Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ખટંબા તળાવમાંથી Nigerian student નો મૃતદેહ મળ્યો...

વડોદરાના ખટંબાના તળાવમાં કાર ડૂબી જવા મામલે આવ્યો નવો વળાંક 40 કલાક બાદ તળાવમાંથી નાઇજિરિયન વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો મૃતક વિદ્યાર્થી પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હોવાનું ખુલ્યું રવિવારે કારને ક્રેનની મદદથી બહાર કઢાઇ હતી કાર ડ્રાઇવરે વિદેશી વિદ્યાર્થી બહાર...
09:21 AM Aug 20, 2024 IST | Vipul Pandya
Nigerian student

Nigerian student : વડોદરાના ખટંબાના તળાવમાં કાર ડૂબી જવા મામલે નવો વળાંક આવ્યો છે. ભારે શોધખોળ બાદ 40 કલાક પછી તળાવમાંથી નાઇજિરિયન વિદ્યાર્થી (Nigerian student)નો મૃતદેહ મળી આવ્યો છે. મૃતક વિદ્યાર્થી પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હોવાનું ખુલ્યું છે.

આ પણ વાંચો----VADODARA : દબાણખોરની ધમકી, "અરજી પાછી ખેંચી લે, નહી તો ગામ છોડાવી દઇશ"

ખટંબા તળાવમાં કાર ખાબકી હતી

ઉલ્લેખનિય છે કે વડોદરાના વાઘોડિયામાં આવેલા ખટંબા તળાવમાં કાર ખાબકી હતી. આ કારમાં વિદેશી વિદ્યાર્થીઓ હોવાની ચર્ચાએ તે સમયે જોર પકડ્યું હતું. સવારે ઘટનાની જાણ થતા જ સરપંચ સહિતના તમામ દોડી આવ્યા હતા. અને બચાવકામગીરી શરૂ કરી હતી. દરમિયાન ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરની ટીમો દ્વારા રેસ્ક્યૂની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આશરે 7 કલાક બાદ બપોરના પોણા ત્રણ વાગ્યે કારને હાઇડ્રા મશીન મારફતે રેસ્ક્યૂ કરવામાં સફળતા મળી હતી પણ કારમાંથી કોઇ પણ વ્યક્તિ મળી આવ્યો ન હતો.

આ પણ વાંચો---- VADODARA : તળાવમાં ખાબકેલી કારનું હાઇડ્રાની મદદથી રેસ્ક્યૂ, શખ્સ લાપતા

ઘટનાના 40 કલાક પછી તળાવમાંથી નાઇજિરિયન વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો

દરમિયાન ઘટનાના 40 કલાક પછી તળાવમાંથી નાઇજિરિયન વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો છે. નાઈજીરિયાના મોઝામ્બિકનો વિદ્યાર્થી કાર્લો ફર્નાન્ડિઝ આજવા ચોકડીથી શ્રી હરી ટાઉનશિપ કારમાં જતો હતો ત્યારે આ ઘટના બની હતી. પોલીસે આ મામલે કાર ચાલક દીપક લાડુમેર ની સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો----VADODARA : પાડોશીની બર્બરતા, સાસુની નજર સામે જમાઇએ દમ તોડ્યો

આ પણ વાંચો---- VADODARA : મૃતક શ્રમિકના નામે મનરેગાનું મહેનતાણું ભોગવનાર સામે ફરિયાદ

Tags :
Car AccidentKhatamba lakeNigerian studentParul UniversityVadodara
Next Article