Delhi માં ઈઝરાયેલ એમ્બેસી પાસે બ્લાસ્ટનો કોલ, સ્પેશિયલ સેલની ટીમ ઘટનાસ્થળે પહોંચી...
નવી દિલ્હીના ચાણક્યપુરી વિસ્તારમાં ઈઝરાયેલ એમ્બેસીની પાછળના ખાલી પ્લોટમાં બ્લાસ્ટ થયાની માહિતી સામે આવી છે.ત્યારથી સ્પેશિયલ સેલની ટીમ ઘટનાસ્થળે હાજર છે. જોકે, મામલાની ગંભીરતાને ધ્યાને લઈ ફાયર વિભાગ અને પોલીસે એક કલાક સુધી તપાસ કરી હતી. પરંતુ હજુ સુધી એવું કંઈ જ મળ્યું નથી.
ફોન કરનારની શોધ ચાલુ છે
આ બ્લાસ્ટ અંગે કોલ કોણે કર્યો અને શા માટે થયો તેની તપાસ કરવામાં આવી રહી છે.
6 વાગ્યે ફાયર વિભાગને ફોન આવ્યો હતો
હકીકતમાં, આજે સાંજે લગભગ 6 વાગે એક અજાણ્યા કોલરે દિલ્હી ફાયર સર્વિસ વિભાગને કથિત વિસ્ફોટ વિશે જાણ કરી હતી. આ પછી બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ સાથે પોલીસ સ્પેશિયલ સેલની ટીમ તપાસ માટે સ્થળ પર પહોંચી હતી. મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.
ત્રણ-ચાર લોકોએ અવાજ સાંભળ્યો
સ્પેશિયલ સેલના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે ઈઝરાયેલ એમ્બેસીની પાછળના ખાલી પ્લોટ પર ત્રણ-ચાર લોકોએ વિસ્ફોટનો અવાજ સાંભળ્યો હતો. પરંતુ વિસ્ફોટ કયા પદાર્થથી થયો અને તે કયો પદાર્થ હતો તેની શોધ ચાલુ છે. વિસ્ફોટ કયા કારણોસર થયો તેની તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Threat : RBI અને અન્ય બેંકોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ઈમેલ દ્વારા આપી ચેતવણી…