Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Blast in Train : વલસાડ એક્સપ્રેસના એક ડબ્બામાં લાગી આગ, RPF જવાનનું ઘટના સ્થળે જ મોત

Blast in Train: વલસાડ એક્સપ્રેસને લઈને એક દુઃખદ સમાચાર સામે આવ્યાં છે. મુઝફ્ફરપુર રેલ્વે સ્ટેશન પર વલસાડ એક્સપ્રેસના એક ડબ્બામાં બ્લાસ્ટ (Blast in Train) થતા એક આરપીએફ જવાનની મોત થઈ ગયું છે. મળતી વિગતો પ્રમાણે બોગીમાં શોર્ટ સર્કિટના કારણે આગ...
blast in train   વલસાડ એક્સપ્રેસના એક ડબ્બામાં લાગી આગ  rpf જવાનનું ઘટના સ્થળે જ મોત

Blast in Train: વલસાડ એક્સપ્રેસને લઈને એક દુઃખદ સમાચાર સામે આવ્યાં છે. મુઝફ્ફરપુર રેલ્વે સ્ટેશન પર વલસાડ એક્સપ્રેસના એક ડબ્બામાં બ્લાસ્ટ (Blast in Train) થતા એક આરપીએફ જવાનની મોત થઈ ગયું છે. મળતી વિગતો પ્રમાણે બોગીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. નોંધનીય છે કે, આરપીપીએફની ટીમે આગને કાબૂમાં લેવાનું શરૂ કર્યું હતું. તે જ સમયે કોન્સ્ટેબલ વિનોદ કુમારે નાના ફાયર સિલિન્ડર વડે આગને કાબુમાં લેવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. આ દરમિયાન આગના સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે વિનોદ કુમારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો. રેલવે અધિકારીઓએ વિનોદ કુમારને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો પરંતુ ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

Advertisement

સિલેન્ડર બ્લાસ્ટ થતા ઘટના સ્થળે થયું મોત

મળતી વિગતો પ્રમાણે વલસાડ એક્સપ્રેસ સોમવારે સવારે સાડા છ વાગે મુઝફ્ફરપુર રેલ્વે સ્ટેશન પર આવી હતી. અહીં થોડી વાર પછી આ ટ્રેનના એસ-આઠ નામના ડબ્બાના શૌચાલયમાં આગ લાગી હતી. નોંધનીય છે કે, આગની ખબર મળતાની સાથે રેલ્વે અને આરપીએફની ટીમ આગને કાબુમાં લેવા માટે પહોંચી હતી. દુઃખદ વાત છે કે, આગને કાબુ લેવા જતા આરપીએફ જવાન વિનોદ કુમારનું આગની ચપેટમાં ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. વિનોદ કુમાર ફાયર સિલેન્ડરથી આગને કાબુમાં લેવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. એક ફાયર સિલિન્ડર ખતમ થઈ ગયો હતો પરંતુ જ્વાળાઓ ઓછી થઈ ન હતી. દરમિયાન અન્ય ફાયર સિલિન્ડર વડે આગને કાબૂમાં લેવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. સિલિન્ડરનું લોક ખોલતાની સાથે જ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. જેમાં વિનોદ કુમારનું મોત થયું હતું.

પરિવારમાં ભારે શોકનો માહોલ

નોંધનીય છે કે, આરપીએફ જવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકવામાં આવ્યા હતાં. આરપીએફના જણાવ્યા પ્રમાણે વાત કરવામાં આવે તો, કોન્સ્ટેબલ વિનોદ કુમાર આરાનગર વિસ્તારના રહેવાસી હતા. બે વર્ષથી મુઝફ્ફરપુર આરપીએફ પોસ્ટ પર કોન્સ્ટેબલ પોસ્ટ પર સેવા આપી રહ્યા હતા. નોંધનીય છે કે, ટીમ દ્વારા પરિવારને ઘટનાની જાણકારી આપવામાં આવી હતી. વિનોદ કુમારના મોતને લઈને તેમના પરિવારમાં ભારે શોકનો માહોલ સર્જાયો હતો.

Advertisement

આ પણ વાંચો: DELHI : કચરાના પહાડમા લાગેલ વિકરાળ આગ હજી પણ યથાવત, હવે લોકો માટે શ્વાસ લેવું પણ બન્યું મુશ્કેલ

આ પણ વાંચો: ADITYA-L1 ને લઈને સામે મહત્વના સમાચાર, અવકાશમાં ભારતનું વર્ચસ્વ વધશે

આ પણ વાંચો: શિક્ષક ભરતી કૌભાંડમાં મમતા સરકારને ઝટકો, કલકત્તા હાઈકોર્ટે શિક્ષકોની ભરતીને રદ્દ કરી

Tags :
Advertisement

.