું છે તેનું મહત્વ

BRICS Summit 2023 સાઉથ આફ્રિકાની અધ્યક્ષતામાં આ વખતે 15મું બ્રિક્સ શિખર સમ્મેલન આયોજીત થવા જઈ રહ્યું છે. જ્હોન્સબર્ગમાં આયોજીત થઈ રહેલા શિખર સમ્મેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાગ લેશે. વડાપ્રધાન મંગળવારે સમ્મેલનમાં ભાગ લેવા રવાના થશે અને તે જ દિવસે...
12:43 PM Aug 21, 2023 IST | Viral Joshi

BRICS Summit 2023 સાઉથ આફ્રિકાની અધ્યક્ષતામાં આ વખતે 15મું બ્રિક્સ શિખર સમ્મેલન આયોજીત થવા જઈ રહ્યું છે. જ્હોન્સબર્ગમાં આયોજીત થઈ રહેલા શિખર સમ્મેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાગ લેશે. વડાપ્રધાન મંગળવારે સમ્મેલનમાં ભાગ લેવા રવાના થશે અને તે જ દિવસે ગૃપના વેપાર મંચની બેઠક સાથે તેની શરૂઆત થશે. સમ્મેલન 22 થી 24 ઓગસ્ટ સુધી ચાલશે.

શું હશે ભારતનું ફોક્સ

આ સમ્મેલનમાં અનેક મુદ્દા પર ભારતનું ફોકસ હશે જેમાં આર્થિક અને સુરક્ષા હિત જ સર્વોપરિ હશે. આર્થિક સહયોગ, ખાદ્ય સુરક્ષા અને બ્રિક્સ વિસ્તારથી સંબંધિત મુદ્દા પર ચર્ચામાં ભાગ લેવા સિવાય વડાપ્રધાન મોદી દ્વારા શિખર સમ્મેલનમાં સભ્ય દેશોને પરસ્પરના સુરક્ષા હિતોનું સમ્માન કરવા અને આતંકવાદ વિરૂદધ એક સ્વરમાં બોલવાની જરૂરિયાત પર પણ ભાર આપવાની આશા છે.

PM સંબોધિત કરશે

દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામફોસા, ચીનના શી જિનપિંગ, બ્રાઝિલના લૂઈઝ લીલા દા સિલ્વા સાથે 50થી વધારે દેશોના નેતાઓ સામેલ થવાની આશા છે. આ વડાપ્રધાન મોદીના 2019 બાદનું પહેલું વ્યક્તિગત બ્રિક્સ શિખર સમ્મેલન હશે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ આ સમ્મેલનમાં વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાશે. વડાપ્રધાન મોદી મંગળવારે બિઝનેસ ફોરમને સંબોધિત કરશે. જ્યાં તેમને એવા સમયે બ્રિક્સના મહત્વને રેખાંકિત કરવાની આશા છે જ્યારે દુનિયા હજુ પણ કોરોના મહામારી અને યૂક્રેન યુદ્ધના પરિણામો સામે ઝઝુમી રહી છે. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં ડિઝિટલ પરિવર્તન સહિત પોતાની સરકારની કેટલીક ઉપલબ્ધિઓ પણ ગણાવી શકે છે.

મોદી-જિનપિંગની મુલાકાત

શિખર સમ્મેલનના પહેલા દિવસે નેતાઓની મુલાકાત વચ્ચે વડાપ્રધાન મોદી પહેલીવાર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત થશે જોકે સત્તવાર રીતે બંને નેતાઓના મળવાની વાત હજુ સામે આવી નથી અને બંને પક્ષોએ બેઠકનો ઈનકાર પણ નથી કર્યો કારણ કે, બંને નેતાઓ જ્હોન્સબર્ગમાં લગભગ 48 કલાક સુધી સાથે રહેશે. શક્યતા એવી પણ છે કે વડાપ્રધાન મોદી રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા અને વાતચીત અને કૂટનીતિથી તેનો ઉકેલ લાવવા પર ભાર આપી શકે છે જયારે શી જિનપિંગની ઉપસ્થિતિમાં આતંકવાદના મુદ્દા ઉઠાવવા પર પણ વિચાર કરી શકે છે.

આ પણ વાંચો : માત્ર રંગ નહી ઘણા ફિચર્સમાં પણ કરાયા છે ફેરફાર, મુસાફરી બનશે વધુ આરામદાયક

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
BrazilBRICSBRICS Summit 2023ChinaIndiarussiaSouth Africa
Next Article