ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Film Emergency વધુ એક ચક્રવ્યૂહમાં ફસાઈ, મુંબઈ હાઈકોર્ટે પર આપી નિરાશા!

ફિલ્મમાંથી 3 સીનને હટાવવાનું સૂચન CBFC એ નિર્માતાઓને કર્યું હતું Emergency ને લઈ કોર્ટમા આગામી સુનાવણી 30 ઓગસ્ટે થશે ફિલ્મ Emergency અગાઉ 6 સપ્ટેમ્બરે રિલીઝ થવાની હતી Bombay High Court Film Emergency : Bombay High Court એ આજરોજ કંગના...
06:50 PM Sep 26, 2024 IST | Aviraj Bagda
Emergency movie can be released after cuts: CBFC to Bombay High Court

Bombay High Court Film Emergency : Bombay High Court એ આજરોજ કંગના રનૌતની ફિલ્મ Emergency માટે સુનાવણી કરી હતી. Bombay High Court એ સેન્સર બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન પાસેથી ફિલ્મ Emergency માટે તમામ વિગતો રજૂ કરવાનું કહ્યું હતું. ત્યારે CBFC એ માહિતી રજૂ કરતા જણાવ્યું હતું કે, ફિલ્મ Emergency ના નિર્માતાઓને ફિલ્મમાં અનેક સીન હટાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પરંતુ તેને હજુ સુધી ફિલ્મ Emergency માંથી હટાવવામાં આવ્યા નથી. તેના કારણે તેઓ ફિલ્મ Emergency ની રિલીઝ તારીખ નક્કી કરી શક્યા નથી.

ફિલ્મમાંથી 3 સીનને હટાવવાનું સૂચન CBFC એ નિર્માતાઓને કર્યું હતું

ફિલ્મ Emergency પહેલાથી જ રિલીઝના ચક્રવ્યૂહમાં ફસાયેલી છે. ત્યારે Kangana ranaut એ Bombay High Court ની અંદર CBFC વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. જોકે આ પહેલા ફિલ્મ Emergency માંથી 3 સીનને હટાવવાનું સૂચન CBFC એ નિર્માતાઓને કર્યું હતું. ત્યારે હાલમાં પણ Bombay High Court ની અંદર CBFC પોતાના સૂચન પર વળગી રહ્યું છે. ફિલ્મ નિર્માતાઓએ Bombay High Court અને CBFC પાસે સીનમાં ફેરફાર કરવાને લઈ સમય માગ્યો છે.

આ પણ વાંચો: Divya Dutta સવાર સવારમાં જ ભડકી..વાંચો કેમ...

Emergency ને લઈ કોર્ટમા આગામી સુનાવણી 30 ઓગસ્ટે થશે

ફિલ્મ Emergency ના નિર્માતાઓ મૂંઝવણમાં છે કે, તેઓ આ સીનમાં ફેરફાર કરીને અન્ય કોઈ સીન દર્શાવી શકે છે કે નહીં. Bombay High Court આ પહેલા CBFC ને વહેલી તકે ફિલ્મ Emergency ને રિલીઝ કરવામાં આવે તેવું સૂચન કર્યું છે. ત્યારે આજરોજ સુનાવણી દરમિયાન CBFCએ સીન ફેરફારની માગને કોર્ટમાં ફરી એકવાર રજૂ કરી હતી. ત્યારે ફિલ્મ Emergency ના નિર્માતાઓએ કોર્ટમાં અરજી દાખલ કરીને સમય માગ્યો છે. ત્યારે ફિલ્મ Emergency ને લઈ કોર્ટમા આગામી સુનાવણી 30 ઓગસ્ટે થશે.

ફિલ્મ Emergency અગાઉ 6 સપ્ટેમ્બરે રિલીઝ થવાની હતી

Kangana ranaut દ્વારા નિર્દેશિત ફિલ્મ Emergency અગાઉ 6 સપ્ટેમ્બરે રિલીઝ થવાની હતી. જોકે, ફિલ્મ Emergency ની રિલીઝના થોડા દિવસો પહેલાના નિર્માતાઓએ તેમની ફિલ્મ માટે પ્રમાણપત્ર મેળવવા માટે બોમ્બે હાઈકોર્ટમાં અપીલ કરી હતી. પોતાના નિર્ણયમાં હાઈકોર્ટે કહ્યું કે તે સેન્સર બોર્ડને પ્રમાણપત્ર આપવા માટે નિર્દેશ આપી શકે નહીં કારણ કે તે મધ્યપ્રદેશ હાઈકોર્ટના નિર્ણયની વિરુદ્ધ હશે. મધ્યપ્રદેશ કોર્ટે CBFC ને શીખ જૂથોની રજૂઆત સાંભળવા માટે નિર્દેશ આપ્યો જેમણે તેની સમક્ષ અરજી દાખલ કરી હતી.

આ પણ વાંચો: Bollywood ની 500 ફિલ્મોમાં કામ કરી ચૂકેલા આ અભિનેતા કામની શોધમાં!

Tags :
abhinav chandrachudbollywood-newsBombay High CourtBombay High Court Film Emergencybombay newscbfccensor certificateCinematograph (Certification) RulesEmergency movieEmergency movie can be released after cuts: CBFC to Bombay High Courtemergency movie cutsGujarat FirstHindi cinemaJustice B.P ColabawallaJustice Firdosh PooniwallaKangana RanautKangana Ranaut movielegal newslegal news indiamovie releasemovie revision committeeRevising committeeSikh sentiments hurtZee studios plea
Next Article
Home Shorts Stories Videos