Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ખોડિયાર માતાનું અપમાન કરનારા બ્રહ્મસ્વરુપદાસે માગી માફી 

ખોડિયાર માતા વિરુદ્ધ બોલનાર સ્વામીએ માગી માફી બ્રહ્મસ્વરુપદાસ સ્વામીએ ફરી પુનરાવર્તન નહી થાય તેવી આપી ખાતરી ધાર્મિક માન્યતા અને લાગણી ખંડન કરવાનો મારો ઇરાદો ન હતો હાથ જોડી કરબદ્ધ ક્ષમા યાચના કરી  પહેલા બેફામ નિવેદનબાજી કરી અને પછી માફી...
ખોડિયાર માતાનું અપમાન કરનારા બ્રહ્મસ્વરુપદાસે માગી માફી 
  • ખોડિયાર માતા વિરુદ્ધ બોલનાર સ્વામીએ માગી માફી
  • બ્રહ્મસ્વરુપદાસ સ્વામીએ ફરી પુનરાવર્તન નહી થાય તેવી આપી ખાતરી
  • ધાર્મિક માન્યતા અને લાગણી ખંડન કરવાનો મારો ઇરાદો ન હતો
  • હાથ જોડી કરબદ્ધ ક્ષમા યાચના કરી 
  • પહેલા બેફામ નિવેદનબાજી કરી અને પછી માફી માગી
ખોડિયાર માતાજી વિરુદ્ધ એલફેલ બોલનારા વડતાલના બ્રહ્મસ્વરુપદાસ સ્વામીએ આજે વીડિયો જાહેર કરીને કરબદ્ધ ક્ષમા યાચના કરી માફી માગી છે. સ્વામિનારાયણ સંતો પહેલા બેફામ નિવેદનો આપે છે અને ત્યાર પછી વિવાદ કે લોકોનો રોષ ફાટી નિકળે ત્યારે હંમેશા માફી માગી લેતા હોય છે. ફરી એક વાર સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ ખોડિયાર માતાનું અપમાન કર્યા બાદ હવે માફી માગી છે ત્યારે પહેલા અપમાન અને બાદમાં માફી માગવી તે શિરસ્તો ક્યારે અટકશે તેવો સવાલ ઉભો થઇ રહ્યો છે.
ખોડિયાર માતાનું અપમાન કર્યું
વડતાલ સ્વામિનારાયણ સંસ્થાનના બ્રહ્મસ્વરુપદાસ સ્વામીનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેમણે ખોડિયાર માતાનું અપમાન કર્યું હતું. ખોડિયાર માતાનું અપમાન કરનારા સ્વામી સામે ઉગ્ર રોષ ફાટી નિકળ્યો હતો. લોકોનો ભારે રોષ જોતાં આખરે બ્રહ્મસ્વરુપદાસ સ્વામીએ માફી માગી છે.

Advertisement

શું કહ્યું બ્રહ્મસ્વરુપદાસે 
બ્રહ્મસ્વરુપદાસ સ્વામીએ જાહેર કરેલા વીડિયોમાં જણાવ્યું છે કે શ્રી ખોડિયાર માતાજી અને તેમાં આસ્થા ધરાવતા ધર્મપ્રેમી સજ્જન ભક્તો તથા ખોડલધામ ટ્રસ્ટ કાગવડ તથા ખોડિયાર માતાજીના મંદિરો અને સંસ્થાઓ તથા તમામને વિનંતી સહ જણાવવાનું કે મારો આશય કોઇની ધાર્મિક લાગણી કે માન્યતાનું ખંડન કરવાનો ન હતો. છતાં મારા શબ્દોથી કોઇને ઠેસ પહોંચી હોય તો હું બ્રહ્મસ્વરુપદાસ સ્વામી દિલગીરી સાથે હાથ જોડી કરબદ્ધ ક્ષમા યાચના ચાહું છું અને ફરી વખત પુનરાવર્તન નહી થાય તેની ખાતની આપું છું.
Tags :
Advertisement

.