ચૂંટણી બાદ વસ્તી ગણતરી અને સીમાંકન બંને થશે: અમિત શાહ
મહિલા અનામત બિલ (Women's Reservation Bill) પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) કહ્યું કે ઓબીસી આરક્ષણ, સીમાંકન મુદ્દો કે વસ્તીગણતરી અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે, હું તે તમામના જવાબ આપું છું. સૌ પ્રથમ, વર્તમાન બંધારણમાં ત્રણ પ્રકારના સાંસદો...
07:33 PM Sep 20, 2023 IST
|
Vipul Pandya
મહિલા અનામત બિલ (Women's Reservation Bill) પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) કહ્યું કે ઓબીસી આરક્ષણ, સીમાંકન મુદ્દો કે વસ્તીગણતરી અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે, હું તે તમામના જવાબ આપું છું. સૌ પ્રથમ, વર્તમાન બંધારણમાં ત્રણ પ્રકારના સાંસદો છે, જે સામાન્ય, SC અને ST શ્રેણીમાંથી આવે છે. અમે આ ત્રણ કેટેગરીમાં મહિલાઓ માટે 33% અનામત કરી છે, હવે જો એક તૃતીયાંશ બેઠકો અનામત રાખવાની હોય તો તે બેઠક કોણ નક્કી કરશે? આપણે કરવું જોઈએ? વાયનાડને જો અનામત મળશે તો તમે કહેશો કે અમે રાજનીતિ કરી છે.
ભાજપમાં 29 ટકા સાંસદો OBC ના
મહિલા આરક્ષણ બિલ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના તેમના સચિવ પદ અંગેના નિવેદન પર નિશાન સાધતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, "સરકાર કેબિનેટ દ્વારા ચલાવવામાં આવે છે. તેમણે કહ્યું કે દેશને ચલાવનારાઓમાં માત્ર ત્રણ જ OBC છે. મારી સમજણ એ છે કે દેશ સરકાર ચલાવે છે. દેશની નીતિઓ કેબિનેટ દ્વારા નક્કી કરવામાં આવે છે. આ દેશની સંસદ છે. જો તમારે આંકડા જોઈએ તો હું તમને કહીશ કે ભાજપમાં 29 ટકા સાંસદો OBC ના છે. 85 સાંસદ ઓબીસીમાંથી છે. જો તમારે સરખામણી કરવી હોય તો આવો. 29 મંત્રીઓ ઓબીસીમાંથી છે. અમે ઓબીસીમાંથી વડાપ્રધાન આપ્યા છે."
અમારી પાસે 10 વર્ષનો હિસાબ માંગે છે, પરંતુ 60 વર્ષનો હિસાબ નથી આપતા
મહિલા અનામત વિધેયકનો અમલ કરવા માટે વસ્તી ગણતરી અને સીમાંકન બંને જરૂરી છે. તેના મહત્વનો ઉલ્લેખ કરતા ગૃહમંત્રીએ કહ્યું કે ચૂંટણી બાદ વસ્તી ગણતરી અને સીમાંકન બંને થશે. જે સરકાર આવશે તે આગળ લઈ જશે.
વિપક્ષના હોબાળા વચ્ચે અમિત શાહે લોકસભામાં કહ્યું કે અમિત શાહે કહ્યું કે વિપક્ષ અમારી પાસેથી 10 વર્ષનો હિસાબ માંગે છે, જ્યારે તેઓ પોતે 60 વર્ષનો હિસાબ નથી આપતા.
મહિલાઓના અધિકારો માટેની લાંબી લડાઈનો અંત આવશે
અમિત શાહે કહ્યું કે આ બિલ પાસ થવાથી મહિલાઓના અધિકારો માટેની લાંબી લડાઈનો અંત આવશે. G20 દરમિયાન વડાપ્રધાન મોદીએ સમગ્ર વિશ્વ સમક્ષ મહિલાઓના નેતૃત્વમાં વિકાસનું વિઝન રજૂ કર્યું હતું.મહિલા અનામત બિલ પર ચર્ચા દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, "કોંગ્રેસે આ દેશમાં પાંચ દાયકાથી વધુ સમય સુધી શાસન કર્યું, પરંતુ 11 કરોડ પરિવારો શૌચાલયથી વંચિત હતા. તેઓએ 'ગરીબી હટાઓ'નું સૂત્ર આપ્યું હતું પરંતુ ગરીબો માટે કોઈ વ્યવસ્થા કરી શક્યા નથી. જ્યારે ઘરમાં શૌચાલય ન હોય ત્યારે સૌથી વધુ અસર દીકરીઓ, બહેનો અને માતાઓને થાય છે.
ઐતિહાસિક દિવસ
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે લોકસભામાં કહ્યું, "ગઈકાલનો દિવસ એવો હતો જે ભારતના સંસદીય ઈતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં લખવામાં આવશે કારણ કે વર્ષોથી પેન્ડિંગ મહિલાઓને અનામત આપવાનું બિલ રજૂ કરવામાં આવ્યું હતું." ગૃહમંત્રીએ કહ્યું કે જ્યારથી પીએમ મોદીએ શપથ લીધા છે ત્યારથી મહિલાઓની સુરક્ષા, સન્માન અને સમાન ભાગીદારી સરકારની પ્રાણ શક્તિ રહી છે.
Next Article