Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bollywood News : INDIA vs ભારત ચર્ચા વચ્ચે અક્ષય કુમારનો મોટો નિર્ણય, ફિલ્મનું નામ બદલ્યું

બોલિવૂડના ખિલાડી અક્ષય કુમારે પોતાની ફિલ્મ 'ધ ગ્રેટ ઈન્ડિયન રેસ્ક્યૂ'નું નામ બદલીને 'મિશન રાણીગંજઃ ધ ગ્રેટ ભારત રેસ્ક્યૂ' કરી દીધું છે. દેશનું નામ બદલીને INDIA થી ભારત રાખવાની ચર્ચા વચ્ચે આ ફેરફાર કરવામાં આવ્યો છે. આ પહેલા અમિતાભ બચ્ચન પણ...
bollywood news   india vs ભારત ચર્ચા વચ્ચે અક્ષય કુમારનો મોટો નિર્ણય  ફિલ્મનું નામ બદલ્યું

બોલિવૂડના ખિલાડી અક્ષય કુમારે પોતાની ફિલ્મ 'ધ ગ્રેટ ઈન્ડિયન રેસ્ક્યૂ'નું નામ બદલીને 'મિશન રાણીગંજઃ ધ ગ્રેટ ભારત રેસ્ક્યૂ' કરી દીધું છે. દેશનું નામ બદલીને INDIA થી ભારત રાખવાની ચર્ચા વચ્ચે આ ફેરફાર કરવામાં આવ્યો છે. આ પહેલા અમિતાભ બચ્ચન પણ સોશિયલ મીડિયા પર 'ભારત માતા કી જય' લખીને પોતાનો અભિપ્રાય આપી ચૂક્યા છે.

Advertisement

અક્ષય કુમારે આ ફિલ્મનું પહેલું મોશન પોસ્ટર પણ સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. ટીઝરમાં તમે તેને માઈનિંગ એન્જિનિયર જસવંત સિંહ ગિલના અવતારમાં જોઈ શકો છો. આ ફિલ્મ જસવંતની વાર્તા અને તેની બહાદુરી પર આધારિત છે. વર્ષ 1989માં જસવંતે જમીનની નીચે 350 ફૂટ નીચે ફસાયેલા 65 ખાણિયાઓને રેસ્ક્યૂ્યા હતા. આ ઘટના બિહારના રાનીગંજમાં બની હતી, જેને મિશન રાનીગંજ તરીકે પણ ઓળખવામાં આવે છે. અગાઉ આ ફિલ્મનું નામ 'ધ ગ્રેટ ઈન્ડિયન રેસ્ક્યૂ' હતું. પરંતુ હવે નવા વીડિયો સાથે અક્ષયે ફિલ્મનું નવું નામ 'મિશન રાણીગંજઃ ધ ગ્રેટ ભારત રેસ્ક્યૂ' જાહેર કર્યું છે. ફિલ્મનું પહેલું ટીઝર 7 સપ્ટેમ્બર, ગુરુવારે રિલીઝ થવા જઈ રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Akshay Kumar (@akshaykumar) 

આ પહેલીવાર નથી જ્યારે અક્ષય કુમારની આ ફિલ્મનું નામ બદલવામાં આવ્યું હોય. આ ફિલ્મની જાહેરાત ગયા વર્ષે કરવામાં આવી હતી. પછી તેનું નામ 'કેપ્સ્યુલ ગિલ' રાખવામાં આવ્યું. આ પછી તે 'ધ ગ્રેટ ઈન્ડિયન રેસ્ક્યૂ' અને હવે 'મિશન રાણીગંજઃ ધ ગ્રેટ ભારત રેસ્ક્યૂ' બની ગયું છે. આ સાથે જ ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. અક્ષય કુમારની આ ફિલ્મ દિવાળીના અવસર પર 6 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. અભિનેત્રી પરિણીતી ચોપરા પણ અક્ષય કુમાર સાથે 'મિશન રાનીગંજઃ ધ ગ્રેટ ભારત રેસ્ક્યૂ'માં જોવા મળશે. આ પહેલા આ બંને ફિલ્મ 'કેસરી'માં જોવા મળ્યા હતા. 2019ની આ ફિલ્મમાં અક્ષય કુમારે શીખ ક્રાંતિકારીની ભૂમિકા ભજવી હતી. અક્ષયની નવી ફિલ્મનું નિર્દેશન ટીનુ સુરેશ દેસાઈ કરી રહ્યા છે. તે પૂજા એન્ટરટેઈનમેન્ટના પ્રોડક્શન બેનર હેઠળ બની રહી છે.

Advertisement

આ પણ વાંચો : Amitabh Bachchan : ‘પ્રેસિડેન્ટ ઓફ ભારત’ ની તરફેણમાં આવ્યા બિગ બી?, ટ્વિટ કરીને લખ્યું- ‘ભારત માતા કી જય’

Advertisement
Tags :
Advertisement

.