Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ટામેટાની સુરક્ષા માટે બાઉન્સર લાગ્યા કામે

દેશભરમાં છેલ્લા કેટલાક દિવસોથી શાકભાજીના ભાવમાં ભડકો થયો છે. ટામેટા કે જે હાલમાં ગરીબોની થાળીમાંથી દૂર થતા જોવા મળી રહ્યા છે. ભાવ એટલો વધી ગયો છે કે, હવે તેને વેચતા વિક્રેતાએ ટામેટાની રક્ષા કરવા માટે બાઉન્સર રાખ્યા છે. આ પ્રકારના...
05:49 PM Jul 14, 2023 IST | Hardik Shah

દેશભરમાં છેલ્લા કેટલાક દિવસોથી શાકભાજીના ભાવમાં ભડકો થયો છે. ટામેટા કે જે હાલમાં ગરીબોની થાળીમાંથી દૂર થતા જોવા મળી રહ્યા છે. ભાવ એટલો વધી ગયો છે કે, હવે તેને વેચતા વિક્રેતાએ ટામેટાની રક્ષા કરવા માટે બાઉન્સર રાખ્યા છે. આ પ્રકારના સમાચાર વારાણસીથી સામે આવી રહ્યા છે. જેનો વીડિયો પણ હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો વાયરલ થયા બાદ ખૂબ જ ચર્ચા થઇ રહી છે.

ટામેટાનો વધ્યો એટલો ભાવ, વિક્રેતાને સુરક્ષા માટે રાખવા પડ્યા બાઉન્સર

સમગ્ર દેશમાં ટામેટાના ભાવ વધારાથી લોકો કંટાળી ગયા છે. લોકોની ખાન-પાનમાંથી ધીમે ધીમે ટામેટા ગાયબ થતા જઇ રહ્યા છે. ત્યારે ઉત્તર પ્રદેશના વારાણસીમાં ટામેટાને લૂંટારાઓથી બચાવવા માટે શાકભાજીની દુકાન પર બાઉન્સરો તૈનાત કરવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર, દુકાનદાર એસપી નેતાનું કહેવું છે કે ટામેટા ખૂબ મોંઘા થઈ ગયા છે અને તેને ખરીદનારા લોકો લૂંટી ન લે એટલા માટે બાઉન્સરો તૈનાત કરવામાં આવ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે, તમામ ટામેટા વેચાયા બાદ બાઉન્સરને રજા આપવામાં આવે છે. રવિવારે દુકાન પર પોસ્ટ કરાયેલા બાઉન્સરના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. ફોટો વાયરલ થયા બાદ સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે પણ તેના પર ટ્વીટ કર્યું હતું.

ટામેટાની Z સુરક્ષાની માંગ ઉઠી

વારાણસીના લંકા વિસ્તારમાં નાગવાનમાં શાકભાજી વેચતા અજય ફૌજી સમાજવાદી પાર્ટીના કાર્યકર છે અને ટામેટાના ઊંચા ભાવના વિરોધમાં તેમની દુકાન પર બાઉન્સર તૈનાત કર્યા હતા. તેમનું કહેવું છે કે, મોંઘવારી વધુ છે. ટામેટા 150 પાર છે, કોઈ વિવાદ ન થાય તે માટે ગોઠવવામાં આવ્યા છે. શાકભાજી વિક્રેતાએ ટામેટાની સુરક્ષા માટે બાઉન્સર બોલાવીને શાકભાજી વેચવાનું શરૂ કર્યું હોવાની જાણ થતાં એસપી સુપ્રીમો અખિલેશ યાદવ સક્રિય થયા અને ટામેટાની Z સુરક્ષાની માંગ કરી દીધી. વળી, સોશિયલ મીડિયા પર આવા સમાચાર પણ સામે આવ્યા હતા કે ટામેટાની ચોરી થઈ રહી છે, જ્યારે લોકો તેને દુકાનોમાંથી લૂંટી રહ્યા છે.

ટામેટા મોંઘા થવા પાછળ શું છે કારણ? 

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોમાં વિવિધ કારણોસર ટામેટાના ભાવમાં વધારો થયો છે. તેનું એક કારણ એ છે કે હરિયાણા, રાજસ્થાન, યુપી એમપીના પાકને નુકસાન થયું છે. જેના કારણે પુરવઠો થતો નથી. સાથે જ વચ્ચે પડેલી ગરમી અને હવે ખલેલ પહોંચાડતો વરસાદ પણ તેના મહત્વના કારણોમાં સામેલ છે. આ બધાની વચ્ચે ટામેટાના વધતા ભાવને લઈને લોકો અલગ અલગ રીતે પ્રતિક્રિયા આપી રહ્યા છે.

શાકભાજીના દુકાનદારે મોંઘવારી માટે PM ને જવાબદાર ગણાવ્યા

વારાણસીના શાકભાજીના દુકાનદાર અજય ફૌજીએ મોંઘવારી માટે વડાપ્રધાનને જવાબદાર ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, PM મોદીના શાસનમાં લોકો મોંઘવારીથી પરેશાન છે. વધુમાં કહ્યું કે, હાલમાં ટામેટા 160 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. જેના કારણે લોકો માત્ર 50 અથવા 100 ગ્રામ ટામેટા જ ખરીદી રહ્યાં છે.

આ પણ વાંચો :  MISSION CHANDRAYAAN-3 : ચંદ્રયાન-3 જ્યાં ઉતરશે તે જગ્યા પર કાયમ અંધારું જ હોય છે..!

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Akhilesh YadavBouncerTomatoTomato PriceTomato Price HikeVaranasi
Next Article