Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઉત્તરકાશી ટનલ રેસ્ક્યૂ ઓપરેશનના હીરો આર્નોલ્ડ ડિક્સના ઑસ્ટ્રેલિયાના PMએ કર્યાં વખાણ, કહ્યું- 'બંને દેશ તેમના...'

ઑસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝએ શુક્રવારે ઑસ્ટ્રેલિયાની સંસદને સંબોધિત કરતા ભારતના ઉત્તકાશી ટનલ દુર્ઘટના રિસ્ક્યૂ ઓપરેશનના હીરો આર્નોલ્ડ ડિક્સના ખૂબ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, બંને દેશ તેમના કરજદાર થઈ ગયા છે. જણાવી દઈએ કે, ભારતના ઉત્તરકાશીના સિલક્યારા ટનલમાં...
ઉત્તરકાશી ટનલ રેસ્ક્યૂ ઓપરેશનના હીરો આર્નોલ્ડ ડિક્સના ઑસ્ટ્રેલિયાના pmએ કર્યાં વખાણ  કહ્યું   બંને દેશ તેમના

ઑસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝએ શુક્રવારે ઑસ્ટ્રેલિયાની સંસદને સંબોધિત કરતા ભારતના ઉત્તકાશી ટનલ દુર્ઘટના રિસ્ક્યૂ ઓપરેશનના હીરો આર્નોલ્ડ ડિક્સના ખૂબ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, બંને દેશ તેમના કરજદાર થઈ ગયા છે.

Advertisement

જણાવી દઈએ કે, ભારતના ઉત્તરકાશીના સિલક્યારા ટનલમાં 41 મજૂરો ફસાયા હતા, જેમનું દિલધડક રેસક્યૂ કરવામાં આવ્યું હતું. આ રેસ્ક્યૂ ઓપરેશન નિષ્ણાત પ્રોફેસર આર્નોલ્ડ ડિક્સની દેખરેખમાં થયું હતું. આ જોખમી રેસક્યૂ ઓપરેશનની સફળતા બાદ આર્નોલ્ડ ડિક્સની સમગ્ર વિશ્વમાં પ્રશંસા થઈ હતી. ત્યારે હવે ઑસ્ટ્રેલિયાના પીએમએ સંસદને સંબોધતા કહ્યું કે, 'હું એક મહાન ઑસ્ટ્રેલિયન પ્રોફેસર આર્નોલ્ડ ડિક્સના વખાણ કરવા માટે ઊભો થયો છું. તેમણે જે કર્યું છે તેનાથી ભારત અને ઑસ્ટ્રેલિયાના સંબંધો વધુ મજબૂત બન્યા છે. તેમના (આર્નોલ્ડ ડિક્સ) અને ભારતીય ઓથોરિટીઝના દ્રઢ સંકલ્પ અને સખત મહેનતના પરિણામે 41 લોકોના જીવ બચાવવામાં સફળતા મળી હતી. આ એક અદ્ભુત ઘટના છે. ઉત્તર ભારતમાં એક પહાડી ટનલ તૂટી પડતાં બે અઠવાડિયા કરતાં વધુ સમય સુધી 41 કામદારો તેની અંદર ફસાઇ ગયા હતા અને આખી દુનિયાની નજર તેમના રેસ્ક્યૂ ઓપરેશન પર હતી.'

'માત્ર એક ભૂલથી મજૂરોનો જીવ જઈ શકતો હતો'

Advertisement

ઑસ્ટ્રેલિયન વડાપ્રધાનને વધુમાં કહ્યું કે, આ રેસ્ક્યૂ ઓપરેશન ખૂબ જ જટિલ હતું. માત્ર એક ભૂલથી મજૂરોનો જીવ જઈ શકતો હતો. પરંતુ, આટલું જોખમ હોવા છતાં પ્રોફેસર ડિક્સ અને તેમની ટીમે રાત-દિવસ એક કરીને મજૂરોને બચાવવાનું અભિયાન ચાલુ રાખ્યું અને આખરે તેમાં સફળતા મેળવી. 41 મજૂરોના જીવ બચ્યા. અમારા ભારતીય મિત્ર અને પીએમ મોદી પણ આ સફળતાથી ઘણા ખુશ છે. મને એ વાતની ખુશી અને ગર્વ છે કે એક ઑસ્ટ્રેલિયનના કારણે ભારતને આ ખુશી મળી. તેમણે કહ્યું કે, ભારત અને ઑસ્ટ્રેલિયા બંને દેશ અર્નોલ્ડ ડિક્સના કરજદાર છે.

Advertisement
Tags :
Advertisement

.