Brazil : પ્લેન ગોળ ગોળ ફર્યું અને રમકડાની જેમ ઉપરથી પડ્યું, 61 લોકોના મોત, Video Viral
- Brazil માં ગંભીર અકસ્માત
- પ્લેન ક્રેશ થતા 61 લોકોના મોત
- પ્લેન ક્રેશનો વીડિયો વાયરલ
બ્રાઝિલ (Brazil)માં શુક્રવારે એક મોટો વિમાન અકસ્માત થયો હતો. તે પ્રાદેશિક ટર્બોપ્રોપ પ્લેન હતું જે બ્રાઝિલ (Brazil)ના સાઓ પાઉલો નજીક ક્રેશ થયું હતું. વિમાનમાં સવાર તમામ 61 લોકોના મોત થયા હતા. પ્લેન અકસ્માતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયો જોઈને અંદાજ લગાવી શકાય છે કે પ્લેન દુર્ઘટના કેટલી ભયાનક હતી.
ગોળ ગોળ ફરીને નીચે પડ્યું પ્લેન...
વાયરલ વીડિયોમાં પ્લેન ઊંચાઈ પર ઉડતું જોવા મળે છે, પછી અચાનક તે સીધુ નીચેની તરફ પડવા લાગે છે. પાયલોટ સંપૂર્ણ રીતે પ્લેન પરથી નિયંત્રણ ગુમાવી દે છે. પ્લેન આગળ વધવાને બદલે નીચેની તરફ વળે છે અને રહેણાંક વિસ્તારમાં પડે છે. ટર્બોપ્રોપ પ્લેન ક્રેશ થયું તે પહેલા તેમાં 61 લોકો સવાર હતા. અકસ્માત બાદ તમામ મુસાફરોના મોત થયા હતા.
આ પણ વાંચો : Sheikh Hasina ના પુત્રએ કરી આવી માંગ, ભારતીયને થશે ગર્વ, મોદી સરકારને આપ્યો ખાસ સંદેશ... Video
ફ્લાઇટ બપોરે 1:30 કલાકે ઉપડી હતી...
આ ઘટના અંગે પ્રાદેશિક અધિકારીઓએ જણાવ્યું હતું કે સાઓ પાઉલો ઈન્ટરનેશનલ એરપોર્ટ માટે રવાના થયેલા વિમાને પારાના રાજ્યના કાસ્કેવેલથી બપોરે 1:30 વાગ્યે ઉડાન ભરી હતી. પ્લેન સાઓ પાઉલોથી ઉત્તરપશ્ચિમમાં લગભગ 80 કિમી (50 માઇલ) દૂર વિન્હેડો શહેરમાં ક્રેશ થયું હતું. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ATR-72 એરક્રાફ્ટ બેકાબૂ થઈ ગયું છે. પ્લેન નીચે પડતાની સાથે જ ધુમાડાના ગોટેગોટા જોવા મળે છે અને તેમાં આગ લાગી જાય છે.
આ પણ વાંચો : Breaking: ઇઝરાયેલની ગાઝામાં એર સ્ટ્રાઇક...સૌથી મોટા નરસંહારનો દાવો...
સ્થાનિક લોકોએ પ્લેન ક્રેશનો જોરદાર અવાજ સાંભળ્યો...
જ્યાં અકસ્માત થયો હતો તે વિસ્તારના રહેવાસી ડેનિયલ ડી લિમાએ જણાવ્યું હતું કે, તેણે બારી બહાર જોતા પહેલા જોરદાર અવાજ સાંભળ્યો હતો. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પ્લેન ગોળ ગોળ ફરી રહ્યું છે, પરંતુ આગળ વધી રહ્યું ન હતું. થોડી જ વારમાં પ્લેન આકાશમાંથી પડ્યું અને વિસ્ફોટ થયો.
આ પણ વાંચો : Security : હિન્દુઓને આખી રાત જાગીને મકાન અને મંદિરનું રક્ષણ કરવું પડે છે